ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપનાર વ્યક્તિની આજરોજ મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ રામનાગેશ અલીબાથિની છે અને તેની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી રામનાગેશ અલીબાથિનીની ઉંમર 23 વર્ષ છે અને તે સોફ્ટવેર એન્જિનિયર હોવાનું જાણવા મળી રહ્યું છે.તેણે આઈઆઈટી હૈદરાબાદમાંથી બીટેક કર્યું છે.
આરોપી રામનાગેશ સોફ્ટવેર એન્જિનિયર અને તે અગાઉ ફૂડ ડિલિવરી એપ માટે સોફ્ટવેર બનાવતો હતો. જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ વિરાટ કોહલી અને તેના પરિવારને ધમકીઓ મળી હતી. વિરાટ કોહલીની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ટ્વિટર પર અજાણ્યા એકાઉન્ટમાંથી બળાત્કારની ધમકી મળી છે. જે એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવી હતી તે એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. જો કે શોધખોળ દરમિયાન મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
દિલ્હી મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી હતી
દિલ્હી મહિલા આયોગે વિરાટ કોહલીની પુત્રી વમિકાને ટ્વિટર પર બળાત્કારની ધમકીઓ મળવાની નોંધ લીધી હતી. દિલ્હી મહિલા આયોગ દ્વારા પોલીસને નોટિસ મોકલવામાં આવી હતી. આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાને અત્યંત શરમજનક ગણાવી પોલીસને ઝડપી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી.