અધધ…13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના ભાગેડું મેહુલ ચોક્સીને લઇને સતત વિવિધ ન્યૂઝ અપડેટ સામે આવી રહ્યાં છે. હાલમાં જ મેહુલ ચોક્સી અચાનક ગાયબ થયાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસની શોધખોળ બાદ એન્ટીગુઆમાંથી મેહુલ ચોક્સી મળી આવ્યો હતો. પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યો હતો. મેહુલ ચોક્સીની ધરપકડના સમાચાર મળતા જ ભારતથી વિવિધ એજન્સીના ઓફિસરો પણ એન્ટીગુઆ પહોંચી ગયા અને કોર્ટમાં મેહુલ ચોક્સીને પરત લાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ જાન લીલા તોરણે પાછી આવી હોય તેવો ઘાટ સર્જાયો હતો. હવે મેહુલ ચોક્સીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ભાગેડું હિરા વેપારી મેહુલ ચોક્સીએ પોતાની કથિત ધોલાઇને લઇને એન્ટીગુઆ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. મેહુલ ચોક્સીએ ફરિયાદમાં જણાવ્યું છે કે એન્ટીગુઆ પોલીસના ઓફિસરો હોવાનો દાવો કરી 8થી 10 લોકોએ તેને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં તેનો મોબાઇલ, ઘડિયાળ અને પર્સ છીનવી લેવામાં આવ્યું હતું, આ શખ્સોએ તેને કહ્યું કે તેઓ તેને લૂંટવા નથી આવ્યા, બાદમાં તેઓએ પૈસા પરત આપી દીધા હતા.
બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા યુવતી વીફરી, બેન્ડ-વાજા લઈ પહોંચી યુવકના ઘરે
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી હાલ ડોમિનિકામાં પોલીસની કસ્ટડીમાં છે. મેહુલ એન્ટીગુઆથી 23 મેના રોજ રાતે અચાનક ગાયબ થઇ ગયો હતો. ત્યારબાદ 26 મેના રોજ ડોમિનિકામાંથી અંતરિક સુરક્ષા મંત્રાલયે ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ ડોમિનિકા જેલમાંથી મેહુલ ચોક્સીની કેટલીક તસવીરો સામે આવી હતી. આ તસવીરોમાં તેના હાથમાં ઇજાના નિશાન દેખાયા હતા.
ભાગેડુ ચોક્સી હાલ ડોમિનિકામાં પોતાના જામીનને લઇને મથામણ કરી રહ્યો છે. 8 જુને તેના જામીને લઇને કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે. ઇજાના કારણે ચોક્સી હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જો મેહુલ ચોક્સીને જામીન મળી ગયા તો પણ તેને સપ્તાહમાં દરરોજ સુનાવણીમાં હાજર રહેવું પડશે.