તમે પણ ચોરી છુપાઈને બીજાનું ફેસબુક ચેક કરતા હશો અને બીજા યૂઝર્સ પણ તમારી ફેસબુક પ્રોફાઈલ ચેક કરતા હશે. પરંતુ કયા યૂઝર્સે તમારું પ્રોફાઈલ ચેક કર્યું છે તે જાણી નથી શકતા. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ટ્રીક્સ વિશે જેની મદદથી તમે સરળતાથી અંદાજો લગાવી શકશો કે કોને તમારું ફેસબુક પ્રોફાઈલ ચેક કર્યું છે.
જો તમે પણ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો સ્ક્રીનની ટોપ-રાઈટ સાઈડમાં ત્રણ ડોટ દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યાંથી સેટિંગ્સ માં જાઓ.
સેટિંગ પર ક્લિક કર્યા બાદ સ્ક્રીનની ટોપ-લેફ્ટ સાઈડ Extension લખેલું દેખાશે. તેના પર ક્લિક કરો. હવે બોટમમાં Get More Extension ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો.
તેના પર ક્લિક કરવાથી તમને એક સર્ચ બાર દેખાશે. જેના પર Facebook વર્ડ સર્ચ કરો. ત્યાર બાદ તમને Facebook Extension મળી જશે.હવે આ Extension ને ક્રોમમાં Add કરી દો. Add કર્યા બાદ તે ઓપ્શન સ્ક્રીનનાં ટોપ-રાઈટ કોર્નરમાં દેખાશે. હવે તે ડાઉનલોડ થઇ જશે.
હવે Facebook Extension તમારા ક્રોમ બ્રાઉઝરમાં Add થઇ ચુક્યું છે. હવે તમારા ફેસબુક એકાઉન્ટને રીફ્રેશ કરો. તમને તેમાં એક નવી થીમ મળશે.
અહિયાં તમને પ્રોફાઈલ વિઝીટરનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતા જ તે યૂઝર્સનું એક લીસ્ટ ખુલી જશે જે લોકોએ તમારી પ્રોફાઈલ વિઝીટ કરી છે, તેના નામ હશે.