જ્યોતિષ રાજદીપ જોશી
હનુમાન ચાલીસા અને તેના પરચા વિશે તો આપણે સૌએ કંઈકને કંઈક દંત કથા સાંભળી હશે. તો આજે આપણે હનુમાન ચાલીસા ની રચનાનો ઇતિહાસ હનુમાન ચાલીસા નો પરચો સૌ પ્રથમ કોને મળ્યો હતો તે વિશે જાણશું…
એક કથા પ્રમાણે એક સ્ત્રી તુલસીદાસજીને પગે લાગે છે ત્યારે તુલસીદાસજી તેને આશીર્વાદ આપે છે અખંડ સૌભાગ્યવતી પરંતુ આ આશીર્વાદ સાંભળી આ સ્ત્રી રોવા માંડે છે જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે તુલસીદાસજીને કહે છે કે મારો પતિ તો હમણાં જ મૃત્યુ પામ્યો છે આ સાંભળી તુલસીદાસજી બહુ ઊંડા વિચારમાં પડી જાય છે અને વિચારે છે કે મારા રામજી મારા આશીર્વાદ ખોટા નહીં થવા દે તુલસીદાસજી તે સ્ત્રીને કહે છે કે તું રામ નામ લે અને થોડી જ વારમાં આ સ્ત્રીનો પતિ જીવિત થઈ જાય છે
આ ચમત્કારની વાત રાજા અકબર ને ખબર પડે છે રાજા અકબર તુલસીદાસજીને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે તમે કોઈ ચમત્કાર દેખાડો ત્યારે તુલસીદાસજી કહે છે કે હું તો એક સામાન્ય માણસ છું ચમત્કાર દેખાડી ન સકુ આ સાંભળી અકબર રાજા ગુસ્સે થઈ જાય છે.
અકબર રાજા તુલસીદાસજીને કેદ ખાનામાં કેદ કરે છે ત્યાં કેદ ખાનામાં તુલસીદાસજી એ અવધિ ભાષામાં હનુમાન ચાલીસાની રચના કરે છે અને સતત ૪૦ દિવસ સુધી હનુમાન ચાલીસાના પાઠ કરે છે ત્યારે અકબર રાજાના મહેલમાં હજારો બંદરોએ હુમલો કરે છે અને ઘણા સૈનિકો ને ઘાયલ કરે છે આ જોઈ અકબર રાજાએ તુલસીદાસજી ને છોડી મૂકવાનો આદેશ આપ્યા હતા આમ સૌ પ્રથમ હનુમાન ચાલીસાનો પરચો તુલસીદાસજીને જ મળ્યો હતો.