શું મહાજનની સંસ્થાઓ મહાજનપણું ચૂકી ગઇ છે?

મહાજન સંસ્થાઓમાં હોદ્દાઓ માટે ચાલતુ આંતરીક રાજકારણ, વેપારીઓની સંસ્થાઓમાં સભ્ય થવા માટેની આળસ અને સરકારની પણ મહાજનોને આદર આપવા માટે જોવા મળતી ઉદાસીનતા કારણે દરેક ક્ષેત્રમાં મહાજનની ભૂમિકા વિસરાઇ હોય મહાજનની સંસ્થાઓ પર ઉભો થયેલો પ્રશ્નાર્થ

હાલના સમયમાં વેપારી મહાજનોની સંસ્થાઓમાં આંતરીક રાજકારણ ધુસી ગયું છે જેના કારણે આ સંસ્થાઓ સમયાંતરે વિવાદમાં ફસાય છે. જેથી, આવી જે સંસ્થાઓ કેવી હોવી જોઇએ? તેમની ભૂમિકા કેવી હોવી જોઇએ? તેમના હોદેદારો કેવી હોવા જોઇએ? અને તે માટ વેપારી અને સરકારની ભૂમિકા કેવી હોવી જોઇએ તે મુદ્દા પર ‘અબતક’દ્વારા “ચાય પે ચર્ચા યોજાઇ હતી. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને સોમના પ્રમુખ સમીરભાઇ શાહ, રાજકોટ મેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌતમભાઇ ધમસાણિયા અને ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ ધનસુખભાઇ વોરાએ ઉ૫સ્થિત રહીને ચર્ચા કરી હતી.

પ્રશ્ન:- વેપારીઓ માટે ચેમ્બરનો રોલ શું? ચેમ્બર પાસે તેમની અપેક્ષાઓ શું હોય છે?

જવાબ:- આ પ્રશ્નના જવાબમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને સોમના પ્રમુખ સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે રાજા રજવાડાના વખતમાં મહાજનોની ભૂમિકા નગરશેઠ તરીકેની હતી જેવી લોકશાહીમાં મહાજનોની સંસ્થાની મોટા ભૂમિકા છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

કોઇ પણ વિકાસશીલ સરકાર કોઇપણ નીતી વિષયક નિર્ણય લેતા પહેલા વેપારીઓની સંસ્થાઓનો સંપર્ક કરતી હોય છે. આવી સંસ્થાઓના પ્રતિનિધિઓની સલાહથી સરકાર તથા વેપાર ઉઘોગને પણ ફાયદો થાય છે. કોઇ સ્વતંત્ર વ્યવસાયીઓની સંસ્થા કે વ્યકિતગત  વ્યવસાયી પોતાની સરકારને રજુઆત કરે તેના કરતાં ચેમ્બર જેવી સંસ્થાના માઘ્યમથી રજુઆત કરે તો તેની વધારે સારી અસર પડતી હોય છે.

કારણ કે ચેમ્બરની આગવી છાપ અને તેનું વજન પણ પડે છે. ચેમ્બરના હોદેદારોએ પરિપકવતાથી નિર્ણયો લઇને સરકારમાં સમજાવટથી લઇને ઉગ્ર રજુઆતો પણ કરવી જોઇએ. પોતાના સભ્યોની ગેરવ્યાજબી રજુઆતને પણ ગ્રાહય ન રાખવી જોઇએ.

પ્રશ્ન:- કટ્ટર હરિફાઇની સાંપ્રત સ્થિતિમાં મહાજનોની સંસ્થા પાસે લોકોની અપેક્ષા કેવી હોયફ છે? અને કેવી રીતે સંતોષાતી હોય છે?

જવાબ:- આ પ્રશ્નના જવાબમાં રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે મહાજનને મહાજનનો દરજાને સરકાર અને વેપારી તરફથી આવો જોઇએ. મહાજનના નેતાઓએ મહાજન તરીકેનું વર્તન કરવું જોઇએ.

સાંપ્રત સમયમાં સર્વ પ્રકારના દોષ આપણે સમાજમાં લાગુ પડયા છે. લોકશાહી આવ્યા પછી થોડોક સમય સુધી મહાજનનું મહત્વ રહ્યું હતું. મને ખ્યાલ છે હું ગુજરાત ચેમ્બરનો ડાયરેકટર હતો અને રાજકોટ ચેમ્બરના પ્રમુખ કસ્તુરભાઇ લાલભાઇ હતા ત્યારે રાજયના મુખ્યપ્રધાન ચેમ્બરનું ડેલીગેશન તેમને મળવા જાય ત્યારે સામે ચાલીને સ્વાગત કરવા આવતા હતા.

સરકાર છે એ પાર્ટી નથી અને પાર્ટી છે એ સરકાર નથી માટે હંમેશના માટે બેલેન્સ થઇને ચાલવું જોઇએ. મહાજનને એનજીઓ કહેવાય એનજીઓ એટલે નોન ગર્વમેન્ટ ઓર્ગેનાઇઝેશન, નોન પોલીટીકલ, નોન કોન્ટ્રાવર્સીયલ, નોન કોમ્યુનકલ ઓર્ગેનાઇઝેશન હાલમાં સમયમાં અમે અમારી જવાબદારી અમારી ફરજ પણ ચુકયા છીએ અને અમને મુકત રહેવા દેવામાં આવ્યા નથી.

મહાજન સંસ્થાને કોઇપણ પોલીટીકલ પાર્ટી સાથે નિસ્બત નથી. અમારી જવાબદારી ભૂલ્યા, સરકાર તેની જવાબદારી ભૂલી છે. સમાજ સમાજની જવાબદારી ભૂલી છે. માટે મર્યાદામાં રહેતા શીખીયે અને મર્યાદામાં ચાલતા રહીએ તેનું ઉદાહરણ હું ૧૮ વર્ષથી બિનરાજકીય રીતો સંસ્થા ચલાવું છું જે છે અને તેનો અવાજ પણ પડે છે. સરકારને અમારી વાત સાંભળવી પડે છે. સત્ય વાતોને અમલમાં પણ મુકવી પડે છે.

પ્રશ્ન:-ચેમ્બરના રોલ અપેક્ષાઓ વધારે હોય છે દરેક સ્થિતિમાં કંઇક-કંઇક મુશ્કેલીઓ આવતી હોય છે તેમાંથી બહાર આવવા માટે શું કરવું જોઇએ.

જવાબ:- આ પ્રશ્નના જવાબમાં સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે દરેક લોકો થોડા અંશે પોતાનો રોલ ચૂકયા છે. સૌરાષ્ટ્રની બધી જ વેપારી સંસ્થાઓમાં સંગઠ્ઠનનો અભાવ છે. થોડાક વેપારીઓને આળસ છે. જેની તેઓ ચેમ્બરના મેંમ્બર થતા નથી કહેવત છે કે ભય વગર પ્રિતી થતી નથી. વેપારીઓને જી.એસ.ટી. વગેરે જેવા ઇસ્યુ આવે ત્યારે ચેમ્બર યાદ આવે છે. ખરેખર તો નાનો-મોટો કોઇપણ વેપારી હોય તેને કોઇપણ વેેપારી સંસ્થાના મેમ્બર થવું જરૂર છે. આ બધો અવાજ ભેગા થાય તો સંગઠ્ઠનની તાકાત વધે છે.

પ્રશ્ન:- વેપારીને ચોરની દ્રષ્ટિએ જોવામાં આવે છે આ ડાઘ ભુંસવાની કોશિષ કેવી રીતે કરવી જોઇએ?

જવાબ:- આ પ્રશ્નના જવાબમાં ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે મહાજન તરીકે જે માન મળવું જોઇએ તે આપવાનું સરકાર ચૂકી છે. અને અમો અમારી જવાબદારી માંથી ચૂકયા છીએ એટલે ફરીથી મહાજન પ્રથા અમલમાં આવે તેટલા માટે સાફ સુફી કરવી જરુરી છે.

પ્રશ્ન:- વેપારીઓને સમજાવીને ચેમ્બરના સભ્ય બનાવવામાં કચાસ રહી ગયેલી જોવા મળે છે? તે વિશે આપ શું માનો છો ?

જવાબ:- આ પ્રશ્નના જવાબમાં ગૌતમભાઇ ધમસાણિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વેપારી સંસ્થાના સભ્ય બનવા માટે જે પરિપકવતા હોવી જોઇએ તે વેપારીઓમાં નથી. જીએસટી પહેલા અમે બે સેમીનાર કર્યા ત્યારે ૧૦૦ વેપારીઓ પણ આવ્યા ન હતા. અને જીએસટી આવ્યા બાદના ૧પ૦૦ વેપારીઓ સેમીનારમાં આવ્યા હતા એટલે પાણી જોઇએ ત્યારે કુવો ખોદવો જેવું આપણા વેપારીઓનું માનસ છે. રાજકોટમાં એક લાખ વેપારી ઉઘોગ સાથે સંકળાયેલા લોકો હોય અને ચેમ્બરોમાં ઓછા મેમ્બરો હોય તો તે ખરેખર ખેદજનક બાબત છે તે માટે વેપારીઓની નિષ્કીયતાને જવાબદાર છે.

જયારે, આ અંગે ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે માત્ર વેપારીઓની નિષ્ક્રીયતા નહી જ નહી ઘણીવખત સંસ્થાઓના હોદેદારોમાં ન હોવાથી કે સંસ્થાઓ જુદા માર્ગે વળી જવાના કારણે વેપારીઓ સંસ્થાઓમાં રસ નથી લેતા હોતા. વેપારીઓને સંસ્થામાં રસ લેતા કરવા તે જવાબદારી તો સંસ્થાની જ છે.

પ્રશ્ન:- મહાજનની સંસ્થાના નિર્ણયોમાં રાજકીય દબાણ જેવા અડચણો સામે કેવી રીતે કામ કરવું જોઇએ?

જવાબ:- આ પ્રશ્નના જવાબમાં સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે મહાજનની ક્ષમતાનો આવી અડચણો વખતે જ ખ્યાલ આવતો હોય છે. જયારે, ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે કોઇ આપણે પરાણે  દારૂ પીવડાવી ન શકે આપણે હોદેદારો તરીકે સંસ્થાને નિષ્પક્ષ રાખીએ તો આવી અડચણો આવતી નથી.

પ્રશ્ન:- મહાજનના હોદેદારોને ડર હોય છે કે હું સરકાર સામે પડીશ તો તેમના રોષનો ભોગ બનવું  પડે છે ો તેમાં હકિત શું છે?

જવાબ:– આ પ્રશ્નના જવાબમાં ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે વેપારીના પ્રતિનિધિ તરીકે સરકારમાં રજુઆત કરવાથી માટે ડરવાની જરુર નથી. મારો અનુભવ છે કે હું ૪૦ વર્ષથી નિડર પણે વિવિધ સંસ્થાઓ વતી રજુઆતો કરું છું. તેનું કારણ એ છે કે અમે સરકારમાં વેપારીઓની સાચી સમસ્યાને રજુઆત કરીને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેથી હજુ સુધી  મુશ્કેલી પડી નથી.

પ્રશ્ન:- સરકાર પાસે વેપાર માટે યોગ્ય માળખાકીય સુવિધાઓની અપેક્ષા હોય છે તેમાં આ અંગે નિર્ણય લેવામાં સરકારી તંત્રની ઉદાસીનતા વિસકામાં બાધારુપ બનતી હોય છે?

જવાબ:– આ પ્રશ્નના જવાબમાં ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે દરેક વેપારી સંસ્થાઓએ સરકારનું ઘ્યાને દોરવાનું છે  કાન પકડવાનો છે. જરુર પડયે આક્રમક પણ બનવું પડે છે. સંસ્થાના આગેવાન તરીકે મારા અગંત સ્વાર્થને બાજુમાં મુકીને વેપારી તરીકે વેપારીના પ્રશ્નને રજુઆત કરવાની છે.

આ અંગે ગૌતમભાઇ ધમસાણિયાએ જણાવ્યું હતું કે રાજકોટ ચેમ્બર જીએસટીની સમસ્યા વખતે નીડર પણે રેલી કાઢીની વિરોધ દર્શાવ્યો હતો. સરકાર કોઇપણ નવા કાયદા અમલી બનાવે તે પહેલા વેપારી સંસ્થાઓના મત જાણે તો સાચી સલાહ આપી શકે છે.

જયારે, આ અંગે ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં મધુભાઇ શાહ ચેમ્બરના પ્રમુખ હતા ત્યારે તેમની રાજયના બજેટની તૈયારી વખતે સલાહ લેવાતી હતી. તેમની સાચી અને તટસ્થ રજુઆતોથી  તેઓ ૧૪  ટકામાંથી ૫ ટકા સેલ્સટેકસ કરાવી શકયા હતા.

પ્રશ્ન:- ચેમ્બરમાં પરિગમાપૂર્ણ વાતાવરણના બદલે આંતરીયક રાજકારણ આવી ગયું છે. તે સંસ્થાઓને ખોખલી કરી નાખશે?

જવાબ:- આ અંગે ગૌતમભાઇએ જણાવ્યું હતું કે હાલમાં વેપારી ઉઘોગના વિકાસ માટે કેવી રીતે સારું વાતાવરણ ઉભુ કઇ શકાય તેવી મહાજન અગ્રણીઓની લાગણી હોવી જોઇએ. ચેમ્બરની ગરિમા જાળવવા માટે જ મેં તાજેતરમાં પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે.

પ્રશ્ર્ન:- મહાજનને બહાર નહી તંત્રએ મદદ માટે મહાજનને બહાર કાઢવા જોઇએ? આ દિવસો પાછા આવવા જોઇએ કે નહીં?

જવાબ:- આ અંગે સમીરભાઇએ જણાવ્યું હતું કે સાચા વ્યકિત ચેમ્બર જેવી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા હોય તો સાચા મુદ્દાઓને સરકારે પણ માનવું પડે છે. કોઇપણ વ્યકિતનો પોતાનો અંગત સ્વાર્થ ન હોવો જોઇએ હાલમાં અમુક સંસ્થાઓમાં રાજકારણ ધુમી ગયું છે. તેથી આપી સંસ્થાઓ રાજકીય લાભ વધારે લેતી જોવાય છે.

આ અંગે ધનસુખભાઇએ જણાવ્યું હતું કે આગેવાન સંસ્થાના સિઘ્ધાતોથી સંસ્થા માટે કામગીરી કરવી જોઇએ અંગત સ્વાર્થએ સમાજમાં ફેલાયેલું દુષણ એ તેનાથી અલિપ્ત રહીન કામ કરવું જોઇએ.

પ્રશ્ન:- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી તેવી કહેવત મુજબ દરેક વિભાગોને ટારગેટ આપી દેવામાં આવે છે જેમાંથી વેપારીઓને કેવી રીતે બચાવી શકાય છે?

જવાબ:- આ અંગે ધનસુખભાઇ એ જણાવ્યું હતું કે સમાજની અંદર કે ઘરની અંદર આપણા કુટુંબની અંદર કમાઇને આપતી વ્યકિત હોય કુટુંબ ચલાવે કુટુંબની વ્યકિતઓના કમાણીના આધારે કુટુંબનું ભરણ બને કે પછી બજેટ બન્યા પછી કમાણી કરવા નીકળીએ આપણી સવલતોમાં ટાર્ગેટ આપવામાં આવે છે.

રેવન્યુ કયાંથી આવે છે જે જગ્યાએથી રેવન્યુ આવે છે તેના  જ આધારે એ કામ ચાલે છે. કામ ચાલવા નથી દેતા અને તમારે રેવન્યુના ટાર્ગેટ પુરા કરવા છે. સરકારે રેવન્યુ નફા માટે કરવાનો છે. કે સરકારના ખર્ચને મિનિમાઇઝ કરવા જરુરીયાત પડે તેને રેવન્યુ રીતે લેવાનું

પ્રશ્ન:- કમાવાવાળી વ્યકિતનું મહત્વ શું હોય ? કયાંક તંત્ર એવું જોવે છે કમાવાવાળી વ્યકિત ચોર છે?

જવાબ:- આ અંગે ધનસુભાઇએ જણાવ્યું હતું કે, જે લોકો કમાઇને આપે છે તે ચોર નથી હોતો વેપારી તમને સરકાર અને વેપારી વચ્ચે એવો જ હોય છે. રેવન્યુ ત્રણ જગ્યાએથી મળી શકે છે. ખેડુત, વેપારી અને બાયનીંગના ટેકસ પરથી રેવન્યુ મળી શકે છે.

ગર્વમેન્ટ સર્વન્ટ કે રાજકારણી રેવન્યુ મળી શકે છે. ગર્વમેન્ટ વર્ગ પાસેથી જ મળી શકે. ખેડુતને મદદ જે કરો તે કરવી જ જોઇએ. જયારે વેપારીઓ વર્ષો સુધી વેપાર કરી તમામ ટેકસ ભરે બાદ તે નિવૃત થાય અને તેના પુત્રો જો સાચવે નહી તો તેમનું શું ?

પ્રશ્ન:- સરકારના કમાઉ દિકરા હોવા છતાં વેપારી સાથે ખરાબ વતન થાય છે જયારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કાંઇક વિપરીત છે તેમાં કાંઇ તફાવત લાગે છે ?

જવાબ:- જેમાં સમીરભાઇ શાહે જણાવ્યું હતું કે જયારે દેશ આઝાદ થયો ત્યારે જે પોલીસી નકકી થઇ એ જે તે સમયની પરિસ્થિતિજોઇને થઇ હશે. આપણે ત્યાં જે માનસિકતા છે વેપારી પ્રત્યે એ નહી જાય છે આપણે ત્યાં વન-વિન્ડો સિસ્ટમ કરી નાખી છતાં અધિકારોનું ઇન્ટરફિયર વધતુ જાય છે.

આ અંગે ધનસુખભાઇએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં વેપારીની એક આદર હતું પછીના સમયગાળામાં ધીમે ધીમે મહાજનને ઉપેક્ષિત કરતા થઇ ગયા છે. તેમની આવકમાંથી ભાગ લઇ જે સરકાર તેનો ઉપેક્ષિત કરી રહી છે.  વેપારી ભ્રષ્ટાચારની રકમ આચરી જે ટુંકાગાળાનો લાભ લેવા જાય છે જે ખોટું છે.

પ્રશ્ન: સરકાર વેપારીઓનાં આંતરીક અને બાહ્ય પ્રશ્નો આવતા હોય છે. તો આ બાબતને લઈને સરકારનો કેટલો હકારાત્મક અભિગમ હોય છે?

જવાબ: આઅંગે ગૌતમભાઈ નિયમિત ફોલોઅપ અને સરકાર સામે યોગ્ય રજૂઆત કરો તો હકારાત્મક પ્રતિભાવ મળે છે. સાચા પ્રશ્નોના ચોકકસ પણે નિકાલ મળે છે. પરંતુ તે તુરંત મળતા નથી.

પ્રશ્ન: મહાજન વિઝન પર રાજયનું નિર્માણ થતા જતા સુખશાંતી અને અમન ચેનમાં રહેતી તો શું હાલમાં સરકારની મહાજન સાથેની હકારાત્મક અભિગમમાં કયાંક કચાસ છે? અને તેને સમાજ ભોગવી રહ્યો છે.

જવાબ: સમીરભાઈએ જણાવ્યું કેહું કોઈની ટીકા નથી કરતો પરંતુ જે રીતે અત્યારે અનામત માટે દોટ મૂકાઈ રહી છે. તો સરકારે ખરેખર અનામત કરવી હોય તો જે વ્યકિત પદ માટે લાયક હોય તેને અનામત મળવી જોઈએ આપણા તંત્રને કારણે જે વ્યકિત પદ માટે લાયક નથી તે ચૂંટાય છે. જેના માટે પ્રજામાં જાગૃતિ આવવી જોઈએએ વાતાવરણ સુધરી શકે તેમ છે.

પ્રશ્ન: મહાજન પ્રથા ફરી વખત તેની ગરીમા પર આવી શકે? તેના માટે આવતા દિવસમાં કેવા પગલા લેવા જોઈએ?

જવાબ: ધનસુખભાઈએ જણાવ્યું હતુ કે જયા મહાજન પ્રથા વિખેરાઈ ગઈ છે. તેમાં સુધારો કરીને લોકો અમારો મહાજન તરીકે સ્વીકાર કરે તેવો સુધારો કરવો જોઈએ અમો અમારી જાતને મહાજન તરીકે પૂરવાર કરીએ તો સરકાર સહિત બધા સ્વીકારશે વિદેશમાં વેપારીઓને ચેમ્બરનું મેમ્બર બનવું ફરજીયાત છે. આ અંગે તો વેપારીઓમાં પણ જાગૃતિ આવશે.

પ્રશ્ન: મહાજનપ્રથા ફરીથી જીવંત થાય તો કલ્પસર જેવી દૂરંદેશી યોજના સાકાર થાય તે અંગે આપનો મત શું છે?

જવાબ: આ અંગે સમીરભાઈએ જણાવ્યું હતુ કે ખરેખર સરકારે નિતિવિષયકો નિર્ણયોમાં વેપાર -ઉદ્યોગના પ્રતિનિધિઓની સલાહ લેવી જોઈએ તેની કમિટીમાં પણ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિને સ્થાન આપવું જોઈએ કલ્પસર યોજના હોય તો ચાલુ વર્ષે પડનારી દુષ્કાળની સ્થિતિ સામે સારી રીતે લડત આપી ચૂકયા હોત.

આ અંગે ધનસુખભાઈએ જણાવ્યું હતુ કે મહાજનને મહાજન રહેવા દયો રાજકારણમાં લાવોમાં આપણને ખબર જ છે કે ઘણી બધી સમસ્યાઓ છે. આપણે સાંપ્રત સમયની અંદર શરૂઆતનું રાજકારણ કે શરૂઆતની પાર્ટીઓમાં મળી દિલની અંદર રાષ્ટ્રભાવના હતી.

ધીમેધીમે પરિવર્તન થયું છે. ફરીતે પાછુ પરિવર્તન થાય અને આપણે મૂળ સ્વરૂપમાં આવીએ સંજોગો બદલાશે જયાં સુધી જાગૃતિ ન આવે ૧૯૭૭માં ઈમરજન્સી આવેલી ઈમરજન્સી વખતે જે લોકોને હેરાનગતી થઈ તે લોકો ભેગા થઈ ગયા અત્યારે હેરાનગતી નથી એટલે ભેગા નહી થાય બહુ સ્પષ્ટ વાત છે.

એટલે ત્યારે આપણાને નેતા મળ્યા હતા તે જયપ્રકાશ નારાયણ તેની છત્ર નીચે બધા ભેગા થઈ ગયા અને આપણે પરિવર્તન કર્યું ભૂતકાળમાં મહાજનોએ કેટલાય દુષ્કાળો પાર પાડયા છે. મહાજન કમાણી કરતા હતા તે પ્રજાના હિત માટે કરતા હતા માત્ર પોતાના માટે વાપરતા ન હતા.

ભામાશા જેવા લોકોના આધારે આપણે ટકી શકયા છે. એટલે મહાજનને મહાજન બનાવીને ફરીથી મહાજન તરીકે જીવવા દો તો દેશ સમૃધ્ધ જ થવાનો છે. સુખી જ રહેવાનો છે. અમારે મર્યાદા છે મર્યાદા ત્યારે જ તોડીશું જયારે ભીંસમાં આવશુ ત્યારે.

પ્રશ્ન: આવતા દિવસોમાં મહાજનનો રોલ કેવો હશે?

જવાબ: આ અંગે ગૌતમભાઈ ધમસાણીયાએ જણાવ્યું હતુ કે મહાજનની પણ નિષ્ક્રીયતા અને થોડુ પૂરતુ છે. એવી રીતે વેપારીઓ અને ઉદ્યોગકારો જો ફરજીયાત સભ્યો થઈ જાય સભ્યોનો સાથ સહકાર મળે સભ્યોને જે કાંઈ પ્રશ્ર્નો હોય તો તેનું ચેમ્બરનાં હોદેદારો ઉપર પૂરેપૂ‚ ફોકસ હશે તો પ્રશ્નો જરૂર હલ થશે જો બધાને તકલીફો આવશે બધા સાથે મળશે ખાસ સંગઠનોની  જરૂર છે.

વેપાર અને ઉદ્યોગમાં સંગઠ્ઠનો કરી સાથે મળી આગળ વધશું તો સરકાર સાથે પણ જે સમસ્યા છે. તેને તલમેલ કરીતેના નિરાકરણ ચોકકસ લઈ આવવામા અમે કયાંય પાછીપાની નહી કરીએ. આ અંગે ધનસુખભાઈએ જણાવ્યું હતુ કે મહાજન બનાવવા માટે અમારે મહાજન બનવું ડે મહાજન તરીકે જયારે હું ચેમ્બરમાં બેસુ તો મારે મારી જાતને ફીટ કરવી જોઈએ નિ:સ્વાર્થ ભાવે નૈતિકપણે ચેમ્બરના પ્રમુખ તરીકે કામ કરવાનું છે.

મારે કોઈ હોદાની અપેક્ષા નથી કોઈ જાતની અપેક્ષા વગર હું જયારે બેસીસ તો મારી ચેમ્બર મહાજન જ બનશે. મારી ચેમ્બરનો કોઈ મેમ્બરે એવું નહી કહેવું પડે કે અમારી પાસેથી ભ્રષ્ટાચારની રકમ માંગે મહાજનને મહાજન બનાવવા માટે અમારે મહાજન બનવું પડે અને તો મારી સંસ્થા જ મહાજન બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.