ઓફિશીયલ સિક્રેટ એકટનો કરાયો ભંગ: એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ
સુપ્રિમ કોર્ટએ રાફેલ કરાર ઉપર પોતાના નિર્ણય ઉપર ફરીથી વિચાર વિમર્શ માટે મહત્વપૂર્ણ સુનવણી હાથ ધરી છે. જેમાં રક્ષા મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ફાઇલો ચોરી થવાની પણ વાત સામે આવી હતી. સાથો સાથ એફ-૧૬ ફાયટર જેટની પણ વાત સામે આવી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા આ અંગેની સુનવણીની તારીખ ૧૪ માર્ચની રાખી છે. પાકિસ્તાન દ્વારા ર૭ ફેબ્રુઆરીના રોજ જે એફ-૧૬ ફાઇટર જેટ ભારતીય સીમમાં ધુસ્યા હતા તે નાકામ કોશિષ વિશે પણ કોર્ટમાં વાત કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટનાં એર્ટની જનરલ કે.કે. વેણુગોપાલએ જણાવ્યું હતું કે જો એફ-૧૬ ઉચ્ચ કક્ષાનું ફાઇટર જેટ છે. તો શું ભારતે તેના કરતા સારી ગુણવતા વારૂ વિમાન નથી જોઇતું વધુ તેઓએ જણાવ્યું હતું કે પાકને મુહતોડ જવાબ દેવા માટે મીગ વિમાનને ખુબ જ સારુ કાર્ય કર્યુ છે. ત્યારે રાફેલ કરારને લઇ સરકાર અને દેશને નુકશાની વેઠવી પડશે. જે ન થાય તે માટે સરકારે કાર્યરત થવું જોઇએ.
ત્યારે સુનવણી દરમિયાન એટર્ની જનરલને સરકાર તરફથી કોર્ટને જણાવ્યું હતું કે, જે દસ્તાવેજો ઉપર એડવોકેટ પ્રશાંત ભુષણ ભરોસો કરી રહ્યા હતા. તે રક્ષા મંત્રાલયમાથી ઓરાણ ગયા છે. વધુમાં એટર્ની જનરલએ જણાવ્યું હતું કે રાફેલ કરારથી જોડાયેલા દસ્તાવેજોને સાર્વજનીક કરવાથી સરકારી ગોપનીયતાની અવવેલણા કરવામાં આવી છે. ત્યારે સુપ્રિમના ચીફ જસ્ટીસ રંજન ગેગોઇ એ અટર્ની જનરલને જણાવ્યું હતું કે ભોજન સમય બાદ ચોરાઇ ગયેલા દસ્તાવેજોની શું કાર્યવાહી થઇ છે તે વિશે માહીતી આપે.
એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ દ્વારા ઓફિશીયલ સિક્રેટ એકટનો હવાલો સોંપવામાં આવતા જજનો ખંડપીઠે એટર્ની જનરલને પૂછયું હતું કે જો કોઇ રાફેલ કરારને લઇ ભ્રષ્ટાચાર થયો હોઇ તો સરકાર ને સમયે શું ઓફીશીયલ સિક્રેટ એકટનો સહારો લઇ શકાય ત્યારે એટર્ની જનરલને જજોની બેંચને જણાવતા કહ્યું હતું કે જે લોકોએ દસ્તાવેજો પ્રકાશીત કર્યા તે સર્વેએ કોર્ટને જણાવવું જોઇએ એ તેઓને તે દસ્તાવેજ કેવી રીતે મળ્યા
મોદી સામે ખટલો ચલાવવા પુરતો દારૂગોળો
રાફેલ મુદ્દાને લઈ જે મહત્વપૂર્ણ દસ્તાવેજો જે રક્ષા મંત્રાલયમાંથી ચોરી થવાની વાત સામે આવી છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાફેલ કરારને લઈ મોદી સામે પુરતો દા‚ગોળો છે અને તેમને વધુમાં કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ ફરીથી રાફેલ કેસ શ‚ કરે તો સાચી હકીકત સામે આવશે. કારણ કે સરકાર દ્વારા ૩૬ જેટલા રાફેલ ફાઈટર જેટોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું.
પ્રધાનમંત્રી સામે પુરતા પુરાવાઓ એકત્રીત કરવામાં આવ્યા છે. જયારથી ખબર પડે કે રાફેલ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જેને લઈ સરકાર, ડેસોલ્ટ અને અનિલ અંબાણી દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢયા હતા. ત્યારે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, રાફેલ કરારને લઈ દસ્તાવેજો એકત્રીત કરવામાં આવ્યા હતા તે રક્ષા મંત્રાલયમાંથી ચોરી થતા મામલો જાણે ગોટાળે ચડયો હોય તેવું સામે આવ્યું છે.