સૌરાષ્ટ્રમાં અનેક રીતે વિશેષ જસદણ માર્કેટીંગ યાર્ડના જાજરમાન વહીવટ આગળ ધપાવે તેવા જ સુકાનીને પ્રમુખ પદ આપવા સભ્યો એકમત

જસદણ માર્કેટ યાર્ડની બહુ ગાજેલી ચૂંટણી ગઈકાલે પૂર્ણ થઈ અને આજે શુક્રવારે ખેડુત વિભાગના દશ અને વેપારી વિભાગના ચાર ઉમેદવારો પણ જાહેર થઈ ગયા ખરીદ વેચાણ સંઘની એક બેઠક પર તો યાર્ડના પ્રમુખ અરવિંદભાઈ તાગડીયાતો પહેલેથીબિનહરીફ હતાં જ આમ કુલ મળી 15 સભ્યો ચૂંટાયા છે. ત્યારે આગામી જસદણ માર્કેટ યાર્ડના પ્રમુખ કોણ બનશે તે અંગે સહકારી અને રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી, સહકારી કામોમાં ગેરરીતિ ભ્રષ્ટાચારના પોપડા ખર્યા ઉઘાડપગા ખેડુતોનું શોષણ જેવા સમાચારો ભૂતકાળમાં પ્રસિધ્ધ થયાં પણ સૌરાષ્ટ્રમાં અગ્રહરોળમાં સ્થાન પામતું જસદણ માર્કેટ યાર્ડ પર એક નજર કરીએ તો થોડા વર્ષો પહેલા આ યાર્ડ 30 વિઘા જેટલી વિશાળ જગ્યા પર આ યાર્ડ તે સમયના પ્રમુખ પોપટભાઈ રાજપરા અને સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાના શાસનકાળમાં બનાવેલ વર્ષો પછી આ યાર્ડ વેપારીઓ, ખેડુતો, મજુરો, દલાલો માટે તમામ સુવિધાઓથી સજજ છે યાર્ડમાં પાયાથી બાંધકામ અને ત્યારબાદ જરૂરીયાત અનુસાર ખરીદીમાં ગુણવત્તા અને મજબૂતાઈ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હોવાથી વર્ષો પછી યાર્ડના બાંધકામ અને નીચેના સીમેન્ટ રોડની કાંકરી ખરી નથી ત્યારે આગામી દિવસોમાં આ યાર્ડના પ્રમુખ તરીકે ખુરશી પર કોણ બિરાજમાન થશે તે અંગે સહકારી માધાતાઓમાં અનેકવિધ અટકળ ઉઠવા પામી છે. જોકે હાલ વેપારી, ખેડુત વિભાગના સભ્યો વિજેતા બનતા ફુલહાર અબીલ ગુલાલની છોળો વચ્ચે ખુશાલીનો માહોલ છે.

 

જસદણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની બેઠકોનું પરિણામ જાહેર

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ માર્કેટીંગ યાર્ડની ગઈકાલે ચૂંટણીનું મતદાન યોજાયા બાદ આજે સવારે 9  મતગણતરી શરૂ થઈ હતી જેમાં પ્રથમ વેપારી મત વિભાગ ની ચાર બેઠકોનું પરિણામ જાહેર થયું છે જેમાં મહાવીરભાઈ ભુપતભાઈ ધાધલ (90 મત) ભાવેશભાઈ કરસનભાઈ રાદડિયા (75 મત), ગંગદાસભાઈ નાથાભાઈ કાકડીયા,  (68 મત), પ્રેમજીભાઈ અમરશીભાઈ રાજપરા, (64 મત). મળતા વિજેતા જાહેર થયા છે.વેપારી વિભાગના નોંધાયેલા 119 મતદારોમાંથી કુલ 118 મતદારોએ ગઇકાલે મતદાન કરતા વેપારી વિભાગમાં  99 ટકા મતદાન નોંધાયું હતું. વેપારી વિભાગ માં 8 ઉમેદવારો હતા.ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટેની મતગણતરી શરૂ થઇ છે. સહકારી ખરીદ વેચાણ મંડળીઓ નાં વિભાગની એક માત્ર બેઠક ઉપર રાજકોટ ડીસ્ટ્રિક કો ઓપરેટિંવ બેંકનાં ડિરેક્ટર અને જસદણ યાર્ડનાં ચેરમેન અરવિંદભાઈ તગડિયા બિનહરીફ થયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.