જામનગર મહાપાલિકાએ તબીબી અધિકારી ભરવા લીધી પરીક્ષા

મ્યુ. કમિશનર, ડીડીઓએ પરીક્ષા સ્થળની મુલાકાત લીધી

મહાપાલિકા દ્વારા ૧૩ તબીબોને ભરતી કરવા પરિક્ષા લેવામાં આવી હતી. પરિક્ષામાં ૧૧૫માંથી ૩૦ તબીબોએ પરિક્ષા આપી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તબીબી અધિકારી વર્ગ ૨ ની લેખિત ભરતી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ મા પરીક્ષા લેવામાં આવી હતી, તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ ની પ્રક્રિયાઓનું પાલન થાય તે રીતે પરીક્ષા લેવામાં આવી હતી. ખુદ મ્યુનિ.કમિશનર, ડી.ડી.ઓ. ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા પરીક્ષાખંડ નુ તેમજ પરિક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને પરિક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઇ હતી.

meter 1 1

જામનગર મહાનગરપાલિકામાં એમ.બી.બી.એસ કક્ષાના ૧૩ તબીબોની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામનગરની સજુબા સરકારી હાઈસ્કૂલમાં જામનગર મહાનગરપાલિકા આયોજિત તબીબી અધિકારી વર્ગ-૨ ની લેખિત ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષામાં કુલ ૧૧૫ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૩૦ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે અંગેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઈ હતી.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર શ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિપીન ગર્ગ, ડેપ્યુટી કમિશનર  એકે વસ્તાણી, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર સહિતના અધિકારીઓએ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.