દેવેન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતી
ભારતીય સંસ્કૃતિ અને બંગાળી સાહિત્યના વિદ્વાનો રૂપમાં પ્રસિદ્ધ દેવેન્દ્રનાથ ટાગોર નો જન્મ 15 મે, 1817 ના રોજ ટાગોર પરિવારમાં કોલકાતા ખાતે થયો હતો.
તેમનું હિન્દુ દાર્શનિક, સામાજિક, ધાર્મિક અને સાહિત્યિક ક્ષેત્રમાં આગવું યોગદાન છે.
તેમના પુત્ર રવિન્દ્રનાથ ટાગોર એક વિશ્વ વિખ્યાત કવિ, સાહિત્યકાર, સમાજ સુધારક હતા જ્યારે સત્યેન્દ્રનાથ ટાગોર ભારતીય લોક સેવા પરીક્ષા પાસ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.
તેમની દાનશીલતાના લીધે તેને ‘પીસ’ ની ઉપાધિ આપવામાં આવી હતી. તેમને ઉચ્ચ ચરિત્ર, આધ્યાત્મિક જ્ઞાનના કારણે દરેક દેશવાસી તેમનામાં શ્રદ્ધા ભાવ રાખતા હતા અને તેમને ‘મહર્ષિ’ ઉપનામ આપ્યું હતું.
રાજા રામ મોહનરાય ની માફક દેવેન્દ્રનાથ ઈચ્છતા હતા કે હિન્દુ ધર્મ નષ્ટ કરવાથી નહિ પરંતુ તેમાં સુધારો કરીને સામાજિક સુધારો કરી શકાય છે. તેમણે વિધવા પુનઃવિવાહ અને સ્ત્રી શિક્ષણ ને ઉત્તેજન આપ્યું હતું અને સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો.
વર્ષ 1839 માં તત્વબોધીની સભા (ટુથ સેક્સ એસોસિયેશન)ની સ્થાપના કરી હતી.
તેમણે તેમણે વર્ષ 1843 માં ‘તત્વબોધિની’ પત્રિકા પ્રકાશિત કરી, જેનો ઉદ્દેશ માતૃભાષા વિકાસ તથા વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રના અધ્યયનની જરૂરિયાત પર બળ, અંધવિશ્વાસ, કુરિવાજો વિરોધ અને ઈસાઈ મિશનરી દ્વારા કરવામાં આવતા ધર્મ પરિવર્તનનો વિરોધ વગેરે હતો.
તેમણે વર્ષ 1833 માં સમાજ સુધારક રાજારામ મોહનરાય મૃત્યુ બાદ બ્રહ્મસભાનું નેતૃત્વ કર્યું હતું અને વર્ષ 1859માં તત્વબોધીની સભા તથા બ્રહ્મ સભાનું એકીકરણ કરી બ્રહ્મસમાજની રચના કરી હતી.
બ્રહ્મોસમાજ સદસ્ય કેશવચંદ્રસેન ના વિધવા વિવાહ અને આંતરજાતીય વિવાહ જેવા વિચારોથી અસંતુષ્ટ થતા દેવેન્દ્રનાથ આદિ બ્રહ્મોસમાજ ની સ્થાપના કરી, જે એકેશ્વરવાદ માં વિશ્વાસ રાખતા હતા જ્યારે કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી.
તેઓ વર્ષ 1851 માં સ્થપાયેલ બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશનના પ્રથમ સચિવ બન્યા હતા.
આ સંસ્થા નો ઉદ્દેશ બંધારણીય આંદોલન દ્વારા દેશના વહીવટમાં દેશવાસીઓ ભાગીદારી વધારવાનો હતો.
વર્ષ 1863માં તેમણે ગ્રામીણ બંગાળમાં શાંતિનિકેતન સંસ્થા સ્થાયી હતી.
તેમનું અવસાન 19 જાન્યુઆરી, 1905માં કોલકાતા ખાતે થયું હતું.