ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટર્લ્સ આઈપીએલનાં ફાઈનલમાં પહોંચવા એડીચોટીનું જોર લગાવશે

રાત્રે ૮:૦૦ કલાકથી વિશાખાપટ્ટનમમાં મેચનો પ્રારંભ

આઈપીએલ-૨૦૧૯ની સિઝનનાં ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે કોણ ટકરાશે તે વાત પરથી આજે રાત્રે પડદો ઉંચકાઈ જશે. આજે વિશાખાપટ્ટનમ ખાતે કવોલીફાયર-૨માં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટર્લ્સ વચ્ચે રોમાંચક જંગ જામશે જેમાં વિજેતા બનનારી ટીમ ૧૨મી મેનાં રોજ રમાનારી આઈપીએલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટાઈટલ જીતવા મેદાનમાં પડશે.IPL11

આઈપીએલ-૨૦૧૯માં મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપીટર્લ્સ એમ ચાર ટીમો પ્લે ઓફમાં પહોંચી હતી. પ્રથમ કવોલીફાયર મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને પરાજય આપી ચોથીવાર આઈપીએલનાં ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળતા હાંસલ કરી હતી. દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલાં એલીમીનેટર મેચમાં ઓપનિંગ બેટસમેન પૃથ્વી શો અને વિકેટ કિપર બેટસમેન રિષભ પંથની ધમાકેદાર બેટીંગનાં સથવારે પ્રથમવાર દિલ્હીની ટીમ આઈપીએલનાં કવોલીફાયર રાઉન્ડ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

આજે વિશાખાપટનમ ખાતે આઈપીએલનો કવોલીફાયર-૨ મેચ રમાશે. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટર્લ્સ વચ્ચે જંગ જામશે. જેમાં ચેન્નઈને હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે પરંતુ ચાલુ સાલ જે રીતે દિલ્હીની ટીમે પ્રદર્શન કર્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, આજનો મેચ રોમાંચથી ભરપુર રહેશે. આજે વિજેતા બનનારી ટીમ ૧૨મી મેનાં રોજ હૈદરાબાદ ખાતે રમાનારી આઈપીએલની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. મેચનો પ્રારંભ રાત્રે ૮:૦૦ વાગ્યે થશે.

આઇપીએલ ફાઇનલની ટિકિટ માાત્ર મિનિટમાં વહેંચાઇ : સેટીંગ શંકા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૨મી સિઝનની ફાઈનલની ટિકિટો માત્ર ૧૨૦ સેક્ધડ એટલે કે, ૨ મિનિટમાં વેચાઈ ગઈ છે. આ બાબત ફેન્સમાં IPLની લોકપ્રિયતા તો દેખાડે જ છે સાથે જ તેની પારદર્શકતા અને મેનેજમેન્ટ પર પણ સવાલ પેદા કરે છે. અસલમાં, બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટિકિટોનું વેચાણ ખોલ્યું. તે પણ કોઈ નોટિસ વિના, પણ દંગ કરી દેનારી વાત એ રહી કે, માત્ર બે મિનિટમાં વેચાઈ ગઈ.

આ અંગે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ની સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યે સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘ફાઈનલની તમામ ટિકિટો મિનિટોમાં કેવી રીતે વેચાઈ શકે?’ આ ખૂબ જ ચોંકાવનારી વાત છે અને BCCIને ફાઈનલ જોવાની ઈચ્છા ધરાવનારા પ્રશંશકોને જવાબ આપવો પડશે.’ રોચક વાત એ છે કે, જ્યાં સુધી ટિકિટો વિશે જાણવા મળત ત્યાં સુધી તમામ ટિકિટો વેચાઈ ચૂકી હતી.

ટૂર્નામેન્ટની ફાઈનલ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ૧૨ મે એટલે કે રવિવારે રમાવાની છે. આ સ્ટેડિયમની ક્ષમતા ૩૯,૦૦૦ છે. મોટાભાગની મેચોની ૨૫-૩૦ હજાર ટિકિટો જ વેચાતી હોય છે, પણ આ વખતે આવું કેમ થયું તે કોઈને જાણમાં નથી. સૂત્રોનું માનીએ તો, ૧૦૦૦, ૧૫૦૦, ૨૦૦૦, ૨૫૦૦, ૫૦૦૦, ૧૦૦૦૦, ૧૨૫૦૦, ૨૨૫૦૦ રૂપિયાવાળી ટિકિટો વેચાવાની હતી. પણ, EventsNowએ ૧૫૦૦,૨૦૦૦,૨૫૦૦ અને ૫૦૦૦ રૂપિયાવાળી ટિકિટો જ વેચી. અન્ય ટિકિટોનું શું થયું? આ વિશે કંઈ જાણવા મળ્યું નથી. આ અંગે ફેન્સ સવાલ ઉઠાવી રહ્યાં છે.

EventsNowના સુધીર રેડ્ડીએ આ વિશે કહ્યું, ‘હું કોઈપણ જાણકારી આપી શકું તેમ નથી. અમે તે ટિકિટોને વેચી જે અમને મળી હતી. આ વિશે BCCIઆન્સરેબલ છે.’ બીજી તરફ, અઈઅના અધિકારીએ કહ્યું કે, EventsNowઅને BCCIને આ મુદ્દે સ્પષ્ટ કરવું જોઈએ. જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે, જ્યારે બીજી ક્વોલિફાયરની વિજેતા ટીમ ફાઈનલમાં રમનારી બીજી ટીમ હશે.

સિક્સર ફટકારતી વખતે નથી જોતો કે બોલર કોણ છે : રિષભ પંત

rishabh

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સની બે વિકેટે જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા રિષભ પંતે જણાવ્યું કે, જ્યારે તે તાબડતોબ બેટિંગ માટે લયમાં આવી જાય છે ત્યારે તેને કોઈ ફર્ક નથી પડતો કે બોલિંગ કોણ કરી રહ્યું છે. પંતે ૨૧ બોલમાં ૪૯ રનની ઈનિંગ દરમિયાન પાંચ છગ્ગા ફટકાર્યા જેનાથી દિલ્હી કેપિટલ્સે બે વિકેટે જીત મેળવી.

મેન ઑફ ધ મેચ રિષભ પંતે મેચ બાદ કહ્યું કે, ‘ટી૨૦માં તમારે ૨૦ બોલમાં ૪૦ કે તેથી વધુ રન બનાવવાની જરૂર હોય છે, એટલે તમારે એક બોલર વિરુદ્ધ આક્રમણ કરવાનું હોય છે. હું એ નથી જોતો કે, બોલિંગ કોણ કરી રહ્યું છે. આ મારી આદતમાં વણાઈ ગયું છે અને એટલે અમે આટલી વધુ પ્રેક્ટિસ કરીએ છીએ. આજે તે સ્પેશિયલ રહ્યું કારણ કે, બોલને વધારે જોરથી હિટ કરવાનો પ્રયાસ ન કર્યો. હું માત્ર બોલને જોઈ રહ્યો હતો અને યોગ્ય સમયે હિટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’

પંતે કહ્યું, ‘જો તમે એવી પિચ પર સેટ થઈ જાઓ છો તમારે તમારી ટીમ માટે મેચ ખતમ કરવી જોઈએ. હું નજીક લઈ ગયો પણ આવતી વખતે હું ટીમ માટે ફિનિશ કરીશ. હું થોડો સકારાત્મક બનવાનો પ્રયત્ન કરીશ. જો નકારાત્મક હોઈએ તો આ મદદગાર સાબિત થતું નથી.’

દિલ્હી કેપિટલ્સનો યુવા કેપ્ટન શ્રેયસ ઐયર આ જીતથી ઘણો ખુશ છે. તેણે કહ્યું, ‘અંતિમ ઓવર દરમિયાનની લાગણીઓને હું વર્ણવી શકું તેમ નથી. હું બેઠો હતો અને ઈનિંગની છેલ્લી બે ઓવર ખૂબ તણાવપૂર્ણ હતી. જીત મેળવવી સારો અનુભવ છે અને હું દરેકના ચહેરા પર ખુશી જોઈ શકતો હતો.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.