સોશિયલ મીડિયામાં આંતરિક મતભેદની વાતો વાઇરલ પાટીદાર આંદોલનમાં હાર્દિકના ઘનિષ્ઠ સહયોગી રહેલા કેતન પટેલે ગંભીર પ્રશ્નો કરતો પત્ર લખ્યો

પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસના ક્ધવીનર હાર્દિક પટેલના ૨૦ જુલાઇએ ૨૪મા જન્મદિને પાસના કાર્યકરો દ્વારા ઉજવણી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બીજી તરફ પાટીદાર આંદોલનની શરૂઆતના હાર્દિકના ઘનિષ્ઠ સાથીદાર અને પછી તેમનાથી છેડો ફાડનારા કોર કમિટીના કેતન પટેલે હાર્દિકને અનેક પ્રશ્નો કરતો પત્ર લખ્યો છે. પત્રમાં છેલ્લા બે વર્ષમાં પાટીદાર સમાજને જે નુકસાન થયું તે માટે કોણ જવાબદાર છે તેવો જવાબ હાર્દિક પાસે માગ્યો છે.

કેતન પટેલે પત્રમાં જણાવ્યું છે કે, ૨૪મા જન્મદિને હાર્દિકને મારી શુભેચ્છા છે અને નાની ઉંમરમાં તેને જે પ્રતિષ્ઠા મળી છે તે જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે. બધું કર્મને આધીન છે તેથી જેવા તારા કર્મો હશે તેવું ફળ ભગવાન આપશે. ભૂલોના પ્રાયશ્વિત બદલ ભગવાન મોકો આપતો હોય છે પણ તે ચૂકી જાવ તો એ તમારા બદઇરાદા બનતા હોય છે અને તેનાથી બધાને નુકસાન થાય છે.

હાર્દિક પટેલને સંબોધીને પત્રમાં જણાવાયું છે કે, છેલ્લા બે વર્ષમાં નજર ફેરવીશ તો ખબર પડશે પહેલા પાટીદાર સમાજ ક્યાં હતો અને અત્યારે ક્યાં છે/ સમાજને કેટલું બધુ નુકસાન થયું છે. ૧૪ યુવાનો ગુમાવ્યા છે અને મા-બહેનોને ગાળો ખાવા સાથે લાઠીચાર્જ સહન કરીને અપમાનિત થવું પડ્યું છે. પાટીદાર સમાજ ટૂકડાઓમાં વહેંચાઇ જવા સાથે હજ્જારો યુવાનો પર પોલીસ કેસ થતા તેમનો અભ્યાસ અને ભવિષ્ય પણ બગડયું છે. રાજકીય-સામાજિક અગ્રણીની પ્રતિષ્ઠા અને વર્ચસ્વને હાનિ પહોંચી છે. પાટીદાર સમાજ જે સમૃધ્ધ હતો અને પહેલા નંબર પર હતો તે આજે અનેક ગણો પાછળ પડી ગયો છે. આ બધા માટે જવાબદાર કોણ છે/ આવનારા સમયમાં સમાજને ઉપયોગી બનવાની જરૂર છે. કેતન પટેલે હાર્દિકને આ પત્ર લખ્યો છે પરંતુ જીઆઇડીસીના કાર્યક્રમોથી લઇને તે પછી પણ લાંબા સમય સુધી કેતન પટેલ હાર્દિકના સાથીદાર તરીકે આંદોલનમાં સક્રિય હતા તે ઉલ્લેખનીય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.