હિદુસ્તાન ઈન્ડિયા ક્યારથી કહેવાયું ?
ભારત, હિંદુસ્તાન, ઈન્ડિયા એના વિવિધ નામથી ઓળખાતો આપણો દેશ, તેનું નામ ઈન્ડિયા કોને પડ્યું એ જાણીએ. અંગ્રેજોએ જ્યારે આપના દેશ પર રાજ કરતાં હતા ત્યારે તે હિંદુસ્તાન નામથી ઓળખાતો હતો. અને સિંધુખીણની સંસ્કૃતિના કારણે એક સમયે સિંધુ નામ પણ હતું. આ ઉપરાંત સિંધુ નદીની વાત કરીએ તો એ ઇન્ડસ વેલી તરીકે પણ જાણીતી છે. અને ભારતમાં આવેલા વિદેશીઓ તેને ઇન્ડસ નદી તરીકે જ ઓળખતા હતા. ઇન્ડસ વેલીને લેટિન ભાષામાં ઈન્ડિયા કહેવાય છે.
અંગ્રેજોને જ્યારે આમાહિતી મળી ત્યારે તેને હિંદુસ્તાનને ઈન્ડિયા કહેવાનું શરૂ કર્યું હતું. એવી રીતે અંગ્રેજોના સમયમાં ઈન્ડિયા નામ ખૂબ પ્રચલિત થયું હતું. અને હવે આખી દુનિયા ભારતને ઈન્ડિયા નામથી જ ઓળખે છે. બસ પછી તો સિંધુ નદીના લેટિન ભાષાના નામ પરથી આપના દેશનું નામ ઈન્ડિયા અંગ્રેજોએ આપેલું નામ છે.