જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને ફ્કત થોડાં દિવસ બાકી રહ્યાં છે આ અંગે દાવેદારની સેન્સ પણ નિરીક્ષકો લઈ લિધી છે ત્યારે આગામી જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તે અંગે રાજકીય પંડિતોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે જસદણ નગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો ઈસ્વીસન 1995થી અપવાદ બાદ કરતાં મોટે ભાગે શાસન ભાજપનું રહ્યું છે આટલાં વર્ષો ભાજપનું શાસન જસદણ નગરપાલિકા પર રહ્યું અને આ વખતે પણ શાસનમાં પરિવર્તન થયું નથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા અને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને ચૂંટણી લડેલા ઉમેદવારોની શાખને કારણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે આ અંગે પ્રમુખ ઉપપ્રમુખની જયારે ગત ગુરુવારે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે સેન્સ લેવામાં આવી જેમાં સાતેય વોર્ડના ભાજપના સ્ત્રી પુરુષ સભ્યોએ દાવેદારી રજુ કરી હતી સેવા કરવા માટે ભાજપના સભ્યોએ રીતસર લાઈન લગાડી દીધી હતી જાણવા મળે છે જસદણ નગરપાલિકા દેવાદાર કહી શકાય છતાં પ્રમુખ બનવા માટે લાંબી લાઈન લાગી છે ત્યારે કોણ વિનર થશે તે અંગે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે.
જસદણ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ કોના શિરે? અનેક તર્ક વિર્તક
Who will be crowned as the president and vice president of Jasdan Municipality? Many theories abound