કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો જન્મ 3 એપ્રિલ, 1903 ના રોજ થયો હતો. ગૂગલે ભારતીય સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની 115 મી જયંતિની ઉજવણી પર ડુડલ બનાવ્યું છે. ગૂગલે કમલાદેવી ચટ્ટોપાધ્યાયના 115મી જન્મદિવસ નિમિતે ડુડલ બનાવ્યું છે. ડૂડલમાં કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા કરાયેલા કાર્યોની ઝલક પણ સ્પષ્ટ બને છે. સ્વતંત્રતા પછી ભારતીય હૅન્ડલૂમને પુનઃજીવિત કરવા અને રંગ આપવા કમલદેવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે, ભારતમાં પર્ફોર્મિંગ આર્ટ્સ સંબંધિત ઘણી સંસ્થાઓ કમલાદેવીની દ્રષ્ટિનું પરિણામ છે. જેમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સંગીત નાટક એકેડેમી, સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એમ્પરિયમ અને ભારતના ક્રાફ્ટ કાઉન્સિલનો સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,