કોઈપણ એરલાઈન્સ ઓસ્ટ્રેલીયા, બેલજીયમ, બલ્ગેરીયા, ક્રોએશીયા, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, લીથુનીયા, લેકઝમબર્ગ, સ્પેન, સ્વીડન, સ્વીટઝલેન્ડ, તુર્કી, યુ.કે.થી વિદેશી પ્રવાસીઓને ભારત લાવી શકશે નહિ. ફીલીફાઈન્સ, મલેશિયા અને અફઘાનીસ્તાન ખાતેથી પણ વિદેશી પ્રવાસી લાવી શકશે નહી. ઉપરોકત વિસ્તારોમાંથી પસાર થતી વિમાની સેવા ત્યાંથી કોઈ પ્રવાસીને ભારત લાવી શકશે નહી. ૧૮ માર્ચ બાદ યુએઈ, કતા, ઓમાન અને કુવૈતથી આવતા દરેક પ્રવાસીએ કવોરેન્ટાઈન કરાવવું પડશે.
જેમણે ૧૫ ફેબ્રુઆરી કે ત્યારબાદ ચીન, કોરીયા, ઈરાન, ઈટાલી, સ્પેન, ફ્રાંસ અને જર્મનીની મુલાકાત લીધી હોય કે ત્યાંથી પસાર થયા હોય તો પણ કવોરેન્ટાઈન કરાવવું પડશે કવોરેન્ટાઈન સમયગાળો ૧૪ દિવસો છે.વિદેશથી આવતા ભારતીયો માટે કોવિદ-૧૯ નેગેટીવ પ્રમાણપત્ર જરૂરી છે ? તે અંગે જણાવ્યું છે કે કોરીયા કે ઈટાલીથી આવતા પ્રવાસીઓ માટે આવું પ્રમાણપત્ર જરૂરી છે. જોકે ઈટાલીથી ૧૮ માર્ચ બાદ નીકળેલા પ્રવાસીઓને ભારતમાં પ્રવેશવા નહી દેવાય.ચીન, કોરીયા, ઈરાન, ઈટાલી, સ્પેન, ફ્રાંસ, જર્મનીથી ભારત આવતા દરેક પ્રવાસીઓને કવોરેન્ટાઈન કરાવવું પડશે.
આ ઉપરાંત ૧૮ માર્ચ બાદ યુએઈ કતાર, ઓમાન અને કુવૈતથી આવતા દરેક ભારતીયે દેશમા આવતી વખતે કવોરેન્ટાઈન કરાવવું પડશે.
વિદેશ મંત્રાલયની માર્ગદર્શિકા શું કહે છે ?
દેશમાં કોરોનાનો વ્યાપ ન વધે તે માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા પણ આ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.જેમાં વિદેશથી આવતા ભારતીયો દેશમાંથી વિદેશ પ્રવાસ અભ્યાસ અર્થે જતા દેશવાસીઓ તથા દેશમાં રહેલા વિદેશીઓ માટે કેટલીક માર્ગદર્શિક, સુચનાઓ જાહેર કરવામાં આવી છે.
વિદેશ જવા ઈચ્છતા ભારતીયો માટે
ભારતીયોને કોરોના વાયરસ અસરગ્રસ્ત દેશોનો પ્રવાસ નહી કરવાની અપીલ કરાઈ છે. જોકે ચોકકસ દેશના લોકોને પણ ભારતમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે. યુએઈ, કતાર, ઓમાન, કુવૈતથી ૧૮ માર્ચ બાદ આવનારા તમામ મુસાફરોને કવોરેન્ટાઈન કરાવવું પડશે.
આ ઉપરાંત જેણે ૧૫ ફેબ્રુઆરી કે ત્યારબાદ ચીન, કોરીયા, ઈરાન, ઈટાલી, સ્પેન, ફ્રાંસ અને જર્મનીની મુલાકાત લીધી હશે તેણે કવોરેન્ટાઈન કરાવવું પડશે.
દેશમાં રહેલા વિદેશીઓ માટે
દેશમાં રહેલા વિદેશીઓનાં વિઝા વધુ લંબાવી શકાશે? એ અંગે જણાવાયું છે કે દેશમાં રહેલા વિદેશી પ્રવાસીઓએ ઈ-એફઆરઆરઓ મારફત જે તે દેશના દૂતાવાસનો સંપર્ક કરવાનો રહેશે ભારતમાં રહેલા વિદેશીઓ વિદેશ જઈ શકશે પણ જો કે તેઓ ભારત પરત ફરે ત્યારે ફરી નવા વિઝા લેવા પડશે.