રાજ્યમાં 8 મહાનગરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદેદારો, પદાધિકારીઓની નીમણુંકનો સીલસીલો યથાવત છે. ત્યારે હાલ રાજકોટ મહાનગર પાલિકાના વિવિધ મોરચાના હોદેદારોની આજરોજ વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પતિલના નેતૃત્વ હેઠળ આ વરણી કરાઈ છે.
રાજકોટ મનપાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે કિરણબેન માકડીયા, મહામંત્રી તરીકે કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલની નિમણૂક કરાઇ છે. જ્યારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે લલિતભાઈ વાડોલીયા, મહામંત્રી તરીકે જે.પી. ઘામેચા અને રત્નાભાઇ રબારીની નિમણૂક કરાઇ છે. જ્યારે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પદનો હવાલો મહેશભાઈ અઘેરા, મહામંત્રી તરીકે નાનજીભાઈ પારઘી અને વજુભાઈ લુણાસિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કિસાન મોરચાના પ્રમુખ તરીકે ભરતભાઈ શિંગાળા તો મહામંત્રી તરીકે રસિકભાઈ પટેલ અને યોગેશભાઈ ભુવાની વરણી કરાઈ છે. તો લઘુમતી મોરચાનો પ્રમુખપદનો તાજ યાકુબખાન પઠાણને સોંપયો છે તો મહામંત્રી તરીકે વાહિદભાઈ સમા અને રાજુભાઈ દલવાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઇનચાર્જ વિનોદભાઈ ચાવડા સાથે વિચાર-વિમર્શ અને રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરભાઈ ઠકરાર તેમજ પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ સાથે સંકલન કરી રાજકોટ મહાનગરના વિવિધ મોરચાના હોદ્દેદારોની આ નિમણૂક કરવામાં આવી છે.