કવાટર્સની નાની ઓરડીમાં દારૂ રાખનાર દક્ષિણી માત્ર મ્હોરૂ: રૂા.૨૦ લાખી વધુનો દારૂ હોવાની ચર્ચા

લોકમુખે તી ચર્ચા પોલીસ ચોપડે નોંધાયેલો દારૂ માત્ર ચોથો ભાગનો હતો, ત્રણ ભાગ ગયા કયાં ?

શહેરના રાષ્ટ્રીય શાળાના કમ્પાઉન્ડ પાછળના ભાગે અંદર આવેલ કવાર્ટસના રૂમમાં પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો જે બાબતે લોકોના મુખે અનેક ચર્ચાઓ ઈ રહી છે. ગેરકાયદેસર રીતે કવાર્ટસમાં રહેતો સંદીપ દક્ષિણી નામના શખ્સે દારૂ મંગાવ્યો અને પોલીસે ઝડપી લીધો એ વાત ગળે ઉતરતી ન હોય તેવું લાગી રહ્યું છે. મોંઘાદાટ વિદેશી દારૂ પ્રકરણમાં કોઈ શખ્સ કારીગરી કરી હોય તેવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે.

ગઈકાલે બપોરના સમયે રાષ્ટ્રીય શાળા પાછળ આવેલ કમ્પાઉન્ડમાં જૂના સ્ટાફ કવાર્ટરમાં રહેતા સંદીપ દિલીપ દક્ષિણી નામના શખ્સના બંધ કવાર્ટરમાં એ-ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો. શખ્સ મળી ન આવતા પોલીસે દરવાજાના તાળા તોડી અંદર તપાસ કરતા મોંઘાદાટ વિદેશી દારૂની સ્કોચ વ્હીસ્કી જેવી અલગ અલગ ૨૩ બ્રાન્ડનો રૂા.૫,૧૮,૯૭૫ની ૪૬૩ બોટલ મળી આવતા પોલીસે સંદીપ દક્ષિણી નામના શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે. ઝડપાયેલા દારૂ પ્રકરણમાં નવી-નવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે. પોલીસ તંત્રની એક બ્રાંચે દરોડો પાડયો હોવાનું અને મોંઘીદાટ વિદેશી દારૂ માત્ર ૫.૧૮ લાખની જ નહીં પરંતુ ૨૦ લાખી વધુ કિંમતનો દારૂનો જથ્થો હોવાનું તા ઝડપાયેલા દારૂમાં પણ અમુક પ્રકારની મોંઘીદાટ દારૂ બારોબાર સગેવગે કરી નાખી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એક બ્રાંચ દ્વારા આ સમગ્ર કેસને એ-ડીવીઝન પોલીસને સોંપી દઈ મોટી કારીગરી કરી હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

માત્ર ૩૦ થી ૩૫ હજારની કિંમતની ફન્ટીકાર ધરાવતા સંદીપ દક્ષિણી પાસે આવી મોંઘીદાટ વિદેશી દારૂનો મોટો જથ્ો આવ્યો કયાંથી તે એક સવાલ ઉભો યો છે. સંદિપ દક્ષિણી માત્ર મોહરો હોય તેવું લાગી રહ્યું છે અને સંદિપ દક્ષિણી પાછળનો કલાકાર કોણ કે જેણે આટલો મોટો જથ્થો વિદેશી દારૂનો મંગાવ્યો હોય અને આ કવાર્ટરમાં સપ્લાય કર્યો હોય અને સમગ્ર પ્રકરણમાથી એક બ્રાન્ચ હાથ સેરવી લીધો હોય તેવી ચર્ચાઓના પગલે જો આ વિદેશી દારૂ પ્રકરણમાં શહેર પોલીસ કમિશનર દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હા ધરવામાં આવે તો અનેક રહસ્યો બહાર આવે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.