જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને કોરોના પ્રતિરોધક વેકસીન ઝુંબેશમાં કુલ 3,93,836 લોકોને વેકસીન આપી સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. આમ જોઇએ તો બીજા ડોઝમાં 45 વર્ષથી ઉપરના 76,611 ગ્રામજનોને વેકસીન લીધી છે. જયારે 18 થી 44 વર્ષ વચ્ચેના માત્ર 157 યુવાનોએ વેકસીન લીધાનું જાણવા મળે છે.જિલ્લામાં 6 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનોને માટે કોરોના સુરક્ષા કવચ એટલે કે, કોરોના પ્રતિરોધક વેકસીન આપવાની ઝુંબેશ હાથ ધરાઇ છે.
વેક્સિન લેવામાં ગ્રામજનો મોખરે:3.93 લાખથી વધુનું રસીકરણ
45 વર્ષથી ઉપરના 2.89 લાખ જ્યારે 18 વર્ષથી ઉપરના 1.04 લાખ લોકોએ રસી લીધી; એકમાત્ર જોડિયા તાલુકો વેક્સિન લેવામાં પાછળ
જેમાં પ્રથમ ડોઝ 45 વર્ષથી ઉપરના 2,89,459 ગ્રામજનોને વેકસીન આપવામાં આવી છે. જયારે 18 થી 44 વર્ષ વચ્ચેના 1,04,377 ગ્રામજનોને વેકસીન આપતા કુલ 3,93,836 આંક પહોંચ્યો છે. તે જ રીતે જો બીજા ડોઝની વાત કરીએ તો 45 વર્ષથી ઉપરના 76,611 ગ્રામજનોએ વેકસીન લીધી છે. જયારે 18 વર્ષથી ઉપરના માત્ર 157 યુવાનોએ વેકસીન લીધી હોવાનું જાહેર કરાયું છે.ધ્રોલ તાલુકામાં પ્રથમ ડોઝ 45 વર્ષથી ઉપરના 22,537 ગ્રામજનોએ લીધો છે. જયારે બીજો ડોઝ 7,659 ગ્રામજનોએ લીધો છે.
લાલપુર તાલુકામાં 41,206 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જયારે બીજો ડોઝ 8,804 ગ્રામજનોએ મેળવ્યો છે. કાલાવડ તાલુકાની વાત કરીએ તો કાલાવડ તાલુકામાં 41,596 લોકોએ પ્રથમ ડોઝ અને 10,189 ગ્રામજનોએ બીજો ડોઝ લીધો છે. જામનગર જિલ્લામાં જામનગર તાલુકો ડોઝ લેવામાં મોખરે રહ્યો છે.જામનગર તાલુકામાં પ્રથમ ડોઝ 1,08,587 ગ્રામજનોએ લીધો છે. જયારે બીજો ડોઝ 19909 ગ્રામજનોએ લીધો છે. જામજોધપુર તાલુકામાં પ્રથમ ડોઝ 39,398 ગ્રામજનોએ લીધો છે.
જયારે બીજો ડોઝ 12,539 ગ્રામજનોએ લીધેલ છે. જોડિયા તાલુકો વેકસીનના ડોઝ લેવામાં જિલ્લા કક્ષાએથી સૌથી છેલ્લુ સ્થાન ધરાવે છે. એટલે કે સૌથી ઓછા ડોઝ જોડિયાના ગ્રામજનોએ લીધા છે. જોડિયા તાલુકામાં પ્રથમ ડોઝ 15,406 ગ્રામજનોએ લીધો છે. જયારે બીજો ડોઝ 6,544 લોકોએ લીધો હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોમાંથી જાણવા મળે છે.જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી સાથે થયેલી વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, 45 વર્ષથી ઉપર ગ્રામજનોને વેકસીન આપવા માટે થઇને ઝુંબેશમાં ગ્રામજનો સહકાર આપે છે.
તેના પ્રમાણમાં યુવાનો વેકસીન લેવા માટે આવી રહ્યા છે. પરંતુ વેકસીનના જથ્થામાં વધઘટ રહેતી હોય જેથી 1600થી 1800ની વચ્ચે વેકસીન આપવા માટે પ્રયાસ કરવામાં આવે છે. અંદાજે 4000 જેટલા ડોઝ દૈનિક સરકાર તરફથી ફાળવવામાં આવે તે પ્રમાણે તાલુકા મથક ઉપરથી ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવામાં આવી રહ્યો છે. સમયસર અને પુરતા પ્રમાણમાં વેકસીનનો જથ્થો મળે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને કોરોના પ્રતિરોધક વેકસીનથી સુરક્ષાનું કવચ પુરૂ પાડવાનું આયોજન પણ કરેલ છે.