કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલિયમને જીએસટીમાં આવરી લેવા રાજ્યોનો ઇનકાર 

શુક્રવારના રોજ લખનૌ ખાતે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ ડીઝલ અને ગેસને જીએસટીમાં આવરી લેવા માટે ની વિચારણા કરવામાં આવી હતી જેમાં રાજ્યોએ આ નિર્ણય પર ઇનકાર કર્યો હતો .જેનું મુખ્ય કારણ એ છે કે દરેક રાજ્યને પેટ્રોલિયમ વસ્તુઓ પર જે ડ્યુટી મળે છે, તેનો આંકડો ખુબ જ મોટો છે. આ તકે જો પેટ્રોલિયમ વસ્તુઓને જીએસટીમાં સમાવવામાં આવે તો રાજ્ય અને કેન્દ્રને જે ડ્યુટી રૂપે નાણાં મળી રહ્યા છે તેમાં ઘટાડો થાય અને નુકસાની પણ વેઠવી પડે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો જેમાં ફૂડ ડિલિવરીકરતી ઝોમેટો અને સ્વીગી પાસેથી સર્વિસ રૂપે 5% નો જીએસટી અમલી બનાવાયો છે ત્યારે એ પ્રશ્ન પણ સામે આવે છે કે ઈ કોમર્સ ના સર્વિસ સેક્ટર પર લગાવવામાં આવેલો પાંચ ટકાનો જીએસટી નો બોજો કોના ઉપર રહેશે.

ઈ કોમર્સ ના સર્વિસ સેક્ટર પર લગાવવામાં આવેલા 5% જીએસટી ફૂડ ડિલિવરી કંપનીઓ રેસ્ટોરન્ટ પાસે પાંચ ટકા જીએસટી વસૂલીને સરકારને જમા કરાવશે. જીએસટી કાઉન્સિલ વધુ માહિતી આપતા કહ્યું હતું કે જે કર બોજો અમલી બનાવવામાં આવ્યો છે તે ગ્રાહકોએ ભોગવવો નહીં પડે. ત્યારે એ વાત પણ સામે આવે છે કે હવે જે સામગ્રી લોકો દ્વારા ઝોમેટો અથવા તો સ્વીગી પરથી મેળવવામાં આવે છે તેમાં હવે ભાવ વધારો થશે. માત્ર એટલું જ નહીં કોરોના માં ઉપયોગી દવાઓ ના જીએસટી દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે જેથી લોકોને કોઈ અતિરેક બોજો જીએસટી રૂપે વેઠવો ન પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.