બેંગલુરુમાં ચાલી રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના બે દિવસીય પ્રતિનિધિ સભાના આજે અંતિમ દિવસ છે. જેમકે દરેકને અપેક્ષા હતી કે આ વખતે બેઠકમાં મોટો ફેરફાર થશે અને તેવું જ બન્યું. છેલ્લા ચાર વખત સંઘના નંબર બેના પદ સંભાળનારા ભૈયા જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલે સંઘના નવા સર કાર્યવાહ રહેશે. જો સંઘની ભાષામાં સમજો, તો નંબર બેનું પદ ખૂબ મહત્વનું હોઈ છે. જ્યાં સંઘના પ્રમુખ એક માર્ગદર્શિકાની ભૂમિકામાં રહે છે, ત્યાં સંઘને સર કાર્યવાહ પર સંઘ ચલાવવાની સંપૂર્ણ જવાબદારી હોય છે. દત્તાત્રેયનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે રહેશે. ચાલો જાણીએ દત્તાત્રેય હોસબોલે કોણ છે…
13 વર્ષની વયે સંઘમાં જોડાયો
દત્તાત્રેય હોસબોલેનો જન્મ 01 ડિસેમ્બર 1955ના રોજ કર્ણાટકના શિમોગા જિલ્લાના સોરાબા તાલુકામાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયથી એમ.એ.સુધી અભ્યાસ કર્યો છે. દત્તાત્રેય 1968માં 13 વર્ષની વયે સંઘના સ્વયંસેવક બન્યા અને 1972માં સંઘની વિદ્યાર્થી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા. તેઓ આગામી 15 વર્ષ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠન મંત્રી રહ્યા હતાં.
જેપી આંદોલનમાં ગયા હતા જેલ
1975-77ના જેપી આંદોલનમાં પણ સંક્રિય હતા અને લગભગ બે વર્ષ ‘મીસા’ અંતર્ગત જેલમાં હતા. તેમણે જેલમાંથી બે પત્રિકાઓનું સંપાદન પણ કર્યું હતું. વિદ્યાર્થી પરિષદના જુદા-જુદા હોદ્દાઓ રાખતી વખતે ઉત્તરપૂર્વથી દક્ષિણ સુધી કામ કર્યું છે.
2004મા ABVPથી સંઘમાં પરત ફર્યા
વર્ષ 2004માં તેઓ સંઘના અખિલ ભારતીય સહ-બૌદ્ધિક પ્રમુખ બન્યા હતા. 2008થી તેઓ સહકાર્યવાહ પદ પર હતા. 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ઘણા રાજકીય વિશ્લેષકો તેમની નિમણૂક ભાજપના મિશન સાઉથ સાથે પણ જોડી રહ્યા છે