કોરોના મુકત થવાની હોડમાં વિવિધ દેશોમાં વિભિન્ન રસીઓને મંજૂરી પણ 100 ટકા વિશ્વાસનીયતાનો હજુ અભાવ
‘મારી રસી પહેલા બને અને જટ મંજૂરી મળે’ની હરિફાઈએ હવે, જોખમ વધાર્યું
ઓક્સફર્ડ – એસ્ટ્રાજેનેકાની રસી પર યુરોપીયન દેશોનો પ્રતિબંધ
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં છવાયેલી મહામારીને દોઢેક વર્ષ જેટલો સમય વીતિ ગયો છે. વિશ્વ આમાંથી મૂકત થયું નથી. નાનકડા એવા વાયરસે હાહાકાર મચાવી દીધો છે. જેને નાથવા હાલ, ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. પરંતુ રસીની આડઅસરની આશંકા અને 100 ટકા વિશ્વસનીયતાના અભાવે રસીની ‘રસ્સાખેંચ’ ફરી શરૂ થઈ છે.‘મારી રસી જટ બને અને જટ સરકારની મંજૂરી મળે’ કે જેથી આર્થિક યશ ખાટી શકાય આ પ્રકારની રસી ઉત્પાદક કંપનીઓની હોડ તો નાગરિકોને જટ રસીના ડોઝ આપી જટ કોરોનામુકત થઈ રાજકીય લાભ મેળવાય એ માટે વિશ્વના દેશ અને સરકાર વચ્ચે હોડ જામી હતી. આ પ્રકારની રસીની ‘રસ્સાખેંચ’થી હવે, જોખમ વધુ ઉભુ થયું છે. વિવિધ દેશોએ વિભિન્ન રસીઓને મંજૂરી તો આપી દીધી છે. પરંતુ આડઅસરનાં કેસ સામે આવતા વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે. રસીની ‘રસ્સાખેંચ’માં કોનો ભરોસો કરવો?? કઈ રસી વિશ્ર્વસપાત્ર છે?? તેવા પ્રશ્ર્નો ઉભા થયા છે.
ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીથી દર્દીનાં શરીરમાં લોહી જામી જતું હોવાનો યુરોપના ધણા દેશોએ મત વ્યકત કર્યો છે. અને આ કારણસર નેધરલેન્ડ સહિતના સાતેક જેટલા દેશોએ ડોઝ આપવાથી પ્રતિબંધ મૂકી દીધો છે.તો ફાઈઝર અને મોડર્ના રસી પણ સંપૂર્ણ કારગર ન હોવાનો ઘણા દેશોનો મત છે. રસીની આ ‘રસ્સાખેંચ’માં ક, રસી વિશ્વસપાત્ર છે તે નકકી કરવું ઘણુ મુશ્કેલ છે.કારણ કે, આ બાબત માત્ર ડોઝ નહીં પણ દર્દીની તાસીર પર પણ આધાર રાખે છે. જોકે, ફાઈઝર, મોડર્ના કે ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને ભારતમાં મંજૂરી મળી નથી. ભારતમાં હાલ, સ્વદેશી જ કોવેકિશન અને કોવિશીલ્ડના ડોઝ અપાઈ રહ્યા છે.
રસીની ‘રસ્સાખેંચ’માં ભારતે ચોકકસપણે મેદાન માર્યું છે. ભારતીય રસીની બોલબાલા વિશ્વઆખામાં થઈ રહી છે. આમાં ચીનને પણ પછાડી ભારત આગળ નીકળી ગયું છે. સૌ પ્રથમ રસી ચીન અને રશિયાએ જ વિકસાવી હતી. પરંતુ યોગ્ય પરીક્ષણનો અભાવ, પૂરતો સમયગાળો ન મળતા હવે ચીનની રસી ફગોળાઈ રહી છે. પાકિસ્તાને પણ ચીનની રસી લેવાની ના પાડી દીધી છે. જયારે ભારતે ભલે રસી પાછળથી વિકસાવી પરંતુ હાલ, ભારતની જ રસીની બોલબાલા છે.વિશ્ર્વભરમાં ભારતીય રસી પહોચી છે.