કહે છે કે, પાંડુપુત્ર ભીમને એના યુગમાં આ પ્રશ્નો પૂછાયા હતા! તેણે સામા પ્રશ્ર્નો પૂછેલા કે, ભગવાન જે ચીજો સાવ નિ:ક્ષુલ્ક આપે છે અને લગીરે ભેદભાવ વગર એક સરખા ભાવથી આપે છે. એટલે કશી જ કિંમત લીધા વગર જે માનવ જાતને આપે છે તે ઉપરથી એમ કહી શકાય કે મંદિરોની મીલ્કતની માલિકી ભગવાનને જે સૌથી પ્રિય હોય, જે ભગવાનની ગમતી કામગીરીઓ કરતા હોય તથા જે આ  જગતની તમામ ચીજ-વસ્તુઓની ભગવાનની જ હોવાનું માનતા હોય એવા અપરિગ્રહી માનવોની ગણાય!

પરંતુ આજના ભીમ એકાદશીના શુભ દિને ભીમ સ્વયં હાજર નથી.આપણે આ એકાદશીનું તપ કરતાં કરતાં આ સવાલોના ઉત્તરો મેળવવાની પ્રમાણિક કોશીશો કરવી પડે તેમ છે!

ભયાનક વાવાઝોડાના ઓળા આપણી ભૂમિ ઉપર ઉતરી ચુકયા છે ત્યારે આપણા દેશના કોઠા ડાહ્યા રાજકર્તાઓ અને દીર્ધદ્રષ્ટિના ભાજપના નેતાઓમાંના ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ઇ.સ.2002 ની રાષ્ટ્રીય જળનીતિનું ઉદધાટન કરતાં જે વિધાન કર્યુ હતું તે બીટવીન ધ લાઇન્સ વાંચવા જેવું છે. આ નવી રાષ્ટ્રીય જળનીતીનો મુખ્ય મુદ્દો છે. કે જે એ રાષ્ટ્રીય સંપતિ છે. આ નીતીમાં એ વાતને પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે પાણીનો ન્યાયી કબજો સમાજ પાસે હોવો જોઇએ. અત્યાર સુધી લોકો એવું જ માનતા આવ્યા છે કે પાણીની માલીકી  સરકારની છે અને તેનો વહીવટ કરવાની જવાબદારી પણ સરકારનીછે. આ મનોવૃતિને કારણે સ્થાનીક સ્તરે પાણીનો વહીવટ સોંપવામાં આપણને તકલીફ નડે છે. આ કારણે કેન્દ્ર અને રાજય સરકારોએ પાણીના વહીવટની બાબતમાં સમાજને સામેલ કરવાના સક્રિય પ્રયાસો કરવા જોઇએ.

ભૂતપૂર્વ વડાપ્રધાનનું આ નિવેદન ઉપલક દ્રષ્ટિએ તો ખુબ જ આકર્ષક અને લોભામણું જ લાગે, ભારતમાં બ્રિટીશ રાજય આવ્યું છે તે અગાઉ પાણીની માલીકી પ્રજાની જ ગણવામાં આવતી હતી અને તેનો વહીવટ પ્રજાના પ્રતિનિધિ જેવી પંચાયતો જ ચલાવતી હતી. બ્રિટીશરોએ આપણે ગુલામ  બનાવી આપણા દેશની જમીન, જંગલો, નદીઓ અને તળાવો જાણે કે પોતાની માલીકીના બનાવી લીધા. આ કારણે નદી ઉપર ચેક ડેમ બાંધવો હોય કે તેમાંથી નાનકડી નહેર પણ કાઢવી હોય તો સરકારી મંજુરીની જરુર ગણાવા લાગી. વડા પ્રધાને જે રાષ્ટ્રીય જળનીતીની ઘોષણા કરી તેનો ઉદ્દેશ જળની માલીકી ફરી પ્રજાના હાથમાં સોંપવાનો હોવાનું જણાય છે. પણ હકીકતમાં તેનો ગૂઢાર્થ કંઇક અલગ છે. આ નિવેદનના પ્રથમ જ વાકયમાં કહેવામાં આવ્યું છે કે: જળ એ રાષ્ટ્રીય સંપતિ છે. સંપતિ એટલે કોમોડીટી  કે જેની લે-વેચ કરી શકાય અને જેની કિંમત પણ નકકી કરી શકાય. અત્યાર સુધી પાણી એ કુદરતી ભેટ હતી. જેની કોઇ કિંમત જ નહોતી. હવે સરકારે તેને સંપતિ બનાવી દીધી છે. જેનો વેપાર કરી શકાય અને તેમાંથી નફો પણ થઇ શકે છે. હજી પણ આગળનું જે વિધાન છે તે વધુ ભયંકર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાણીના વહીવટની બાબતમાં સમાજને સામેલ કરવાના સક્રિય પ્રયાસો કરવા જોઇએ, આ સમાજ એટલે કોણ? દેશી અને વિદેશી કંપનીઓ, જેઓ પાણીનો વેપાર કરી અબજો રૂપિયા નો નફો ઘરભેગો કરવા માંગે છે.

યુનોની યુનેસ્કો નામની સંસ્થા તરફથી છેલ્લા કેટલાક વર્ષોથી ગાઇવગાડીને પ્રચાર કરવામાં આવે છે કે વિશ્ર્વમાં આજે 1.5 અબજ લોકો પીવાના સલામત પાણીથી વંચીત છે. તેની એવી પણ આગામી છે કે ઇ.સ. 2005ની સાલ સુધીમાં વિશ્ર્વની બે તૃતિયાંશ પ્રજા પીવાના પાણીનો તંગીનો સામનો કરતી હશે. યુનેસ્કોના આ પ્રચારનો આશય પાણીની બાબતમાં પ્રજાને ભયભીત કરવાનો છે. ગરીબ દેશોની પ્રજા અને સરકાર જયારે પીવાના પાણીની બાબતમાં0 એકદમ ભયભીત બની જાય તે પછી અલ્લાઉદ્દીનનના જાદુઇ ચિરાગની જેમ અબજો ડોલરનો પાણીનો વેપલો કરતી મલ્ટીનેશનલ કંપનીઓ આપણી સમક્ષ હાજર થઇ જશે અને કહેશે કે અમે આ મુશ્કેલી હલ કરી શકીએ તેમ છીએ. સરકાર પણ આ ખાનગી કંપનીઓને પાણીનો વહીવટ સોંપી દેશે અને તેમને પ્રજાને લૂંટવાનું જાણે લાઇસન્સ આપી દેશે. એન્રોન જેવી મલ્ટીનેશનલ કંપનીઓ આપણા રાજકારણીઓને કરોડો રૂપિયાની કટકી આપી પોતાના પ્રોજેકટો કરાવવાનું સામર્થ્ય ધરાવતી હોય છ. તેવી જ રીતે આ પાણીનો વેપલો કરતી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ જ રાષ્ટ્રીય જળનીતી-2002 ની રચના કરવામાં આવી છે. આ જળનીતીનો અર્થ એટલો જ થાય છે કે અત્યાર સુધી પાણીનાં જે સાધનો ઉપર સરકારે પોતાની માલીકી આવીછે. આ જળનીતીને અર્થ એટલો જ થાય છે કે અત્યાર સુધી પાણીનાં જે સાધનો ઉપર સરકારે પોતાની માલીકી પ્રસ્થાપિત કરી હતી એ હવે ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. નવી જળ નીતીમાં જે સમાજની સામેલ ગીરીની વાત કરવામાં આવી છે તેનો અર્થ આ ખાનગી કંપનીઓની સામેલગીરી એવો થાય છે પાણીના નામે ભારતની ગરીબ પ્રજાનો બળવો એટલો ઉગ્ર બન્યો છે છેવટે સરકારે મલ્ટીનેશનલ કંપની સાથેનો કરાર રદ કરવો પડયો. ભારતમાં પણ આવી પરિસ્થિતિ આવી શકે છે.

આપણે છાપામાં વારંવાર એવા હેવાલો વાંચીએ છીએ કે શહેરને પાણીનો જે પુરવઠો આપવામાં આવે છે તેમાંથી અમુક ટકા પાણીનું ગળતર થઇ જાય છે કે ચોરી થઇ જાય છે. આ પ્રકારનો પ્રચાર મલ્ટીનેશનલ વોટર કંપનીઓના સ્થાપિત હિતો દ્વારા જ કરવામાં આવ્યો હોય છે. મ્યુનિપાલીટીની પાઇપ લાઇનમાંથી જે પાણીની ચોરી થાય છે કે હકીકતમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને પણ પીવાનું પાણી મેળવવાનો એટલો જ અધિકાર છે. જેટલો અધિકાર વાલકેશ્ર્વર રહેતા શ્રીમંતને છે. જો આવી ચોરી અટકાવવાના બહાને પાણીના વિતરણનું કાર્ય ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે તો આ ગરીબો પાણી વિના ટળવળશે. દક્ષિણ આફ્રિકામાં આવેલા ડોલ્ફિન કોસ્ટમાં આવું જ બન્યું હતું. ત્યાં સરકાર પાણીનું વેપારીકરણ કરી તેનો વહીવટ વિદેશી કંપનીને સોંપી દીધો હતો. એને લીધે પાણીના ભાવો એટલા બધા વધી ગયા કે ગરીબો તેમની જરુરીયાત સંતોષવા માટે ગટરનું ખાબોચીયાનું ગંદુ પાણી વાપરવા લાગ્યા. તેને કારણે ડોલ્ફિન કોસ્ટમાં કોલેરાનો ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો . આ બીમારીમાં રપ હજાર લોકો સપડાઇ ગયા હતા. જેમાંથી 300 ના મૃત્યુ થયાં હતા અત્યારે આપણો દેશમાં પણ પીવાના સલામત પાણીની અછતને કારણે લાખો લોકો પાણીજન્ય કોલેરા, ટાઇફોલ્ડ, કમળો વિગેરે રોગોના શિકાર બને છે. આપણે પણ જો પીવાના પાણીનો વહીવટ ખાનગી કંપનીઓને સોંપીશું તો ગરીબી રેખા નીચે જીવતા કરોડો લોકો અનાજ નથી ખરીદી શકતા તેઓ પીવાનું પાણી કયાંથી ખરીદી શકવાના એવો સવાલ ઊઠયો હતો.

જો આપણે એવું માનતા હોઇએ કે પાણીનો વહીવટ મલ્ટીનેશનલ કંપનીઓના હાથમાં ચાલ્યો જાય તેવું આપણા દેશમાં ન બની શકે તો આપણી ગંભીર ભૂલ થાય છે. થોડા સમય અગાઉ છત્તીસગઢ રાજયની સરકારે દુર્ગ નજીકથી વહેતી શિવનાથ નામનાી આખી નદી જે રેડિયસ વોટર લિમિટેડ નામની કંપનીને રર વર્ષના પટ્ટે આપી દીધી હતી. આ નદીના કિનારે વસતા લોકોને નદીમાંથી પીવાનું પાણી ભરવાની અને ઢોરોને નવડાવવાની પણ મનાઇ કરવામાં આવી હતી. પ્રજાનો ભારે વિરોધ થયો હતો. એટલે સરકારે આ સોદો કેન્સલ કરવો પડયો હતો. દક્ષિણ ભારતમાં આવેલ તિરુપુર શહેરની પાણી પુરવઠાની આખી વ્યવસ્થા ભારતીય કંપની સાથેના મલ્ટીનેશનલ કંપનીના જોઇન્ટ વેન્ચરને સોંપી દેવામાં આવી છે નવી દિલ્હીની પ્રજાને પાણી પુરુ પાડવા માટેનો કોન્ટ્રેકટ પણ એક મલ્ટીનેશનલ કંપનીને સોંપવામાં આવ્યો છે. આ કંપની છેક હરિદ્વારની ગંગા નદીમાંથી નહેર કાઢીને દિલ્હીને પાણી પુરુ પાડવાની યોજના તૈયાર કરી રહી છે. આ યોજના માટે તેણે ગંગા નદી ઉપર પણ પોતાનો કબ્જો જમાવ્યો છે અને ખેડુતોને પાણીની વંચીત બનાવી દીધા છે. મુંબઇ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને પણ અંધેરીના એમઆઇડીસી વિસ્તારમાં પાણીનો પુરવઠો  કોઇ પણ ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય લઇ લીધો હતો.

આ બધું જોતાં પાણીની માલીકી અને પાણીના સંગ્રહ તેમજ વિતરણના મુદ્દે આપણે ત્યાં કલ્પનામાં ન આવે એવા કાવાદાવાઓ થઇ ચૂકયા છે. અને અત્યારે પણ આપણો દેશ કોકોકોલા જેવા ઠંડા પીણાંની કંપની અને ઉદ્યોગગૃહોમાં ખંધા પંજાથી મુકત નથી એવી છાપ જુદા જુદા અહેવાલો ઉપસાર્વે છે!

આપણા દેશમાં જળનીતી અને જળસંશોધન ભૂલભૂલામણી સમાજ રહ્યા હોય એવું લાગે છે.

આપણા મંદીરો, ધર્માલયો અને તિર્થધામો શ્રઘ્ધા અને આસ્થાની શીલાઓ ઉપર ખડાં છે મંદીર સંસ્કૃતિ આપણે ત્યાં સારી પેઠે દઢ બની છે.

મંદિર સંસ્થાઓ અને મંદીર સંકુલો તેમજ સ્થાનકોની જેવી તેવી નથી. એક એવો અભિપ્રાય પણ છે કે આપણા… દેશના કુલ બજેટમાં જેટલી ખાદ પ્રવર્તે છે અને આપણા દેશ ઉપર દેણાનો જે ડુંગર છે તે બધામાંથી આપણો દેશ મુકત થઇ જાય એટલી વિવિધ સ્વરુપની મિલ્કત-સંપતિ આપણા દેશના ધર્માલયો ધરાવે છે.

મંદિરો મહામંદિરોનાં થતાં રહેલા નિર્માણ અને મંદિરોની પ્રવૃતિઓ જોતાં મંદિરોની માલીકી એના ટ્રસ્ટો ટ્રસ્ટીઓ હસ્તક રહેતી આવી છે. એમનો મૂળભૂત ઉદ્દેશ માનવસેવા, સમાજસેવા અને દેશ સેવાનો હોઇ શકે…. ધર્માચાર્યો અને ધર્મગુરુઓના આદેશ કે સૂચનો દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ થતી હોવી જોઇએ.

રાજસત્તા, ધર્મસત્તા અને લોકસત્તા આપણા દેશના ભવિષ્યમાં આધાર સ્થંભો છે એવી સમજ આપણે ત્યાં પ્રવર્તે છે.

જયારે જયારે દેશની બેહાલી અને બરબાદી વિષે ટીકા ટિપ્પણી થાય છે ત્યારે એવી હતાશા  જન્મે છે કે, આ દેશમાં રાજસત્તા અને ધર્મસત્તા

બેઉ બૂરી રીતે નિષ્યળ ગયા છે. સૈકાઓથી ચાલી આવતી નીતિરીતિઓ અને એક કદાવર એમ પોકળ અને ભૂલ ભરેલી નીવડી છે.

પાંચ વર્ષમાં વિશ્ર્વગુરુ બનવાની તમન્ના આપણી વેદિક સંસ્કૃતિને અને સંસ્કારિકતાના ઢાંચાને સજીવન કર્યા વિના તથા યુગલક્ષી ઉત્ક્રાંતિ વિના મુર્તિમંત નહિ થાય!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.