કોરોના વાયરસને કારણે ભારતમાં સ્થિતિ કથળી બની છે. દરરોજ હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. WHOએ ભારતમાં કોરોના રોગચાળાની કથળેલી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગ્રેબેયેસસ તાજેતરમાં ભારતમાં થયેલા કોરોના વાયરસના ઝડપથી થયેલા વધારાને ‘અચંબિત સ્થિતિ’ ગણાવતાં કહ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ ભારતમાં અનેક ઓક્સિજન મશીનો સહિત મહત્વપૂર્ણ સામગ્રી સપ્લાય કરી છે.’

ગ્રેબેયેસસએ સોમવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘વૈશ્વિક સ્તરે રોગચાળો સતત વધી રહ્યો છે. WHOએ સંકટના સમયમાં ભારતને મદદ કરવા માટે 2,000થી વધુ જવાનો સેવા માટે આગળ આવ્યા છે, અને તે રસીકરણ સહિતના વિવિધ કાર્યોમાં અધિકારીઓને મદદ કરી રહ્યા છે.’

ગ્રેબેયેસસએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, ‘ભારતની પરિસ્થિતિ અત્યારે હૃદયસ્પર્શી બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કોરોના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. દર્દીઓના પરિવારજનો હોસ્પિટલોમાં પલંગ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. પરિસ્થિતિનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે રાજધાની દિલ્હીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરાયું છે. ભારત Covid-19ની ભયંકર લહેર સામે લડત લડી રહ્યું છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને સ્મશાનઘાટ પર મૃતદેહોની કતારો છે.’

ભારતમાં પોલિયો અને ક્ષય રોગ(ટીબી) સામે કામ કરતા 2600 નિષ્ણાતોને કોરોનામાં કામ કરવા માટે બદલી કરાયા છે. WHO દરેક રીતે દેશને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની આરોગ્ય એજન્સી ભારતમાં ઓક્સિજન અને હોસ્પિટલો માટે જરૂરી સામનનો પુરવઠો પૂરો પાડવા મહેનત કરી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.