બિન કાર્યક્ષમ મંત્રીઓને પડતા મુકીને બજેટ સત્ર પહેલા મુખ્યમંત્રી રૂપાણી, જીતુ વાછાણી, અલ્પેશ ઠાકોર, ડો. આશા પટેલને મંત્રીમંડળમાં સમાવે તેવી સંભાવના
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજયની તમામ ર૬ બેઠકો ફરીથી જીતીને મુખ્યમંત્રી વિજયાઇ રૂપાણીએ તેમની સરકારની કામગીરી લોકપ્રિય હોવાનું પુરવાર કર્યુ હતું. સંવેદનશીલ કાર્યક્ષમ સરકાર આપવામાં સફળ રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી બીજી જુલાઇથી શરુ થનારા બજેટસત્ર પહેલા તેમના મંત્રીમંડળમાં ફેરફાર માં નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મંત્રીમંડળમાં ફેરફારની સાથે ભાજપના પ્રદેશ માળખામાં ફરેફાર કરવામાં આવનારી હોવાની અટકવો તેજ બની છે.
લોકસભાની ચુંટણીની આચારસંહિતાના કારણે નવા નાણાકીય વર્ષમાં વચગાળાનું બજેટ રજુ કરનારી મોદી સરકારે હવે પૂર્ણ બજેટ રજુ કરવા આગામી બીજી જુલાઇથી ખાસ બજેટ સત્ર બોલાવ્યું છે. આ બજેટ સત્ર મળે તે પહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના મંત્રીમંડળમાં ફેરફાર કરીને સારી કામગીરી કરવામાં નિષ્ફળ ગયેલા અનેક મંત્રીઓને પડતા મુકે તેવસ સંભાવનાઓ વ્યકત થઇ રહી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાછાણીને પ્રમુખપદેથી રાજીનામુ અપાવીને મંત્રીમંડળમાં સ્થાન આપીને ગૃહમંત્રી તરીકેનું કેબીનેટ મંત્રીપદ આપે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ કરાવીને તેમને વાછાણીની સાથે મંત્રીમંડળમાં સમાવીને ઉત્તર ગુજરાતના ઠાકોર મતદારો પર પ્રભુત્વ જમાવવા માટેના પ્રયાસો કરાશુે. ઉ૫રાંત તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ભળેલા અને પેટા ચુઁટણીમાં જીતેલા ઉઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવે તેવી સંભાવનાઓ વ્યકત થઇ રહી છે.
જો કે મુખ્યમંત્રી રૂપાણી તેમના કેબીનેટમાં મંત્રીઓની સંખ્યા વધારવાની તરફેણમાં ન હોય બીન કાર્યક્ષમ મંત્રીઓને પડતા મુકીને આ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે. જીતુભાઇ વાછાણીને મંત્રી બનાવવામાં આવે તો તેમને પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામુ અપાવીને તેમના સ્થાને નવા પ્રમુખ બનાવવામાં આવે તેવી સંભાવનાઓ પણ સેવાય રહી છે. નવા પ્રમુખ તેમને યોગ્ય લાગે તેવું પ્રદેશ માળખુ ગોઠવવા માટેની છુટ અપાતી હોય પ્રદેશ ભાજપના માળખામાં પણ ફેરફાર થાય તેવી સંભાવના જોવાઇ રહી છે અનેક ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૨ માં આવનારી વિધાનસભા ચુંટણી પહેલા કોઇ મોટી ચુંટણી આવવાની સંભાવના ન હોય પાર્ટી દ્વારા આ પરિવર્તનો કરીને દરેકને યોગ્ય કામગીરીની તકો મળે તે માટે પ્રયાસો કરે તેવી સંભાવના છે.