કોરોનાના કપરાકાળમાં 584 હોસ્પિટલ ફાયર NOCથી વંચિત
રાજયની હજુ 1292 શાળા પાસે નથી એનઓસી
કોરોનાના કપરા કાળ દરમિયાન રાજ્યમાં કુલ 2450 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી ના હોવાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં 3894 સ્કૂલો પાસે પણ ફાયર એન.ઓ.સી નથી ઉદ્યોગિક એકમોની વાત કરીએ તો રાજ્યમાં 5693 ઔદ્યોગિક એકમો પાસે એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. શ્રેય હોસ્પિટલમાં થયેલા અકસ્માત બાદ પીઆઈએલ થઈ હતી. ત્યારબાદ આ આંકડો સામે આવ્યો છે.
વધુ વિગતો મુજબ ગત તારીખ 1 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં 584 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નહોતી. આવી જ રીતે 1292 શાળાઓ અને 15165 ઔદ્યોગિક એકમો પાસે પણ ફાયર ડિપાર્ટમેન્ટનું સર્ટિફિકેટ ન હતું. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્યમાં સ્કૂલો તરફ તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીનો મુદ્દો પણ સામે આવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે, રાજ્યમાં 5911 શાળાઓ એન.ઓ.સી વગર ચાલી રહી છે જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે શાળાઓમાં ફાયર સેફટી માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે.