એશિયા કપનો પ્રારંભ 27 ઓગસ્ટથી થશે: 28મીએ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો

એશિયાના સૌથી મોટા ક્રિકેટ ચેમ્પિયન બનવા માટે મુકાબલાઓ શરૂ થવામાં અમુક જ દિવસ બાકી છે. સૌની નજર ભારત અને પાક.ના મુકાબલા પર જ છે. 28 ઓગસ્ટે દુબઈમાં યોજાનાર આ મેચની સાથે-સાથે ફેન્સ ટાઈટલ માટે બંને ટીમોને જ દાવેદાર માની રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમ 9 મહિના બાદ એકબીજા સામે ટકરાશે. આ અગાઉ બંને ટીમો 2021 ટી20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. તે મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે એશિયા કપમાં ભારતનો ’વિરાટ’ કોણ બનશે તેના પર નજર રહેશે.અકરમે કહ્યું કે,બાબર દરેક મેચમાં રન કરી રહ્યો છે. એવું કહી શકાય કે તે કોહલીની લાઈન પર જ આગળ વધી રહ્યો છે. પરંતુ કોહલી સાથે તેની સરખામણી યોગ્ય નથી. પાકિસ્તાન સામે સૌથી મોટું જોખમ સૂર્યકુમાર રહેશે. તે કોઈપણ નંબરે બેટિંગ કરવા આવી શકે છે. મુશ્કેલ શોટ્સ રમવામાં તે માહેર છે. મારી માટે તે 360 ડિગ્રી પ્લેયર છે. જ્યારે ભારત બાબર અને રિઝવાન પર જ અટેક કરશે કારણ કે, તેઓ રોહિત અને રાહુલ જેમ ટેક્નિકલી મજબૂત છે.

શાહીન આફ્રિદી પાકિસ્તાન ટીમનો ભાગ નથી. જે ટીમ માટે નુકસાન મનાશે. તે નવા બોલથી વિકેટ લેવામાં માહેર છે. સ્કોર પર બ્રેક લગાવવા સાથે નવા બોલથી વિકેટ લેવી જરૂરી હોય છે. તેને વિકેટ પણ મળે છે. ઘૂંટણની ઈજાથી રિકવર થવામાં સમય લાગે છે. ટીમ પાસે ઝડપી બોલર છે, પરંતુ ડાબોડી નહીં તેથી વેરિએશન નહીં મળી શકે. જ્યારે શાસ્ત્રીએ કહ્યું કે,બુમરાહના ન હોવાને કારણે ભારતને પણ નુકસાન તો થશે.

 

અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચેના

ટી-20 મુકાબલાઓ પર એક નજર

 

  1. સપ્ટેમ્બર, 14, 2007 ડર્બન બોલ આઉટમાં ઇન્ડીયાએ મેચ જીત્યું
  2. સપ્ટેમ્બર, 24, 2007 જોહનસીનબર્ગ ઇન્ડીયા પાંચ રને જીત્યું
  3. સપ્ટેમ્બર, 30, 2012 કોલંબો ઇન્ડીયા આઠ વિકેટે જીત્યુ
  4. ડિસેમ્બર, 25, 2012 બેંગલુરૂં પાકિસ્તાન પાંચ વિકેટે જીત્યું
  5. ડિસેમ્બર, 28, 2012 અમદાવાદ ઇન્ડીયા 11 રને જીત્યું
  6. માર્ચ, 21, 2014 મીરપુર ઇન્ડીયા 7 વિકેટે જીત્યું
  7. ફેબ્રુઆરી, 27, 2016 મીરપુર ઇન્ડીયા 5 વિકેટે જીત્યું
  8. માર્ચ, 19, 2016 કલકત્તા ઇન્ડીયા 6 વિકેટે જીત્યું

9. ઓક્ટોબર, 24, 2021                    દુબઇ       પાકિસ્તાન 10 વિકેટે જીત્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.