શનિવારની રાત હતી. મારે ઓવરટાઈમ કરવાનો હતો અને ઓફિસમાં હું એકલો હતો. સામાન્ય રીતે હું 6 વાગે છૂટી જાઉં છું પણ આજે હું 9 વાગે છૂટ્યો. મારું બધું કામ પૂરું થયું અને 9 વાગે હું ઓફિસ બંધ કરી વોચમેનને ચાવી આપી પાર્કિંગ માં જવા માટે નીકળ્યો.

અમારી ઓફીસ 27 માળની છે અને હું જેવો લિફ્ટની ચાપ દબાવું એ પહેલાં જ લાઈટ વઇ ગઈ. મેં થોડી વાર રાહ જોઈ. થાકી ગયો હતો એટલે ચાલીને નીચે જવા માંગતો ન હતો એટલે મેં 10 થી 15 મિનિટ રાહ જોઈ પણ લાઈટ આવી જ નહીં તો મેં વિચાર્યું કે લાઈટ નું કંઈ નક્કી નથી તો હવે રાહ જોવાનો કોઈ મતલબ નથી. ચાલીને જ દાદરનો ઉપયોગ કરીને નીચે ચાલ્યો જાઉં. હું નીચે જવા તરફ વળું છું જેવો હું વળ્યો તરત જ પાછળથી મને કંઈક અવાજ આવે છે એ અવાજ ખૂબજ જોરથી આવ્યો. મને ડર લાગવા લાગ્યો કે ઓફિસમાં તો હું એકલો જ છું તો પછી આ અવાજ ક્યાંથી આવ્યો?

હું સખત ડરી ગયો સીધો નીચે તરફ ભાગવા લાગ્યો 25 મો માળ, 20 મો માળ મને લાગ્યું જાણે કોઈ મારો પીછો કરી રહ્યું છે. હું આગળ વધ્યો 17 મો માળ, 15 મો માળ, 10 મો માળ હું થાકી ગયો અને ચલાતું પણ ન હતું. ધીમે ધીમે નીચે ઊતરું છું મેં જોયું ઉપરથી કોઈ મારો પીછો કરી રહ્યું છે પણ મને એનું મોઢું ન દેખાયું એના હાથમાં લોખંડનો સળીયો હતો. હું ફટાફટ દોડવા લાગ્યો. 9 મો માળ, ૮મો માળ, બીજો માળ એ માણસ મારી પાછળ જ હતો અને બોલતો હતો કે આજે તું ગયો આજે તું ગયો.

મને વધારે ડર લાગવા લાગ્યો હું ફટાફટ પાર્કિંગમાં પહોંચ્યો. હવે મારાથી ચલાતું પણ ન હતું એ વ્યક્તિ મારી પાછળ જ હતો. હું કારમાં બેઠો અરીસામાં જોયું તો એ વ્યક્તિ મારી પાછળની સીટ માં બેઠો હતો. હું કારની બહાર નીકળી ભાગવા લાગ્યો. એ વ્યક્તિએ સળિયાનો ઘા કર્યો. મારા માથા પર ફેંક્યો અને માથામાં પાછળના ભાગમાં વાગ્યું ખૂબ જ દુખાવો થવા લાગ્યો અને લોહી પણ નીકળવા લાગ્યું. ઑફિસના પાર્કિંગ ની બહાર પહોંચી ગયો. રસ્તા પર ઊભો રહી ગયો. એ વ્યક્તિ મને દૂરથી જોઈ રહ્યો હતો અને ઈશારો કરી રહ્યો હતો. કોઈ પાસે લિફ્ટ માંગી મારી બિલ્ડીંગએ પહોંચ્યો. અમારું એપાર્ટમેન્ટ પણ 13 માળનું છે અને હું 13માં માળ પર રહું છું. મેં લીફ્ટમાં જવા પ્રયાસ કર્યો પણ લિફ્ટ બંધ હતી ચાલુ જ ના થઇ. હું દાદર નો સહારો લઇ ઉપર તરફ જવા લાગ્યો અને પાછો એ વ્યક્તિ મારો પીછો કરતો હોય એવું મને લાગ્યું. એ લોખંડના સળીયા થી અવાજ કરતો હતો હું જલ્દી દોડી મારા ફ્લેટે પહોંચ્યો. ચાવી લાગતી ન હતી. તાળું ખુલતું ન હતું. એ વ્યક્તિ મારી નજીક આવી રહ્યો હતો. મેં તાળું ખોલવાનો પ્રયાસ કર્યો પણ તાળું ખૂલ્યું જ નહીં. એ વ્યક્તિ મારી નજીક પહોંચી ગયો. તાળું ખુલ્યું અને હું દોડીને અંદર ગયો. મારા રૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કર્યો. એ વ્યક્તિ મારા રૂમ સુધી પહોંચી ગયો મને ડર લાગ્યો. એ વ્યક્તિ દરવાજો જોરજોરથી ખખડાવવા લાગ્યો. મને સખત ડર લાગ્યો. મારા ધબકારા વધી રહ્યા હતા. એ વ્યક્તિએ દરવાજો તોડી નાખ્યો અને અંદર આવ્યો અને સળિયો જોરથી મારા માથા પર માર્યો અને હું બેભાન થઈ ગયો.

સવારે અચાનક મારી આંખ ખુલી. હું મારા બેડ પર સૂતો હતો. માથામાં દુખાવો થતો ના હતો. આખું ઘર વ્યવસ્થિત જ હતું પછી મને સમજાયું કે આ એક સપનું હતું.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.