કહેવાય છે ને કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’ આ ઉક્તિ દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સાર્થક બની છે તેમ કહી શકાય. જ્યાં ખુદ જગતનો નાથ બિરાજે છે ત્યાં વિનાશક વાવાઝોડાની શી વિસાત? વાવાઝોડાને વામણુ બનાવીને તથા કુદરતના આ કહેર ઝઝુમવાનું બળ અને સાવ સામાન્ય નુકશાન સાથે બચાવ કરીને ખુદ જગતના નાથે રંગ રાખ્યો છે.
‘તાઉતે’ વાવાઝોડુ દેવભૂમિ દ્વારકામાં બે અસર રહ્યું હતું વાવાઝોડા પહેલા આ વાવાઝોડુ દ્વારકાના દરિયા કાંઠાને સંભવિત ધમરોળશે આ પ્રમાણેની સંભવિત આગાહી વચ્ચે સર્જાયો ચમત્કાર અને આ દરિયાકાંઠાના વિસ્તારનો બે ગજબ રીતે એંસી ટકાના પ્રમાણમાં બચાવ થતા દ્વારકાવાસીઓ હ્રદ્યપૂર્વક દ્વારકાધીશજીનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે અત્યાર સુધીના અનેક વાવાઝોડા ઝંઝાવતી તુફાન સાથે કિલો મીટર કાંપી પોરબંદર સુધી પહોંચ્ચે ત્યાંથી દ્વારકા જ્યાં વચ્ચે આવેલ હરસિધ્ધજી મંદિર આગળ વાવાઝોડાના સૂર સરીયા થવાના અનેકા-અનેક ચમત્કાર સર્જાયા છે. તાઉતેની ગતિથી સંભવિત સર્જાવવાથી ખાનાખરાબીનો સામે જીલ્લા પ્રશાસન દ્વારા લાજવાબ કામગીરી કરવામાં આવી હતી.
વીસ ટકા જેટલી આંશિક અસરમાં જીલ્લામાં 180 જેટલા ગામડાઓમાં વિજપૂરવઠો ખોરવાયો હતો 38 જેટલા વૃક્ષો તૂટી પડ્યા હતા અંદાજે સાડા ત્રણસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પી.જી.વી.સી.એલ. કાું. દ્વારા તૈનાત કરવામાં આવેલી ટીમો દ્વારા તત્કાલ એકસો જેટલા ગામડામાં વિજ પૂરવઠો પુન:કાર્યરત કરાયો હતો. જ્યારે ગુજરાત ગર્વમેન્ટ દ્વારા આ જીલ્લામાં વધુ 108 બસો આપવામાં આવી હતી. જીલ્લાનાં સમગ્ર દરિયાકાંઠા પરની તમામ બોટો તથા ખલાશીની અવર-જવર પર બ્રેક લગાવવામાં આવી હતી. જીલ્લા વહિવટી તંત્રની કામગીરી ખૂબ લાજવાબ રહી હતી. એ સામે વાવાઝોડા નામનું ભયાવહ સંકટ એકા-એક ટળી જવું આ ચમત્કારને શું માની શકાય? દ્વારકાના ભય સ્થાન પર હજારો વર્ષોથી બિરાજતા દ્વારકાધીશ મંદિર બાબતે એક લોક માન્યતા પુરાવા સાથે પ્રબળ બનાવે કે દાયકાઓના દાયકા દરમ્યાન જ્યારે પણ તુફાની વાવાઝોડું ચારે તરફ તબાહી મચાવતુ હોય ત્યારે લોકો ભયભીત બની રહ્યા હોય હવામાન વિભાગ દ્વારા 2 નંબરના સિગ્નલો લગાડવામાં આવ્યા હોય અને સ્થિતિ જ્યારે ચિંતાજનક બની રહી હોય ત્યારે દ્વારકાધીશ મંદિરે ફરકતી બાવનગજની ધ્વજામાં એકા એક જ પરિવર્તન થાય છે તદ્ન નજીકના દરિયામાં ભયંકર મોજાની છોડો તીવ્ર ભયાવહ પવન આકાશમાં અંધારૂ આ મુજબના પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ વચ્ચે જગત મંદિરથી ધ્વજા આપો આપ અડધી કાઠી થઇ જાય છે. જ્યારે જ્યારે પણ અડધી કાઠીએ ધ્વજા થઇ જાય છે ત્યારે અહિંના લોકોમાં વિશ્ર્વાસ દ્રઢ બની જાય છે કે દ્વારકાધીશનો આ સંકેત છે કે કોઇ દ્વારકાનગરી સુધી પહોંચી જશે નહિં આ વખતે તા.18 પહેલા જ ધ્વજા અડધી કાઠીએ થઇ ગઇ હતી.
અત્યાર સુધીના અગણિત વાવાઝોડા કોઇપણ દિશામાંથી આવતા હોય છે પરંતુ આ વાવાઝોડાનું આક્રમણ વેરાવળ-સોમનાથ-પોરબંદર સુધી ઝંઝાવતી રહે છે. પરંતુ પોરબંદર બાદ હરસિધ્ધિ મંદિરે આવા ચક્રવાતની તીવ્રતા ખૂબ ઘટી જાય છે. અથવા ત્યાંથી ફંટાઇ જાય છે આવા અનેક ચમત્કારો સર્જાયા છે આ વખતના આ મૌજૂદ દ્રશ્યોને લોકોની શ્રધ્ધાને જીવંત સાક્ષીમાં પૂરવાર કરી છે. સોમવારે રાત્રે 11 વાગ્યાથી તાઉતે આક્રમકતા સાથે પોરબંદર આવ્યા બાદ મંગળવારે દિવસ દરમ્યાન કોઇપણ જાતનું બિહામણી સ્થિતિ નિર્માણ કરશે આવી આગાહી સામે આ સમયે દરમ્યાન આ જીલ્લામાં આવુ કાંઇ બન્યુ જ નહિં. માત્ર વાદળ છાંયુ વાતાવરણ શીત પવનની લહેર સિવાય કશુ બન્યું નહિં. આ જીવંત ચમત્કારથી આ વિસ્તારના લોકો ગદ્ગદ્ થઇ રહ્યાં છે અને શ્રી દ્વારકાધીશનો આભાર વ્યક્ત કરવા ખંભાલિયામાં કેટલાક શ્રધ્ધાળુઓ દ્વારા શ્રી દ્વારકાધીશને પ્રિય એવા યજ્ઞ કરવા આયોજન કરવામાં આવ્યું છે.