શું ફર્ક છે લાઈફ પાર્ટનર અને સોલમેટ વચ્ચે??
જીવનમાં જીવન સાથી ન હોય તો લાઇફમાં કઈક અધૂરું હોય અથવા તો ખાલી હોય એવું ફિલ થાય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે જીવન સાથી અને સોલમેટ બંને એક જ અર્થ દર્શાવતા શબ્દો છે. પરંતુ આ બંને શબ્દો જેટલા એકબીજાથી અલગ છે તેનો અર્થ પણ એટલો જ અલગ છે. તો આવો જાણીએ તમારી લાઇફમાં કોણ છે લાઈફ પાર્ટનર અને કોણ છે સોલમેટ ??
જીવનસાથી એક એવી વ્યક્તિ છે જેને તમને તમારી ખામીઓ અને ખૂબીઓ સાથે તમને સ્વીકાર્યા છે. જેના માટે તમે એના લાઈફ પાર્ટનર છો અને એ તમારા માટે જીવનસાથી છે. એકબીજા સાથે કોઈ પણ વાત શેર કરી શકો છો. આપણે બધા લાઈફ પાર્ટનર સાથે દિલ અને મનથી જોડાયેલા હોઈએ છીએ, જેનાથી એકબીજા માટે સારી ખરાબ તમામ પરિસ્થિતિઓનો સાથે મળીને સામનો કરતા હોઈએ છીએ. જીવનસાથી વચ્ચેનો સંબંધ આત્મીયતાથી પણ વધુ ગઢ હોય છે એટલે એવુ કહેવાય છે કે જીવન માં કોઈ પણ સંબંધો એક કરતા વાધું હોઈ શકે છે પણ લાઈફ પાર્ટનર તો એક જ બની શકે એનું સ્થાન કોઇ અન્ય વ્યક્તિ નથી લઇ શકતી.
સોલમેટ એક એવો સંબંધ છે જે તમારી સાથે અને તમે એની સાથી ઈમોશનલી જોડાયેલા રહો છો. અત્યારના સમયમાં યુથ ઝડપથી આગળ વધી રહ્યું છે તેવા સમયે જીવનમાં સોલમેટનું મહત્વ પણ એટલું જ વધી જાય છે. ફાસ્ટ લાઈફ સ્ટાઇલથી ડીપ્રેશન, ઈમોશનલ ડેમેજ જેવી સ્થીતીનો વારંવાર સામનો કરવાનો આવે છે તેવા સમયે લાઈફ પાર્ટનર કરતા સોલમેટ વધુ યાદ આવે છે. જીવનમાં સોલમેટ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે, એ ફ્રેન્ડ પણ હોઈ શકે છે કે પછી ભાઈ,બહેન પણ હોઈ શકે છે, એ સિવાય મમ્મી કે પપ્પા પણ સોલમેટના સ્થાને હોય છે. સોલમેટ એવી વ્યક્તિ છે જે તામારી મુશ્કેલીઓને કોઈ પણ રીતે દુર કરવા સક્ષમ છે. એ ક્યારે પણ તમારી સાથેને સંબંધોને ત્રાજવે નહિ તોલે.
શું ક્યારે પણ લાઈફ પાર્ટનર અને સોલમેટ એક જ વ્યક્તિ બની શકે છે ? તો હા એવું પણ બની શકે છે તમારો સોલમેટ અને લાઈફ પાર્ટનર બંને એક જ વ્યક્તિમાંથી મળી રહે. જે ઈમોશનલી અને મેન્ટલી બંને રીતે તમને સમજી શકવા સક્ષમ હોય છે અને તમારી દરેક મુશ્કેલીઓને સરળતાથી દુર કરવામાં મદદરૂપ થતી હોય છે.