જો ગાંધીજી હયાત હોત તો અત્યારની જેમ બેવડો ત્રેવડો નશો ચઢે અને માણસ ડાહ્યો મટી જઈને અર્ધોપર્ધોય ઓળખાય નહિ એવો ગાંડો ઘેલો બની જાત ? બીજે કયાંય દારૂ ડિયા આવા વાનરવેડા કેમ નહિ કરતા હોય ? દારૂ બંધી ખાતાના સત્તાધીશોને સવાલનો જવાબ સૂઝે તો જ નવાઈ !
ચમત્કારો આજેય થાય છે, એવું શ્રી દિલીપ રોયએ તેમનાં એક બહૂ જાણીતા ગ્રંથમાં કરેલું વિધાન સાચું હોવાનું લાગ્યા વિના રહેતું નથી. વળી ચમત્કારો જાતજાતના હોય છે, એ પણ સાચું જ છે. દારૂ બંધી-કાયદાના અમલમાં ચમત્કારો હોઈ શકે. ગાંધી માર્ગ પર વેચાતા દારૂ ને ચમત્કાર જ લેખાય: ગાંધી પ્રતિમાની સન્નિધિમાં દારૂ પીવાય તે ચમત્કાર જ લાગે… મંદિરે જતા બે-પાંચ દારૂ ડિયાની ધાર્મિકતા કૌતુક સમી લાગે જ. દારૂ ડિયો પ્રાર્થના કરે એ ચમત્કાર નહિતો બીજું શું, અને એ દારૂ ડિયો મટી જાય તો તે પણ ચમત્કાર… ગુજરાતમાં કેટલાક દારૂ ડિયાઓને બમણો-ત્રણ ગણો નશો ચઢે અને તે વાનરવેડા કરે તો તેને શું ગણવું એ તો દારૂ ડિયા સિવાય કોણ જાણે !
આજના પનોતા દિવસે એટલે કે, ૧૯૩૦ના માર્ચની બારમી તારીકે દાંડીકૂચ-મીઠાના સત્યાગ્રહ દ્વારા મહાત્મા ગાંધીએ એ વખતની અંગ્રેજી સલ્તનતે નિમક (એટલે કે મીઠા) ઉપર લાદેલા વેરા સામે વિરોધ પોકારીને અને કાનૂન ભંગ કરીને સ્વાતંત્ર્ય સંગ્રામને રાષ્ટ્રવ્યાપી સ્વરૂ પ બક્ષ્યું હતુ એ ઐતિહાસીક ઘટના આપણા દેશના ઈતિહાસમાં સુવર્ણ-અક્ષરે આલેખાઈ છે અને અજર અમર બની છે.
સામાન્યત: વિશ્ર્વમાં જે કોઈ જન્મે છે તેનો વિલય નિશ્ર્ચિત હોય છે અને તેને કાળના ગર્ભમાં વિલીન થવું જ પડે છે. પરંતુ કેટલાક લોકો અને કેટલીક ઘટનાઓ એવા પણ હોય છે કે જે પોતાની અસાધારણ કામગીરી વડે કાળને પડકારે છે, કાળના ગર્ભમાં વિલીન થવાની ના પાડતા હોય તેમ અજર-અમર અને અવિચળ બને છે, જેને દૂનિયા કદાપિ વિસ્મરી શકતી નથી.
પ્રકૃતિ સામેના મહાત્મા ગાંધીઆવા વિરલ પુરૂ ષ હતા અને અસાધારણ તેમજ અજેય યોધ્ધા હતા. તા.૧૨મી માર્ચના દિવસે તેમણે અંગ્રેજી સલ્તનતે ‘મીઠા’ ઉપર લાદેલા વેરાને દેશની સામાન્ય જનતા માટે અન્યાયી અને અપમાન જનક લેખાવી ને તેની સામે બાથ ભીડી હતી, જે વિરાટ સાબિત થઈ હતી અને હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામને વધુ વિરાટ અને વધુ પ્રબળ બનાવવામાં નિમિત્ત બની હતી. મહાત્મા ગાંધીના અસહકાર-આંદોલન (નોન-કોઓપરેશન)નો એ બુલંદ પડઘો હતો અને અસાધારણ પ્રયોગ હતો…મહાત્મા ગાંધી દારૂ બંધીના પણ જોરદાર હિમાયતી હતા.
દારૂ ના નશામાં ગરીબ કુટુંબના એકનોએક કમાતો મોભી પોતાની દિવસભરનાં શ્રમની કમાણી દેશી દારૂ અને લઠ્ઠામાં ખર્ચી નાખીને અને રાહકની રાણી સમી પત્નીને ત્રાસ આપે એવી હાલતની એમને બળતરા હતી. આવા કુટુંબના બાળકોને પોષણયુકત તો ઠીક, જેવું તેવુંયે ખાવાનું નહોતું મળતું, એ સ્થિતિ તેઓ સહન કરી શકતા નહોતા.આપણા આજના રાજકર્તાઓ દારૂ બંધીનાનામે કલ્પનાતીત પાપાચાર આચરે છે અને ગોરખધંધા વડે તાગડધિન્ના કરે છે.
‘દારૂ બંધી’ને કારણે કરવેરાની નોંધપાત્ર જંગી આવક સંબંધિત રાજયને ગુમાવવી પડે છે, તો પણ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે. જોકે એ ઘણે અંશે નિષ્ફળ ગઈ છે. દારૂ પીવાની લત બૂરી છે અને એવી ટકોર પણ થાય છે કે, દારૂ ડિયો દારૂ પીએ છે એની સાથે સાથે જ દારૂ દારૂ ડિયાને પી જાય છે.
દારૂ સારો છે ખરાબ છે એનું પૃથકકરણ કરવાનું હાલતૂર્ત બાજુએ મૂકીને આપણે દારૂ બંધીના કાયદાએ ચોકકસ વર્ગના લોકોમાં અને અત્યંત તથા દરિદ્રજનોના પરિવારોમાં અનિષ્ટો તથા અનાચારો સજર્યા હોવાની અસંખ્ય કહાણીઓ લગભગ દરરોજ પ્રકાશમાં આવી રહી છે. દારૂ ની થોકબંધ પેટીઓ, જુદી જુદી રીતે સંતાડાયેલી અને છૂપાવેલી સ્થિતિમાં પકડાયા કરે છે. દેશી અને વિલાયતી (વિદેશી) દારૂ ઓ જોઈએ તેટલા પ્રમાણમાં પ્રાપ્ય બને છે એ જેવો તેવો અચંબો કે કૌતુક નથી ! દારૂ ના આવા જથ્થાની કિંમત ભલભલાને આશ્ર્ચર્ય પમાડે તેવી બની રહે છે! ‘દારૂ ’માં ચમત્કારનું તત્વ કોઈને કોઈ રીતે વણાઈ જતું હોવું જોઈએ. દારૂ ની પ્રોડકટસ સાથે એનો સંબંધ હોવો જોઈએ.
દારૂ , મદિરા, આલ્કોહોલ, વાઈન, બીઅર અને ન જાણે અન્ય કેટલા નામો ધરાવતી દારૂ ની જાતો (પ્રોડકટસ) આપણી બજારોમાં અને શોપ્સ પર વેચાતી મળતી હશે એના સ્વાદમાં પણ વૈવિધ્ય હોતું હશે… જુદાજુદા રાષ્ટ્રોની જુદી જુદી બનાવટો હાર્ડ એન્ડ સોફટ -ઉત્પન્ન થતી હશે અને જુદી જુદી નમુનેદાર બોટલોમાં શોભાવાતી હશે… દારૂ બંધીના કાયદાઓનો અમલ કરનારાઓ કદાચ એ બધી જાતોનાં સંપર્કમાં આવતા હોય તો નવાઈ નહિ,
દારૂ -મદિરા-બીઅર દુનિયાભરમાં પીવાય છે.
એના ફાયદા-ગેરફાયદા હોતા હશે.
મહિલાઓમાં પણ પીવાય છે.
પિતા-પુત્રો સાથે બેસીને પણ પીએ છે.
ગાંધીજીના પરમ પવિત્ર મનાયેલા અને કવચિત પૂજાયેલા ચરખાનાં સૂતરમાં વૈવિધ્ય આવે તેમ દારૂ બંધીના કાયદાઓમાં થતું હશે ! દારૂ પીનારાઓની સ્થિતિ એક સરખી નથી હોતી એમાં કૌતુક અને ચમત્કાર જેવું કશું ક લાગે જ છે.ગુજરાત એમાંથી બાકાત નથી. હમણા હમણાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ગુજરાત આખરે કોનું છે? મહાત્મા ગાંધીનું કે અજબ જેવા દારૂ ડિયાઓનું ? જો ગાંધીજી હયાત હોત તો અત્યારની જેમ બેવડો -ત્રણ ગણો નશો ચઢે અને માણસ ડાહ્યો મટી જઈને અર્ધોપર્ધોય ન ઓળખાય એવો ગાંડો ઘેલો બની જાત ખરો? દારૂ ડિયા બીજે કયાંય દારૂ પીને આવા વાનરવેડા કેમ કરતા નહિ હોત ? ગુજરાતમાં બમણો, ત્રણ ગણો કે તેથીયે વધુ નશો ચઢે એવો દારૂ બનતો હશે ખરો, ને તે પણ ગાંધી માર્ગ પર, મહાત્મા ગાંધી મારકેટમાં, ગાંધી પ્રતિમાના ઓટલે કે એનાં સાનિધ્યમાં વેચાતો થાય તો દારૂ બંધીનો અમલ કરવાનો વાંક, કે ગાંધીબાપુનો વાંક ?
આ બાબતને રખે કોઈ ઓછી ગંભીર ગણે. જો એમ થશે તો ઉગતી પેઢી બગડી બેઠી એમ કહેવાનો વખત આવી શકે ! દારૂ બંધીનો કાયદો જ એવું પ્રતિપાદન કરે છે કે દારૂ પ્રજાના એક બહુ મોટા ગરીબ વર્ગ માટ અને સમાજ માટે વર્જય છે. એનાં કારણે જ દારૂ બંધીની જાહેરાતો; પાછળ સત્તાવાળાઓ જંગી ખર્ચ કરે છે ! અને હા, દારૂ ની પરમીટો અપાય છે એ એક હકિકત છે !