માનવ સંસ્કૃતિના સતત પણે થઈ રહેલા વિકાસ અને આધુનિક સુખ સુવિધા માટે ટેકનોલોજી ના આવિષ્કારથી 21મી સદીને ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે.

માનવીની સુખ સુવિધા અત્યારે ચરમશીમાએ પહોંચી છે હાથ હલાવવાની જરૂર ન પડે અને આંખના ઇશારે કામ થાય, એવી ટેકનોલોજી માં હવે તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી દ્વારા ’મનનાભાવ’ અને તરંગો ના આદેશોથી કામ થાય તેવા આ યુગમાં માનવીને સુખની કોઈ સીમા રહી નથી… અને હજુ કાળા માથાનો માનવી સતત પણે ભૌતિક સુખ સુવિધાઓ વધુને વધુ ઉભી કરવા માટે પાતાળથી લઈને ચંદ્રમા સુધી પહોંચી ચૂક્યો છે.. ત્યારે તમામ સજીવ સૃષ્ટિમાં મેન ખરેખર ’સુપરમેન” બની ચૂક્યો છે પરંતુ તેની આ હરકત હવે પ્રકૃતિથી સહન થતી ન હોય તેમ વૈશ્વિક ધોરણે બદલતા જતા પર્યાવરણ અને વાતાવરણના કારણે પ્રકૃતિ વારંવાર તેનું રોદ્ર રૂપ બતાવવા લાગી છે.

પ્રકૃતિના આ કહેર માં કુદરતનો વાંક કાઢવો જરા પણ વ્યાજબી નથી .કારણ ?.. કુદરત અને ખાસ કરીને પ્રાકૃતિક સંપત્તિ અને વ્યવસ્થા માં માનવી ની સતત પણે વધતી જતી દખલ હવે દિવસે દિવસે પ્રકૃતિ માટે અસહ્ય બની રહી છે. પ્રકૃતિમાં માનવીની દખલ એટલી બધી વધી છે કે પ્રકૃતિ પાસે હવે નારાજગીના સંકેત બતાવવાનો સમય જ નથી સીધું રુદ્ર રૂપ જ બતાવી દેવાય છે,

સતત પણે વધતા જતા તાપમાન ,ખનીજ ખોદાન, શહેરીકરણ અને પ્રાકૃતિક ચીજ વસ્તુઓના બેફામ દુરુપયોગમાં સતત પણે ઉલ્લેચાતા જતા ભૂગર્ભજળ, વરસાદી પાણીના સંરક્ષણ પ્રત્યે બેદરકારી, વાતાવરણમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના બળતરના ધુવાળા નું પ્રદૂષણ સતત પણે પ્રદુષિત વાતાવરણ ઊભું કરી રહ્યું છે ઉત્તર ધ્રુવના ગ્લેસીયલ સતત પણ એ પીગળી રહ્યા છે, પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન, સમુદ્રની વધતી જતી જળ સપાટી, અને ગ્લોબલ વોર્મિંગ ના કારણે ઋતુચક્રમાં ચોમાસા શિયાળા અને ઉનાળાની આડીઅવળી થઈ ગયેલી સાયકલ માં દુકાળ ,સુનામી ,અતિવૃષ્ટિ ,ધરતીકંપ ,લુના વાયરા અને  વાદળો  ફાટવા જેવી ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે હજુ પણ સમય છે કે માનવી વ્યવસ્થા તંત્ર અને પ્રત્યેક વ્યક્તિ સામુહિક ધોરણે પ્રકૃતિની છેડછાડ ઓછી કરે… પ્રકૃતિના રુદ્ર રૂપ પાછળ કુદરત નહીં પણ કાળા માથાના માનવીની સુખની ’લાલસા ’જ જવાબદાર છે તે સૌએ સામૂહિક રીતે સ્વીકારવું જ રહ્યું..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.