*હેલ્મેટ કયાં ?
* નંબરપ્લેટ કયાં ?
* પ્રતિબંધિત રૂટ ઉપર ?
* દંડ કરનારને દંડ કોણ આપશે ?
શહેરમાં વિકટ બનેલી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સતત કાર્યશીલ રહે છે ત્યારે ટ્રાફિક નિયમનનો અમલ કરાવનારને ટ્રાફિકના નિયમ લાગુ પડતા ન હોય તેમ પોતાને બીઆરટીએસ રૂટ પર બાઇક ચલાવવાની છુટ હોય તેમ બિન્દાસ્ત રીતે પ્રતિબંધિત રૂટ પર બાઇક હંકારતા ટ્રાફિક પોલીસ અને વોર્ડન પ્રસ્તૃત તસવીરમાં નજરે પડે છે.
શહેરના ઓમનગર ખાતે લેવાયેલી તસવીરમાં બીઆરટીએસ રૂટ પર એક હેડ કોન્સ્ટેબલ, એક કોન્સ્ટેલ અને ટ્રાફિક વોર્ડન પોતાના બાઇક બીઆરટીએસ રૂટ પર લઇને જઇ રહ્યા છે. સામાન્ય બાઇક ચાલક સ્ટોપ લાઇન ઓળંગે ત્યારે તેને ઇમેમો આપવામાં આવે છે તે રીતે આઇ-વે પ્રોજેકટની મદદથી પ્રતિબંધિત રૂટ પર નંબર પ્લેટ વિનાના બાઇક ચલાવનાર ટ્રાફિક પોલીસને કોણ ટ્રાફિકના નિયમ સમજાવશે? તેવો સવાલ થઇ રહ્યો છે.