૧૪૦ વર્ષનો સમયગાળો એટલે આઝાદી પહેલાંનો સમય જ્યારે ભારત બ્રિટિશ રાશનના તાબા હેઠળ હતુ અને તેને ગુલાબીમાંથી મુક્ત કરવા જનમાનસને જાગૃત કરવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં સૌથી ઉત્કૃષ્ટ માધ્યમ એટલે નાટકો, લોક નાટકો, જેમાં અંગ્રેજોના અત્યાચારને દર્શાવતા હતા. જેની સકારાત્મક અસર પણ જનમેદની પર જોવા મળી હતી જેના પગલે ૧૬ ડીસેમ્બર ૧૮૭૬માં આ પ્રકારનાં નાટકો પર અંગ્રેજી શાસનકર્તાઓ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જેમાં સિરાજ ઉદ દૈલા, મીર કાસિમ, મૃણાલીની, છત્રપતિ શિવાજી, કારાગાર, નીલ દર્પણ, જેવા ક્રાંતિકારી નાટકો જેમાં અંગ્રેજ શાસનના ભારત પડરના દમનને દર્શાવાયા હતા તેવા તમામ નાટકો અને લોક માધ્યમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે વર્તમાન સમયમાં આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ આ કાનુન હજુ જીવંત છે જેનો કોઇ ઉપયોગ જ નથી. તેવા સમયે સંસદનાં શિયાળું સત્રમાં મોદી સરકા દ્વારા આ પ્રકારના ૧૩૧ જેટલાં નિષ્ક્રિય સરકારી મુદ્ા અધિનિયમ, ૧૮૬૨ પશ્ર્ચિમેતર પ્રાંત ગ્રામ અને સડક પોલીસ અધિનિયમ ૧૮૭૩, નાટ્ય પ્રદર્શન અધિનિયમ ૧૮૭૬, રાજદ્રોહાત્મક સભાઓના નિવારણ અધિનિયમ, ૧૯૧૧ બંગાળ આતંંકવાદી હિંસા દમન અનુપૂરક અધિનિયમ ૧૯૩૨નો સમાવેશ થાય છે.