વિજયનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા જટીલ બની રહી છે. પોલીસના વાહન પણ ટ્રાફિક સમસ્યા ના વિસ્તારોમાંથી પસાર થાય છે. પરંતુ આ સમસ્યા દૂર કરવા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે આ વિસ્તારોમાં નાના વાહનો પસાર કરવા પણ મુશ્કેલી બની જાય છે જેથી સ્થાનિક રહીશો પણ વિકટ ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે. જયારે સવારમાંથી જ સમસ્યા ઉભી થઇ ગુજરાત પરિવહન નિગમ ની બે બસો આમને સામને આવી જતા ટ્રાફિક જામ થતા વાહન ચાલકો હોર્ન વગાડી ને ઘોગાટ કરી મુક્યો હતો.
વિજયનગર તાલુકાના સ્થાનિક તંત્ર દ્વારા અણઘડ આયોજનને કારણે ટ્રાફિકની સમસ્યા દૂર થવાને બદલે વકરતી જાય છે. આ શહેરનો ટ્રાફિક અનિવાર્ય અનિષ્ટરૂપે પ્રજાને પરેશાન કરી રહ્યો છે. વિજયનગર શહેરમાં પ્રવેશવાના મુખ્ય બે માર્ગો છે જેમાં પ્રથમ માર્ગ છતરિયા ત્રણ રસ્તા થી અને બીજો BSNL ત્રણ રસ્તા થી છે કે હાલ BSNL થી શહેરમાં જવાના રસ્તા પર જવાથી પ્રજાની હાલાકીમાં વધારો થયો છે.
અહીંયા જો ગુજરાત પરિવહન ની એસટી બસો અવર જ્વર થતી હોય છે ક્યારેક તો બન્ને બસો આમને સામને પણ આવી જતી હોય છે જેનાથી ટ્રાફિક સમસ્યા વધી જતી હોય છે આ બાબતે તંત્રએ ગંભીર બનીને પોલીસની મદદથી ઉકેલ મળે તેવા પ્રયાસો કરવા તેમજ આ રસ્તો વન વે કરવામાં આવે તો ભવિષ્ય માં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય એવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
જો આ રસ્તો વન વે નહી કરવામાં આવે તો આવનાર સમય માં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદર કોણ બનશે એતો આવનાર સમય બતાવાશે સાથે સાથે વળી અહીંયા તો પેન્શરો પણ એટલા હદે ભરવામાં આવે છે છતાં પોલીસ ની નજર સામે પણ પોલીસ નજર અંદાજ કરતી હોય એવું લાગી રહ્યું છે.
જયારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ સબ ઇન્સ્પેકર આવ્યા છે ત્યારે થી વિજયનગર માં ગુનાહિત પ્રવૃત્તિ વધી ગઈ છે તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને આ ટ્રાફિક પોલીસ સ્ટેશન ના 100 મીટર દૂર જ થાય છે છતાં પોલીસ નિષ્ક્રિય બની જોઈ રહી છે એવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.