વિસાવદર તાલુકામાં ગૌચર કપાય બચવા પામેલ નથી અને થોડું બચેલ છે તેમાંથી બેફામ પોલીસની મીઠી નજર સામે ખનીજ ચોરી થઇ રહેલી છે. પોલીસ શું માત્ર માસ્કના પહેરેલ હોય તેવા લોકોને દંડ ફટકારવામાં જ રસ છે. ખનીજ ચોરીમાં મોટા માથા સંડોવાયેલા હોય છે.
ગૌચર લેસ માત્ર બચી શકે તેમ નથી. ગુજરાત સરકાર ગૌચર બચાવવા દબાણ ખુલ્લા કરવા મથી રહી છે ત્યારે આવા ખનીજ ચોરો ગૌચર નેશ નાબુદ કરવા જાણે બીડુ ઝડપયું હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામજનોને આશા છે કે વિસાવદર મામલતદાર ખનીજ ચોરી ઉપર કડક કાર્યવાહી કરશે. ખનીજ ચોરોના હાથ ઘણા લાંબા હોય તેવું સાબીત થઇ રહ્યું છે. વિસાવદર તાલુકાની નેતાગીરી પણ આમા નિષ્ફળ નિવડી હોય તેવું લાગી રહ્યું છે.
ખનીજ ચોરોને પકડીને સખ્ત કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાને દંડ વસુલ કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.