ગોમતી કાંઠે પ હજાર વર્ષથી પણ પૌરાણિક સંગમ નારાયણ મંદિરની જર્જરીત હાલત, તંત્ર દુર્ધટનાની રાહ જોતું હોય તેવો ઘાટ
જે દેશ પોતાનો ઇતિહાસ ભુલે છે તે અંધકાર તરફ ધકેલાવય છે તે હકિકત છે ત્યારે ઐતિહાસિક દ્વારકા નગરીને કોન ભુલાવી રહ્યું છે તે સવાલ ઉદભવીત થાય છે અહિંના ગોમતી કાંઠે પ હજાર વર્ષથી પણ પૌરાણિક સંગમ નારાયણ મંદિરની જર્જરીત હાલત જાણે કોઇ દુર્ધટનાની રાહ જોવા માટે યથાવત રાખી હોય તેવું લાગી રહ્યું છે.
યાત્રાધામ દ્વારકમાં ગોમતી કાઠાના છેલ્લા ધાટે આવેલ પોરાણીક પાંચ હજાર વર્ષથી ઉપરાંત આવેલ ગોમતીજી અને સમુંન્દ્રનું મિલન થતું હોય તે વિશ્વનું એક માત્ર સંગમ નારાયણનુ મોટુ મંદિર લાંબા સમયથી જર્જરીત થૈઇ ગયેલ હોવાથી પળવાના આરે છે સબંધીત તંત્ર જાણે કોઇ દુર ધટના બને તેની રાહ જોઇ રહ્યું હોય તેવું મંદિરના દ્રશ્યો ઉપરથી સાબિત થાય છે જોક યાત્રાધામ દ્વારકામાંં એન્ટ્રી થતા પહેલા હાઇવે પરથી માત્ર બે મંદિર એવા છે કે એ મંદિરના ડેરાનો નજારો દેખાય છે એક દ્વારકાધીશ જગતમંદિર તેમજ ગોમતી કાઠાના છેલ્લા ધાટે આવેલ સંગમ નારાયણ મંદિર જે બે મંદિર દ્વારકાનો નજારો ગણી શકાય એ હાઇવે પરથી દેખાય છે જોકે મંદિરની વિશેષ્ટા એવી છે કે મંદિરમાં સંગમ નારાયણની વિષ્ણું સ્વરૂપમાં શંખ ચક્ર ગદા પદમ ધારી સ્વરૂપની મુર્તી છે તેમજ અજમલજીની ધ્યાન ગુફા તેમજ મીરા મંદિર અને ભુરીયા બાબાની ધ્યાન ગુફા અને હવન કુંડ પોરાણીક આવેલ છે આ મંદિર બે માળનું હોવાથી બન્ને માળ અંદર અને બહાર જર્જરીત થૈઇ ગયેલ છે થોડા સમય પહેલા આવેલ વાવાઝોડા અને તોફાની વરસાદનના કારણે મંદિર અતિ જર્જરીત થયેલ છે અને મંદિરની બાજુમાં પરીક્રમાંનો ઓટો આવેલ ત્યા એક નાનુ મંદિર આવેલ હતુ તે ટુટીને ગોમતી નદીમાં નષ્ટ થૈઇ ગયેલ છે હવે પરીક્રમાનો ભાગ ટુટી એક ભાગ થઇ ગયેલ તેમજ સમુન્દ્ર અને ગોમતીનું મિલન થતું હોવાથી છેલ્લા ધાટે આવેલ આ મંદિરમાં દરિયો તોફાની થાય ત્યારે અથવા વાવાઝોડુ આવે ત્યારે અને તોફાની વરસાદના કારણે પહેલા આ મંદિરમાં ઈફેક્ટ પડતી હોવાના કારણે મંદિર નિચેના ભાગથી કરી ઉપલા ડેરા સુધી ખવાય ગયેલ હોવાથી હવે પડવાના આરે છે જોકે સરકાર દ્વારા તેમજ સબંધીક્ત તંત્ર દ્વારા મંદિરની ઝાણવણી વહેલામાં વહેલી તકે કરે તે જરૂરી બન્યું છે જાણે સરકાર દ્વારા મંદિરની નોંધ નહી લેવાય તો આ પોરાણીક સંગમ નારાયણનું મંદિર નષ્ટ થૈઇ જવાના આરે છે ઉલ્લેખીયન છેકે ગોમતી સ્નાન કરવા આવતા યાત્રિકોઆ મંદિર અંદર પહેલા દર્શન કરવા જતા હાલમાં જર્જરીત હોવાથી હવે યાત્રિકો પણ આ મંદિરના દર્શનથી વિંચીત રહે છે. જોકે જગત મંદિર જેટલુંજ પોરાણીક આ મંદિર હોવાથી આગાવ ગોમતીધાટ અનેક વખત રીનોવેશ થય ગયેલ છે પણ છેલ્લા ધાટે આવેલ સંગમ નારાયણ મંદિર કેમ રીનોવેશ માટે બાકાત રાખવામાં આવે છે તે સવાલો ઉઠ્યા છે.
કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિકાસના કાર્યો માટે આવે પણ પૌરાણીક મંદિર માટે નહી?
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા થોડા વર્ષોમાં જુદી જુદી યોજનાઓમાંથી કરોડો રૂપિયાની ગ્રાંટો આવી છે અને તે ગ્રાંટોનો વિકાસ થતો હોય છે પણ આ ગોમતી ધાટે આવેલ સંગમ નારાયણનું પાંચ હજાર વર્ષ ઉપરાંત પોરાણીક મંદિર આવેલું છે તે જર્જરીત થૈઇ ગયેલ હોવાથી તેની માટે સરકાર દ્રારા ગ્રાંટ ફાળવી પૂર્ણ હેરીટેજ મંદિર ઉભું કરવામાં આવશે કે નહી તે જોવાનું રહ્યુ.