19 વર્ષ બાદ જેલમાંથી મુકત થશે સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ: 20 થી વધારે પર્યટકોની કરી ચૂક્યો છે હત્યા
નેપાળની સુપ્રીમ કોર્ટે ફ્રેન્સ સીરિયલ કિલર ચાલ્ર્સ શોભરાજને છોડવાનો આદેશ આપ્યો છે. શોભરાજને ઉમરના આધાર પર છોડવામાં આવ્યો છે. તે હત્યાના આરોપમાં 2003થી નેપાળી જેલમાં બંધ છે. કોર્ટે તેની મુક્તિના 15 દિવસમાં તેને દેશનિકાલ કરવાનો આદેશ પણ આપ્યો છે. ગુનાઓની દુનિયામાં ’બિકિની કિલર’ અને સીનિયર કિલરના નામથી જાણીતા શોભરાજ પર ભારત, થાઈલેન્ડ, તુર્કી અને ઈરાનમાં 20થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ છે. ભારતીય પિતા અને વિયતનામી માતાનું સંતાન શોભરાજ પર 1975માં નેપાળમાં પ્રવેશ કરવા માટે એક નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવા અને બે પર્યટકો- અમેરિકી નાગરિક કોની જો બોરોનઝિચ અને તેની પ્રેમિકા કેનેડાની લોરેન્ટ કૈરિએરની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો.
નેપાળની સુપ્રીમ કોર્ટે સિરિયલ કિલર ચાલ્ર્સ શોભરાજને જેલમાંથી મુકત કરવાનો આદેશ આપ્યો છે. ચાલ્ર્સ શોભરાજ 1970ના દાયકામાં એશિયાભરમાં શ્રેણીબદ્ઘ હત્યાઓ માટે દોષિત છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે 78 વર્ષીય શોભરાજ જે બે ઉત્તર અમેરિકી પર્યટકોની હત્યાના આરોપમાં 2003થી નેપાળની જેલમાં છે, સીરિયલ કિલરને 19 વર્ષ જેલમાં પસાર કર્યા બાદ તેની ઉંમરના આધાર પર મુકત કરવાનો આદેશ આપ્યો છે.
ચાલ્ર્સ શોભરાજના માતા-પિતા ભારતીય અને વિયતનામી હતા. તેની પર 1975માં નેપાળમાં પ્રવેશ કરવા માટે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવા અને અમેરિકી નાગરિક કોની જો બ્રોન્જિચ અને તેની ગર્લફ્રેન્ડ કનાડાઈ લોરેન્ટ કેરિયરની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. એક અખબારમાં તેનો ફોટો છપાયા બાદ 1 સપ્ટેમ્બર 2003ના રોજ તેને નેપાળમાં એક કેસીનોને બહાર દેખવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ પોલીસે તેની વિરૂદ્ધ 1975માં કાઠમંડુ અને ભક્તપુરમાં કપલની હત્યાના આરોપમાં હત્યાના બે અલગ-અલગ કેસ દાખલ કર્યા.
શોભરાજ કાઠમંડુની સેન્ટ્રલ જેલમાં 21 વર્ષની સજા ભોગવી રહ્યો હતો. જેમાં અમેરિકી નાગરિકની હત્યા માટે 20 વર્ષ અને નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવા માટે એક વર્ષ અને 2000નો દંડ સામેલ છે. શોભરાજને 1975માં કાઠમંડ અને ભક્તપુર જિલ્લા કોર્ટે બે હત્યાઓનો દોષી ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2010માં કાઠમંડુ જિલ્લા કોર્ટ દ્વારા તેને સંભળાવવામાં આવેલી આજીવન કેદની સજાનું સમર્થન કર્યું હતું.શોભરાજને ‘બિકની કિલર’ના નામથી ઓળખવામાં આવતો હતો. એવું માનવામાં આવે છે કે શોભરાજે થાઈલેન્ડમાં 14 સહિત દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઓછામાં ઓછા 20 પર્યટકોની હત્યા કરી હતી. તેને 1976 થી 1997 સુધી ભારતમાં જેલમાં રાખવામાં આવ્યો.
શોભરાજ પર બોલીવુડમાં ‘મેં ઓર ચાલ્ર્સ’ નામથી ફિલ્મ પણ બની છે. કહેવામાં આવે છે કે તેને મોટાભાગે વિદેશી ટુરિસ્ટ મહિલાઓની હત્યા કરી. તે ભારતમાં ફરવા આવતી મહિલા ટુરિસ્ટને નશીલી દવાઓ આપતો હતો. તેમની સાથે પ્રેમ સંબંધ બનાવી તેમની હત્યા કરતો હતો. 1986માં તે તિહાડ જેલથી પણ ભાગ્યો હતો. બાદમાં પકડાયો અને સજા પુરી કરીને ફ્રાન્સ ગયો. વર્ષ 2008માં તેને જેલમાં તેના વકીલની દિકરી નિહિતા બિસ્વાસ સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે નિહિતાની ઉંમર 20 વર્ષની હતી જયારે ચાલ્ર્સ 64 વર્ષનો હતો.
1986માં તિહાડ જેલ તોડીને ફરાર થઇ ગયો હતો ચાર્લ્સ !!
શોભરાજને ‘બિકની કિલર’ના નામથી ઓળખવામાં આવતો હતો. એવું માનવામાં આવે છે કે શોભરાજે થાઈલેન્ડમાં 14 સહિત દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઓછામાં ઓછા 20 પર્યટકોની હત્યા કરી હતી. તેને 1976 થી 1997 સુધી ભારતમાં જેલમાં રાખવામાં આવ્યો. શોભરાજ પર બોલીવુડમાં ‘મેં ઓર ચાલ્ર્સ’ નામથી ફિલ્મ પણ બની છે.
કહેવામાં આવે છે કે તેને મોટાભાગે વિદેશી ટુરિસ્ટ મહિલાઓની હત્યા કરી. તે ભારતમાં ફરવા આવતી મહિલા ટુરિસ્ટને નશીલી દવાઓ આપતો હતો. તેમની સાથે પ્રેમ સંબંધ બનાવી તેમની હત્યા કરતો હતો. 1986માં તે તિહાડ જેલથી પણ ભાગ્યો હતો. બાદમાં પકડાયો અને સજા પુરી કરીને ફ્રાન્સ ગયો.
શોભરાજ શા માટે ઓળખાય છે ‘બિકીની કિલર’ના નામથી ?
ચાલ્ર્સ શોભરાજને ગુનાઓની દુનિયામાં બિકિની કિલર અને સર્પેંટના રૂપમાં પણ ઓળખવામાં આવતો હતો. શોભરાજ 1970ના દાયકાથી સક્રિય હતો. માનવામાં આવે છે કે તેણે દક્ષિણ પૂર્વ એશિયામાં ઓછામાં ઓછા 12 લોકોની હત્યા કરી. શોભરાજે થાઈલેન્ડ, ભારત અને નેપાળના પર્યટકોને નિશાન બનાવ્યા હતા. તે પહેલા દોસ્તી કરતો, પછી ડ્રગ્સ આપતો અને તેના સામાનની ચોરી કરતો હતો.
કેટલાક કેસમાં લોકોની હત્યા પણ કરી હતી. શોભરાજને મીડિયા અને પોલીસ વચ્ચે બિકિની કિલરના રૂપમાં ઓળખવામાં આવતો હતો, કારણ કે તેનો શિકાર સામાન્ય રીતે રજાઓ પર આવનાર પર્યટક યુવતીઓ- રહેતી જે બિકિની પહેરતી હતી. તે બિકિની પહેરતી યુવતીઓની હત્યા કરતો હતો તેથી તેને બિકિની કિલરનું ઉપનામ મળ્યું હતું. તે ખુબ ચાલાક હતો અને યુવતીઓને ફસાવી લેતો હતો.