સિદ્ધારમૈયા કે શિવકુમાર? : કોંગ્રેસ માટે બેધારી તલવાર પર ચાલવા જેવી સ્થિતિ

કર્ણાટકના સીએમને લઈને બેંગલુરુથી લઈને દિલ્હી સુધી હિલચાલ ચાલી રહી છે. ધારાસભ્યો વચ્ચે ઓપિનિયન પોલ લીધા પછી, ત્રણ સભ્યોની ટીમ સોમવારે બપોરે દિલ્હી પરત ફરી હતી અને કોંગ્રેસ અધ્યક્ષને તેનો રિપોર્ટ આપ્યો હતો. સોમવારે સાંજે પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, કર્ણાટક પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, બેંગલુરુ મોકલવામાં આવેલા ત્રણ નિરીક્ષકો સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં સીએમ પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંનેના નામ પર ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે એટલે કે આજે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

હાલમાં, સીએમ પદની રેસમાં સિદ્ધારમૈયાનું નામ સૌથી ટોપ પર છે. જો કે શિવકુમાર પણ પાર્ટીની મજબૂતી માટે સખત મહેનતને ટાંકીને પોતાનો દાવો કરી રહ્યા છે. હાઈકમાન્ડે સોમવારે સિદ્ધારમૈયા અને શિવકુમાર બંનેને દિલ્હી બોલાવ્યા હતા. સિદ્ધારમૈયા વિશેષ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યા હતા.

બીજી તરફ પેટમાં ઈન્ફેક્શનની વાત કરીને શિવકુમાર દિલ્હી આવ્યા નહીં. તેઓ સોમવારે સાંજે દિલ્હી જવાના હતા પરંતુ અંતિમ ક્ષણે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. તેમણે કહ્યું કે હું બળવો અને બ્લેકમેલિંગ નથી કરતો. સિદ્ધારમૈયાને મારી શુભેચ્છાઓ. જો કે શિવકુમારના કાર્યક્રમને મોકૂફ રાખવાને તેમની નારાજગી સાથે જોડવામાં આવી રહી છે. તેમના આ વલણથી કોંગ્રેસ નેતૃત્વની મુશ્કેલીઓ વધી છે.

દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સીએમ પદ માટે અનેક ફોર્મ્યુલા પર વિચાર કર્યો હતો.નેતાઓએ બે થી ત્રણ નાયબ મુખ્યમંત્રી સાથે એક મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા કરી હતી. રોટેશન દ્વારા સીએમ બનાવવાની પણ ચર્ચા છે. જો કે, છત્તીસગઢમાં આવા પ્રયોગને કારણે સમસ્યાઓ વધી ગઈ હતી.

કોર્ટે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બજરંગ દળ વિરુદ્ધ ટિપ્પણી કરવા અને તેના ઢંઢેરામાં પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ સાથે તેની સરખામણી કરવા બદલ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નોટિસ જારી કરી છે. નોટિસનો જવાબ આપવા માટે 10 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. અરજદારે 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સામાજિક સંસ્થા બજરંગ દળે માનવતા માટે ઘણા કાર્યો કર્યા છે. કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી માટે 2 મેના રોજ જાહેર કરેલા તેના ઢંઢેરામાં કહ્યું હતું કે તે જાતિ, ધર્મના આધારે નફરત ફેલાવનારા બજરંગ દળ અને પીએફઆઈ જેવા સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવા માટે સંકલ્પબદ્ધ છે. કાર્યવાહીમાં આવી સંસ્થાઓ સામે પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી નક્કી કરવા કઈ ફોર્મ્યુંલા અપનાવવી? : હાઈ કમાન્ડ પણ અવઢવમાં!!

દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સીએમ પદ માટે અનેક ફોર્મ્યુલા પર વિચાર કર્યો હતો.નેતાઓએ બે થી ત્રણ નાયબ મુખ્યમંત્રી સાથે એક મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા કરી હતી. રોટેશન દ્વારા સીએમ બનાવવાની પણ ચર્ચા છે. જો કે, છત્તીસગઢમાં આવા પ્રયોગને કારણે સમસ્યાઓ વધી ગઈ હતી.

શિવકુમાર દિલ્હી નહીં આવતા ચિંતાના વાદળો ઘેરાયા

પેટમાં ઈન્ફેક્શનની વાત કરીને શિવકુમાર દિલ્હી આવ્યા નહીં. તેઓ સોમવારે સાંજે દિલ્હી જવાના હતા પરંતુ અંતિમ ક્ષણે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. તેમણે કહ્યું કે હું બળવો અને બ્લેકમેલિંગ નથી કરતો. સિદ્ધારમૈયાને મારી શુભેચ્છાઓ. જો કે શિવકુમારના કાર્યક્રમને મોકૂફ રાખવાને તેમની નારાજગી સાથે જોડવામાં આવી રહી છે. તેમના આ વલણથી કોંગ્રેસ નેતૃત્વની મુશ્કેલીઓ વધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.