ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડનું , 22 ઓગસ્ટ 1960ના રોજ ડો.જીવરાજ મહેતાએ રજૂ થયુ હતુ.
આજે ગુજરાતનું બજેટ 2018-19 રજૂ થવાનું છે. આ બજેટ નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ રજૂ કરશે. આ બજેટની સાથે જ ગુજરાતનું પ્રથમ બજેટ કેવડું હતું તે અંગે પણ જાણવાની ઉત્સુકતા રહે તે સ્વભાવિક છે. પહેલું બજેટ કોણે રજૂ કર્યુ હશે? કેટલુ હશે? વગેરે વગેરે બાબતોથી આજની પેઢી અજાણ હશે. ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. તે સમયે બજેટનું કદ માત્ર 115 કરોડ રૂપિયાનું હતું.
ગુજરાતનું પ્રથમ બજેટ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. આ સમયે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.