[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
સાગર સંઘાણી જામનગર
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. રોજના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે આવી સ્થિતિમાં જામનગરમાં રણજીત સાગર રોડ પર તળાવની કેનાલ પર બનાવાયેલા પૂલિયા પાસે મસ મોટું ગાબડું પડી જતાં અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે, અને આસપાસના વિસ્તારની નવ જેટલી સોસાયટીને જોડતા પુલિયા માં નુકસાન થયું હોવાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. જે બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હજુ રીપેરીંગ કામ થયું ન હોવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરમાં રણજીતસાગર રોડ પર અવધ હોન્ડા શોરૂમની સામેના ભાગમાં તળાવની કેનાલ પરની છે જ્યાં પુલિયું બનાવાયું છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી ગાબડું પડેલું છે, અને સ્લેબ ધસી જવાના કારણે અકસ્માત થવાનો ભય તોડાઈ રહ્યો છે જો અહી કોઈ અકસ્માતની ઘટના બનશે તો જવાબદાર કોણ ??
આ પૂલિયાને જોડતી નવ જેટલી સોસાયટીઓ જેમાં આશીર્વાદ એવન્યુ, આશીર્વાદ એવન્યુ-૨, શ્રીજી નગર, મારુતિનંદન, સેટેલાઈટ સોસાયટી, પંચવટી સોસાયટી, મયુરબાગ, કે કે ઇન્ટરનેશનલ સ્કૂલ, તેમજ જ્ઞાનગંગા સ્કૂલ વગેરેમાં જવા માટે નો મુખ્ય માર્ગ, કે જે પૂલીયા પર ગાબડું પડી ગયું હોવાથી મહાનગરપાલિકાની સિવિલ શાખામાં આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી રીપેરીંગ અંગેની કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, અને ચોમાસા પહેલા ગાબડું પૂરી દેવામાં આવે તેવી સ્થાનિકો માંગ ઉઠી રહી છે.