- શહેરમાં રાજય કેન્દ્રની આવાસ યોજનાના મકાનો મંજુર કરવામાં ઉદાસીનતા
દામનગર શહેર માં પાલિકા તંત્ર એ ગરીબી હટાવો ના બદલે ગરીબો ને હટાવી દેવા ની નીતિ અપનાવી રાજ્ય સરકાર ની અને કેન્દ્ર સરકાર ની હજારો યોજના હોવા છતાં એક પણ યોજના નો લાભ દામનગર શહેર ના લાભાર્થી ને મળે તેવા પ્રયાસ કર્યો નથી
ગઈઙ ના શાશન માં દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ફેઝ 1 માં 125 ફેઝ -2 123 મળી અઢી સો મકાન મંજુર થયા પણ છેલ્લા ત્રણ વર્ષ થી ભાજપ નું શાશન આવ્યું એકપણ આ આવાસ યોજના નું મકાન મંજૂર કરાયું નથી 150 થી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની દરખાસ્ત નિકાલ કરવા ના બદલે આર્થિક અપેક્ષા રાખી નતનવા તૂત ઉભા કરાય રહ્યા છે અંગે જિલ્લા કલેકટરની અધ્યક્ષતા માં સંકલનમાં પણ આ પ્રશ્ને રજુઆત કરાય છે છેલ્લા 15-20 વર્ષ થી BPL સર્વે કરાયો નથી પાલિકા ના ટપાલ દફતરે ઇનવોર્ડ થયેલ 650 ગરીબ પરિવારોની નામ સમાવેશ કરવાની માંગ કરી હતી તે સંદર્ભ માં દામનગર નગરપાલિકા એ ગત 26/08/19 જા નં એસ્ટા 698/2019 થી ગ્રામ વિકાસ એજન્સી અને લાઠી મામલતદાર ને પત્ર પાઠવી 650 અરજ નું શુ કરવું ? તેવુ અવલોકન માગ્યું હતું.
જિલ્લા કલેકટર અમરેલી જાવક નં 321 તા.21/05/22 તેમજ જિલ્લા ગ્રામ વિકાસ ના તા.19/12/19 ના નં જગવ / બી પી એલ/ વશી/19/978 તેમજ ચીફ ઓફિસર દામનગર ને સ્પષ્ટ તાકીદ કરી BPL સર્વે પાલિકા એજ કરવાનો હોય તેમ છતાં પાલિકા તંત્ર BPL સર્વે શુ કામ નથી કરતું ? તેને ગરીબો પ્રત્યે આટલી બધી નારાજગી કેમ ? સરકાર ગરીબો માટે કેટલીય બજેટ જોગવાઈ કરી છેવાડા ના માનવી સુધી લાભ પહોંચાડવા પ્રત્યનશીલ છે ત્યારે સ્થાનિક સત્તાધીશો દેવા કરતા દયા પણ ભૂલી રહ્યા છે દરેક યોજના ઓમાં લાભાર્થી ઓ માટે માપદંડ ફરજિયાત BPL કરાયો છે પણ પાલિકા ને ગરીબો પ્રત્યે કોઈ હમદર્દી નથી છેલ્લા 19 વર્ષ થી દામનગર શહેર માં કોને કુટિર જ્યોતવીજ કનેક્શન વૃદ્ધ પેન્શન સંકટ મોચન કુંવરબાઈ મામેરું રામબાઈ સાતફેર સાત ફેરા સમૂહ લગ્ન કે શહેરી ગરીબ ને મફત પ્લોટ કે આવી રાજ્ય કે સરકાર સરકાર ની હજારો કલ્યાણકારી યોજના ના લાભ મળ્યા ? ભ્રષ્ટાચાર માં ગળાડૂબ પાલિકા શાસકો એ ગરીબી હટાવવા નહિ પણ ગરીબો નેજ હટાવવા માં રસ છે તેવી ફરીયાદ ઉઠી છે.