- વિદ્યા દેવીમાં સરસ્વતિના પુજન, અર્ચનથી શિક્ષણ યાત્રા શરૂ થાય ત્યારે જ ખરા અર્થમાં જ્ઞાન સત્ર શરૂ થાય છે: શિક્ષકોનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને વિદ્યાર્થીનો ગુરૂ પ્રત્યેનો આદર જ એક હાર્મની છે: ગુરૂના આશિર્વાદ જ બાળકોને સંર્વાગી વિકાસ તરફ આગળ વધારે છે
- પ્રારંભમાં જ પ્રાર્થના એક માત્ર શાળામાં જ થાય છે: બાળકોના પ્રભુ સ્મરણથી થતી પ્રાર્થના શાળાને મંદિર બનાવે છે જીવનના પાઠ શીખવે તે પાઠશાળા
ઘર એક મંદિર કે શાળા એક મંદિર છે, આ વાકય ઘણું કહી જાય છે. મંદિરની જેમ જ શાળાનું વાતાવરણ પવિત્ર ગણાય છે. મંદિરમાં ભગવાન અને ભકત હોય ને શાળામાં ગુરૂ અને શિષ્ય હોય, બન્નેમાં પૂજન, અર્ચન કે આરાધનાનું મહત્વ હોય છે, બન્નેમાં પ્રાર્થનાનું મહત્વ હોય છે. જ્ઞાનની દેવી માઁ સરસ્વતીની આરાધના બાદ જ્ઞાનનો કર્મયોગનો સમન્વય દરેક શાળામાં જોવા મળે છે તો હવે પ્રશ્ર્ન એ થાય કે શાળાને જ્ઞાન મંદિર કોણ બનાવે વિઘાર્થી કે શિક્ષકો ? આજે આ પ્રશ્ર્ને જ મારે વાત કરવી છે જેમાં શ્રઘ્ધા, વિશ્ર્વાસ, પ્રેમ, હુંફ અને લાગણી જેવી ઘણી સંવેદનાની વાત આવે છે.
દુનિયામાં એક માત્ર શાળામાં જ શરૂ થાય એ પહેલા સમુહમાં પ્રાર્થના કરાય છે. આ પ્રાર્થનાની લપબઘ્ધતાનું વાતાવરણ ભકિત યોગ સાથે જ્ઞાન યોગને જોડે છે. માઁ સરસ્વતીની આરાધના જ બાળકોને શકિત સાથે વિદ્યા આપવામાં મદદરૂપ થાય છે. જ્ઞાનયોગ સાથે કર્મયોગ ભળે ત્યારે ભણતરની પ્રક્રિયામાંં ગણતર ભળે છે. શિક્ષકો બાળકોને બાલ મંદિરથી શરુ કરીને બોર્ડની પરીક્ષા સુધી સજજ કરે તે ગાળામાં તે બાળકોમાં ઘણા ગુણોનું સિંચન સાથે ધર્મ, સંસકૃતિ, વેલ્યુબેઝ એજયુકેશન જેવું ઘણું બંધુ ડેવલપ કરે છે.
શિક્ષકનો પણ ધર્મ હોય છે. અને તેનું આચરણ પણ કરવુ જ પડે છે. આપણી સંસ્કૃતિમાં બાળક જયારે પ્રથમ વાર શાળાએ જાય ત્યારે જ્ઞાન-સંસ્કારની વિધી સાથે પડો – સાકર સાથે શાસ્ત્રોકત વિધી કરાય છે. જે પ્રાચીન કાળથી ચાલી આવતી આપણી પરંપરા છે. શિક્ષણ આપવાની ગુરુકુળ પઘ્ધતિ એટલે જ શ્રેષ્ઠ ગણાતી હતી. આશ્રમ શાળા કે ગુરુકુળમાં તો વિવિધ 64 થી વધુ વિષયો કે કલાનું શિક્ષણ અપાતું હતું. જેમાં કર્મ, ધર્મ, જ્ઞાન, ભકિત અને માનવ સંસ્કૃતિ જેવા વિવિધ વિષયો આવરી લેવાતા હતા.
જ્ઞાનમંદિર એટલે શિક્ષક, વિદ્યાર્થી વચ્ચેનો ભકિત સેતુ, જ્ઞાનયોગ જયારે કર્મયોગ બને ત્યારે જ બન્ને પક્ષે સફળતા મળે છે. કોરી પાર્ટી સમા વિદ્યાર્થીને પોતાના જ્ઞાન થકી શ્રેષ્ઠતા પૂર્ણ કરીને શ્રેષ્ઠ ઘડતર કરનાર શિક્ષક ઘડવૈયો છે, જે એક શિલ્પીની જેમ બાળમૂર્તિને વિવિધ આકારો આપીને શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરે છે. આચાર્યનું આચરણ:, શિક્ષણની ક્ષમા, કરુણા અને શિસ્ત સાથે શાળા સંચાલકની સુંદર વ્યવસ્થા જયારે આ કર્મયોગમાં ભળે ત્યારે નિશાળ, શાળા, સ્કુલ કે વિદ્યાલય મંદિર બની જાય છે.
બાળકોને શાળાનું ગૌરવ વિશેષ હોવાથી તેનો લગાવ વિશેષ જોવા મળતા તેના શિક્ષકો તેને માટે ખુબ જ માન ધરાવતા હોય છે. શાળા વિદ્યાર્થીને જીવનના પાઠ શીખડાવે છે તેથી પાઠ શાળા કહેવાય છે. નાના બાળકો ગમે તેમ વળી શકતા હોવાથી શાળાના શ્રેષ્ઠ આકાર આપે છે. વિદ્યાર્થીના જીવનમાં પાઠશાળા કે જ્ઞાન જીવન શાળાનું વિશેષ મહત્વ હોય છે. શાળા પ્રારંભે બાળકોનો ઉમંગ અને ઉત્સાહ ચરમસિમાએ હોય છે તેથી જ સમુહ પ્રાર્થનાના પ્રેરક પ્રસંગો અને ગુરુની વાતો તેના જીવનને નવો વણાંક આપે છે.
આજે પણ આપણે સૌ આપણી જુની શાળા પાસેથી પસાર થાય ત્યારે એક સેક્ધડ પગલા થંભી જાય છે અને બાળપણના એ દિવસોની યાદ, ગુરુઓ, મિત્રો વિગેરે યાદ આવવા લાગે છે. બાળકોને પરીક્ષામાં મારી શાળા વિશે નિબંધ લખવાની વાત આવે ત્યારે શાળા અને શિક્ષકો પ્રત્યેનો તેના દિલનો ભાવ શબ્દોના દેહ ધારણ કરીને મહાનિબંધ બની જાય છે. શાળા સંકુલનું ભણતર, અનુશાસન, વ્યવસ્થા, શિક્ષણ પઘ્ધતિઓ સાથે વિવિધ સગવડો જ બાળકોનો સંર્વાગી કરે છે. બાળકો અને શિક્ષકો સાથે મળે ત્યારે શાળા જ્ઞાન મંદિર બને છે.શાળા પ્રત્યેનો પ્રેમ અને ગર્વ સાથે વિદ્યાર્થીઓને શાળાની પ્રત્યેક વસ્તુ હોય અપાર પ્રેમ હોય છે. ભાઇચાર જેવી ઉચચકોટીની વાત શાળામાંથી બાળકો શીખે છે. વિદ્યા અઘ્યયનથી બાળકોના બુઘ્ધિનો વિકાસ થાય છે. બાળકોની શારીરિક શકિત શાળાની વિવિધ સ્પોર્ટસ પ્રવૃતિને કારણે ખીલી ઉઠે છે. પાઠ શાળા જ જીવન શાળા બને છે. વિદ્યાર્થીના જીવનનું ઘડતર શાળાઓમાં જ થાય છે.
જીવનના પાઠ શિખડાવે પાઠશાળા !
વિઘાર્થીના જીવનમાં સ્કુલનું વિશેષ મહત્વ હોવા સાથે તેને જીવનના તમામ પાઠ શિખડાવે છે એટલે જ તેના પાઠશાળા કહેવાય છે. પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને જીવન જીવતાં શીખડાવે એટલે જીવન શાળા કહેવાય છે. જીવન કેડી કંડારનાર તમામ શિક્ષકો બાળકોને અજ્ઞાન રુપી પવિત્ર વ્યસાય તેનુ વેપારી કરણ હોય ન શકે !! આજની શાળામાં તમામ ભૌતિક સુવિધા હોવા છતાં તેને જ્ઞાન મંદિરનો દરજજો આપી શકાય કે નહીં તે પ્રશ્ર્નનો જવાબ બાળકો અને શિક્ષકો જ આપી શકે છે.
બાળક તો સાચો ઘડવૈયો જ શિક્ષક હોય છે. ત્યારે બુનિયાદી શિક્ષણ સાથે ગુણવતા સભર શિક્ષણ શાળાને પવિત્ર મંદિર શાળાના શિક્ષકો અને બાળકો જ નિર્માણ કરી શકે છે. આજના યુગમાં શિક્ષણનું મહત્વ હોવાથી દરેક મા-બાપે તેની મહત્તા સમજવી જ પડે છે. નન્ને મુને બચ્ચે તેરી મુઠી મે કયાં હે, આ ફકત શિક્ષક તેની જશોદા સમી આંખથી જ જોઇ શકે છે. જ્ઞાન મંદિર, જીવન શાળા કે પાઠશાળા ત્યારે જ નિર્માણ થાય જયારે ગુરુ શિષ્યનો સંબંધ એક કર્મયોગ બને.