આર્જેન્ટિના અને ફ્રાન્સ માંથી વિજેતા ટીમ અનેક નવા રેકોર્ડ ઉભા કરશે !!!
અબતક, નવીદિલ્હી : ફીફા વિશ્વ કપ નો ફાઇનલ 18 મી ડિસેમ્બરના રોજ રમાશે જેમાં બે દીગજ ટીમ જેવી કે આર્જેન્ટિના અને ફ્રાન્સ વિશ્વ વિજેતા બનવા માટે મેદાને ઉતરશે ત્યારે ફીફા વર્લ્ડ કપ નો સરતાજ કોના સીરે તે હવે ગણતરીની કલાકોમાં જ સામે આવી જશે. તું સૌથી મોટી વાત તો એ છે કે બંને હરીફો કટર પ્રતિદંધી છે અને ફૂટબોલ ક્ષેત્રે તેઓએ વિપક્ષીઓને હંફાવ્યા છે.
એક તરફ આર્જેન્ટિના તરફથી લિયોનેલ મેસી તો સામે ફ્રાન્સના અનેક દિગજ ખેલાડીઓ અર્જન ટીના ને કાંટે કી ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે જે પણ ટીમ વિશ્વવિજેતા બનશે તે અનેક નવા રેકોર્ડ પણ સર કરશે. ફીફા વિશ્વ કપમાં અર્જેન્ટિના 1978 અને 1986 માં ચેમ્પિયન બન્યું હતું જ્યારે ફ્રાન્સ 1998 અને 2018માં ચેમ્પિયન બન્યું છે.
આર્જેન્ટિના જીતે તો ક્યાં રેકોર્ડસ તેઓ પ્રસ્થાપિત કરશે
- અર્જનટીના આ વિશ્વ કપ જીતે તો તે 36 વર્ષ ની સમય અવધીનો અંત લાવશે કારણકે તેઓ છેલ્લે 1986 માં વિશ્વ કપ જીત્યા હતા.
- સુકાની તરીકે આ વિશ્વ કપ જીતે તો તે તેનો પ્રથમ વિશ્વ કપ સુકાની તરીકે જીતશે આ પૂર્વે ડેનિયલ પાસારેલાં અને ડીએગો મેરેડોનાએ સુકાની તરીકે વિશ્વ કપ જીતાડ્યા હતા.
- અર્જન્ટીના જો આ વિશ્વ કપ જીતે તો તે ચોથી ટીમ બનશે કે જેને ત્રણથી વધુ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા હોય અત્યારે સૌથી વધુ બ્રાઝિલે પાંચ ટાઈટલ જીત્યા નો રેકોર્ડ યથાવત રાખ્યો છે.
- આ વિશ્વ કપ જીતવાથી તેમનો વિન લોસ રેકોર્ડ 3 : 3 નો થઈ જશે જે અત્યારે 2 : 3નો છે.
- અર્જનટીના ને જીતાડી લીયોનાલ મેસેજ ગૌરવપૂર્ણ રીતે ફૂટબોલ માંથી નિવૃત્તિ લેશે.
- આ વિશ્વ કપ જીતતાની સાથે જ અર્જન્ટીના દક્ષિણ અમેરિકન ની પ્રથમ ટીમ બનશે કે જે યુરોપિયન ટીમ ને હરાવશે આ પૂર્વે બ્રાઝિલને 2002માં જર્મનીને 2-0 થી માત આપી હતી.
- ફ્રાન્સના કાયલેન બાપપે અને ઓલિવર ગીરોડ એક પણ ગોલ ન નોંધાવે અને મેસી ગોલ નોંધાવી દે તો તે ગોલ્ડ બુટ નો હકદાર બની જશે.
ફ્રાન્સ ટીમ જો વિશ્વ કપ જીતે તો ક્યા નવા રેકોર્ડસ સર કરશે !!!
- ફ્રાન્સ જો વિશ્વ કપ જીતે તો તે 60 વર્ષમાં સફળતાપૂર્વક ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બનશે.
- વિશ્વ કપ જીતે તોતે ત્રીજી ટીમ બનશે ઇટલી અને બ્રાઝિલ બાદ.
- ડેસચેમ્પ ટીમનો પ્રથમ ખેલાડી અને પ્રથમ મેનેજર બનશે જો ફ્રાન્સ વિશ્વ કપ જીતે તો
- ફ્રાન્સ વિશ્વ કપ જીતશે તો યુરોપનું આધિપત્ય ફરી યથાવત રહેશે.
- ફ્રાન્સના કાયલેન બાપપે અને ઓલિવર ગીરોડ એક પણ ગોલ નોંધાવે અને મેસી ગોલ ન નોંધાવે તો તે ગોલ્ડ બુટના હકદાર બની જશે.
- બાપપે ફાઇનલમાં એક ગોલ નોંધાવે તો તે પેલે, કેમ્પેસ, જેમ્સ રોડડ્રિગઝની હરોળમાં આવી જશે.
- ફ્રાન્સ જીતે તો તે આર્જેન્ટીનાને સતત ચોકથી વખત તરીકે પ્રસ્થાપિત કરશે.