જીએસએફસી દ્વારા સરદાર બાયોકેમ ફર્ટીલાઈઝર સામે ‘સરદાર’ શબ્દનો ઉપયોગ કરવા સામે કોમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો
લોખંડી પુરૂષ ‘સરદાર’ વલ્લભભાઈ પટેલના ગૃહ રાજય ગુજરાતમાં તાજેતરમાં ભાજપ સરકારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવી વિશ્વભરમાં નામના મેળવી છે.ત્યારે ‘સરદાર’ના નામના ઉપયોગમાં સરકારી કંપની અને ખાનગી કંપની વચ્ચે કાનૂની વિવાદ ઉભો થતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વલ્લભભાઈ પટેલની અંગ્રેજો સામેની આઝાદીની લડાઈમાં નેતૃત્વ લેવાની અજોડ આવડતને ધ્યાનમાં રાને તેમને ‘સરદાર’નું બિરૂદ આપ્યું હતુ.
રાજય સરકારની માહિલીકીની ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર એન્ડ કેમીકલ્સ લીમીટેડ (જીએસએફસી)એ સરદાર બાયોકેમ ફર્ટીલાઈઝરના માલીક અશોક પટેલ સામે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં દાવો માંડયો હતો. પટેલ દ્વારા તેમની કંપની અને ખાતર ઉત્પાદનોમાં ‘સરદાર’ શબ્દનો ઉપયોગ કરવા માટે આ કાનૂની કાર્યવાહી કરી છે. આ કોર્ટમાં જીએસએફસીએ એવો દાવો કર્યો છે કે તે વિવિધ ખાતર અને રાસાયણીક ઉત્પાદનો ‘સરદાર’ના નામે કરે છે અને તેમની પાસે ‘સરદાર’ નામનો ટ્રેડમાર્ક ૧૯૬૭થી છે
કંપનીએ તેમના દાવામાં જણાવ્યું છેકે આ ખાનગી કંપની તેમના નામ અને ઉત્પાદનમા ‘સરદાર’ શબ્દનો ઉપયોગ કરે છે.જે ટ્રેડમાર્કના કાયદાનાં ભંગ સમાન છે. જેથી આ ખાનગી કંપની તેમના નામ અને ખાતર ઉત્પાદનોમાં ‘સરદાર’ શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરી દે બીજી તરફ સરદાર બાયોકેમ ફર્ટીલાઈઝરના માલીક અશોક પટેલે એવી દલીલ કરી છે કે તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. અને વલ્લભભાઈ પટેલ પાટીદાર સમાજના સન્માનીય અને આરાધ્ય હોય તેમને આ નામનો ઉપયોગ કવાનો હકક છે. તેમને એવો પણ દાવો કર્યો હતો. સરદારએ વલ્લભભાઈ પટેલને મળેલુ બિરૂદ હતુ જેનો રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક તરીકે ઉપયોગ ન કરી શકાય.
જીએસએફસીનાં વકીલે અશોક પટેલની દલીલના જવાબમાં કોર્ટને જણાવ્યું હતુ કે સરદારની જગ્યાએ તેમને રાજકીય નેતા સાથે નિકટતા દર્શાવવા માટે તેમના ઉત્પાદનોનું નામ પસંદ કરવાનું પસંદ કરી દીધું હોત.સરકારી વકીલે એવો પણ આરોપ મૂકયો હતો. આ કંપનીએ ‘સરદાર’ લેવલનો ઉપયોગ કરવાનું પસંદ કરીને જીએસએફસી દ્વારા નોંધાવેલા લેબલની નકલ કરીને ભ્રમણા ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટે આ કેસની વધુ સુનાવણી ૭મી ફેબ્રુઆરીએ કરશે જેમાં તે વચગાળાનો હુકમ કરશે કે કેમ? તે નકકી કરશે.
જીએસએફસીનાં વકીલ પ્રણીત નાણાવટીએ જણાવ્યું હતુ કે જીએસએફસીને ૨૦૧૬માં તેમના ખાતર અને કૃષિ પેદાશો માટે ‘સરદાર’નો ઉપયોગ કરવા માટે પગલા લેવા માટે સુચના આપી હતી ઘણા વર્ષોથી ‘સરદાર’ શબ્દની વ્યાપક નકલ દ્વારા ટ્રેડમાર્કનાં કાયદાનું ભંગ થાય છે. સરકાર આ નામ હેઠળ વેચાયેલી પ્રોડકટસની ગુણવતા વિશે પક્ષ ચિંતિત છે. અને આ કંપની દ્વારા પણ ખેડુતોને છેતરવામાં આવી રહ્યા છે.
પીએસયુએ તેના ટ્રેડમાર્કના અધિકારોનાં ઉલ્લંઘન માટે ઓછામાં ઓછા ૧૦ પક્ષોને નોટીસ આપી હતી. જેમાં અનેક કંપનીઓ હતી. આ કંપનીઓએ પોતાના જીએસએફસીનાં ટ્રેડ માર્ક અધિકારના ઉલ્લંઘન થયાનું સ્વીકારીને આ નામ વાપરવાનું બંધ કર્યું હતુ તેમ જણાવીને નાણાવટીએ ઉમેર્યું હતુ કે સરદાર બાયોકેમ ફર્ટીલાઈઝરે આ ટ્રેડમાર્કનો ઉપયાગે ચાલુ રાખતા અમારે આ દાવા કરવો પડયો છે. બાકીની કંપની અને લોકો સામે ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરાશે.