રાજકોટમાં જયારે લોકમેળા અને ખાનગી મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે બાળકો માટે મેળામાં મોજની સાથે સાથે રમકડાની ખરીદી માટે પણ ખુશી હોય છે. જયારે જે બાળકના માતા પિતા રમકડા નથી ખરીદી શકતા તે બાળકો નપથ્થરનો મહેલથ બનાવીને જ ખૂશ થઈ જાય છે. નાના મોટા પથ્થર શોધીને બાળકો એકની ઉપર એક પથ્થર ગોઠવે છે.
ખૂબજ ઉત્સાહ અને તકેદારી પૂર્વક ગોઠવાતા પથ્થરને સ્થિર થતા જોઈને બાળક રાજી થઈ ગયેલુ જોવા મળી રહ્યું છે. મેળાની બહાર જ પથ્થરનો મહેલ બનાવી આનંદ માણતા આ બાળકો ને જોઈ સહજ એવો ઉદગાર નિકળે કે અમને રમકડા કોણ અપાવે…? (તસવીર: માનસી સોઢા)