‘છોટે મિયા’માંથી ‘બડે મિયા’ બનવા ખોરાક અને વ્યાયામ પર ખાસ ધ્યાન આપવું જરૂરી
વધુ-ઓછી ઉંચાઇ માતા-પિતા પર આધારિત છતાં આ સાથે રહેણી-કરણીની ખોટી ટેવો પણ જવાબદાર
‘હું નાનો નથી, પણ આ દુનિયા બહુ મોટી છે!’
સામાન્ય રીતે ઠિંગણી હાઇટ હોવાના કારણે છોકરો હોય કે છોકરી તમામ ખૂબ પરેશાન રહેતા હોય છે તેનું કારણએ પણ છે કે ઠિંગણી હાઇટના કારણે આપણા સમાજમાં આવા વ્યક્તિઓની ઉપેક્ષા થતી હોય છે. તો કેટલી વાર કરિયર માટે પણ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એમાં પણ નીચી હાઇટથી છોકરીને વધુ તકલીફ વેઠવી પડતી હોય છે. ખાસ કરીને લગ્નને લઇને ખૂબ્ સહન કરવું પડતું હોય છે આવા કિસ્સા આપણે સાંભળ્યા અથવા પોતે અનુભવેલા હશે જ ઘણા લોકો અને નિષ્ણાંતો પણ એમ કહેતા હોય છે કે 18 વર્ષ પછી ‘ઉંચાઇ’ વધી શકે નહી.
પરતુ શુ તમારે તમારી ઉંચાઇ 18 વર્ષ પછી પણ વધારી આસમાનને આંળવુ છે?? તો તમારે ખાસ ટીપ્સ અપનાવી પડશે ઘણા લોકોને પ્રશ્ર્ન થતો હશે કે 18 વર્ષ પછી હાઇટ વધી શકે ખરા?? કોઇ પાવડર કે દવા વગર નહીં પણ કુદરતી રીતે જ ઉંચાઇ વધારી શકાય પણ કેવી રીતે?? ચાલો તે વીશે જાણીએ અને સમજીએ.
વધુ-ઓછી ઊંચાઇ શા માટે??
પહેતો તો આપણે એ નકકી કરીએ અને સમજીએ કે ‘હાઇટ’ નકિક કેવી રીતે કરવી? એટલે કે એવી કઇ વસ્તુ કે બાબત છે જે તમને ઉંચા દેખાડે છે. એ જરૂરી નથી કે તમે ખરેખર કુદરતી રીતે ઉંચા છોવ કે કેમ પણ હાઇટ નીચી હોવાં છતાં ઉંચા કઇ રીતે દેખાવું?? આ પાછળનું સાયન્સ ખુબ અગત્યનું છે. સંતાનોની વધુ-ઓછી ઉંચાઇ એક જેનેટીક જ છે એટલે કે તે માતા-પિતા પર આધાર રાખે છે
ઠીંગણા શું કામ??
એક તો જેનેટિક મુજબ, માતા-પિતા જેટલી જ સંતાનોની ઉંચાઇ રહેતી હોય છે અમુક ઉંમર પછી આપણા શરીરની પ્લેટસનો વિકાસ થતો અટકી જાય છે. હોર્મોન્સ મુજબ કાં તો પ્લેટનો વિકાસ વધુ સાર રીતે થાય છે કાં તો વિકાસ રૂંઘાપ જાય છે. નિષ્ણાતોના જણાવ્યાં મુજબ મહિલાઓ વધુ ને વધુ 16 વર્ષની વય સુધીમાં ઉંચાઇ પ્રાપ્ત કરી લે છે જયારે પુરૂષો 14થી 18 વર્ષની ઉંમર સુધીમાં હાઇટ પ્રાપ્ત કરી લે છે.
ખોરાક પણ ઊંચાઇને અસર કરે છે
ઉપર જણાવ્યા ઉપરાંત, ઉંચાઇને ખોરાક અને વ્યાપામ પણ મોટી અસરકર્તા છે. આથી જ આવા બાઇપ પરિબળોને ધ્યાને લેવા જ જોઇએ. કેવો ખોરાક આરોગો છે?? સસરતો કરો છો કે કેમ? આથી જ તો રમતવીરોની ઉંચાઇ સામાન્ય પણે વધુ હોય છે. આમ, યોગ્ય ખોરાક લો અને શારિરીક કસરત વધારો તો 18 વર્ષ પછી પણ ઉંચાઇ વધી શકે છે.
18 વર્ષ પછી ઊચાઇ વધારવા શું કરવુ??
ડાપટ ચાર્જને નિયમિતપણે અનુસરો અને કાયમી યોગા, કસરત કરવાથી ઊંચાઇ વધી શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ હાંકડાને નેગેટીવ અસર ઉપજે છે આથી ઊંચાઇ વધારવા સમયાંતરે હલન ચલન જરૂરી છે. ખુરશી, સોફા પર બેસવાની અયોગ્ય ટેવ પણ તમને દેખાવ કરતાં ઢીંગણા બતાવે છે. આથી આવી નાની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઇએ. ખાસ કરીને મસલગ્રોથ માટેની વધુ મહેનતવાળી કસરત કરવી જોઇએ અને ઊંચા દેખાવા એવો પહેરવેશ પણ રાખવો જોઇએ.