અમદાવાદ અને વડોદરા મહાનગર પાલિકાના હોદ્દેદારોનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થતાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેના માટે આજે નવી વરણી કરવામાં આવી છે. જેમનો અઢી વર્ષનો કાર્યકાળ શરૂ થયો છે.
અમદાવાદ શહેરના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની વરણી થયી છે, તેમજ ડે. મેયર તરીકે જતીન પટેલની વરણી કરાઇ છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો હવાલો દેવાંગ દાણીને સોપાયો છે. શાસકપક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. પ્રતિભા જૈન વિશે વાત કરીએ તો તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈનરાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.
વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડો. શીતલ મિસ્ત્રીના નામની જાહેરાત કરાઇ તેમજ નવા ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની જાહેરાત કરાઇ છે.આ ઉપરાંત શાસક પક્ષ નેતા તરીકે મનોજ પટેલની વરણી થયી છે. પીંકીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે. આ અગાઉના ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા અને ડો. જીગીષાબેન શેઢ વડોદરાના મેયર રહી ચૂક્યા છે.વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા ભાજપ કાર્યલય મેન્ડેટ લઈ પહોંચ્યા હતા. આ પહેલા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેના બાદ નામોની જાહેરાત કરાઈ છે.