જામનગરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના પરિણામે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં ઘણા સેવાભાવીઓ દ્રારા લોકોની મદદ કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરના વોર્ડ નં.12 ના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી દ્રારા લોકોની સહાય અર્થે એક સુંદર પહેલ કરવામાં આવી છે. અને વોર્ડ નં.12માં 100 બેડની વ્યવસ્થા સાથે કોવીડ કેર સેન્ટર શરુ કર્યું છે, જેમાં દર્દીને ઓક્સીજનની વ્યવસ્થા સાથે દર્દીને નાસ્તો, જમવાનું તથા ફળની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. વિપક્ષના કોર્પોરેટર દ્રારા શરુ કરવામાં આવેલ આ પહેલને લોકોએ આવકારી છે. અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે. હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં હોસ્પિટલોમાં પણ પૂરતા બેડ અને ઓક્સીજન માટે લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે.તેવામાં વોર્ડ નં.12 વિપક્ષના કોર્પોરેટર દ્રારા જરૂરિયાતમંદોને મદદ કરવા માટે 100 બેડના કોવીડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવતા ઘણા દર્દીઓને મદદ પણ મળી રહેશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….