Abtak Media Google News

વરસાદના આગમનથી વાતાવરણ ખુશનુમા બની જાય છે. પણ આ સિઝનમાં મચ્છરોના કારણે રોગોનું જોખમ પણ વધી જાય છે. આ એક એવો જીવ છે જે ઘણા જીવલેણ રોગોનું કારણ બની શકે છે.  તેથી આવા હવામાનમાં તેનાથી બચવું જરૂરી છે. તમે મચ્છરોથી બચવા માટે ઘણા ઉપાયો શોધતા હોવ છો. પણ શું તમે જાણો છો કે એવા ઘણા કારણો છે જેના કારણે મચ્છર કેટલાક લોકોને વધુ કરડે છે.

Page 2 | Mosquito Bite Stock Photos, Images and Backgrounds for Free Download

જો તમને ખબર હોય તો ઘણી વખત એવું બને છે કે 2થી 3 લોકો એકસાથે ઊભા હોય છે. પણ તેમાંથી એક વ્યક્તિને વધુ મચ્છર કરડે છે. નજીકમાં બેઠેલા લોકોને મચ્છર કરડતા જ નથી. આવું કેમ બને છે તેની પાછળનું કારણ શું હશે. ઘણી વખત એવું પણ બને છે કે મચ્છર પ્રેગ્નેટ મહિલાઓને વધુ કરડે છે. તો જાણો કે કયા લોકોને મચ્છર વધુ કરડે છે?

મચ્છર કોને વધુ કરડે છે? જાણો શું છે બ્લડ ગ્રુપ સાથે કનેક્શન

જે લોકો શારીરિક રીતે સખત મહેનત કરે છે અને પરસેવો પાડે છે. તે વ્યક્તિને મચ્છર વધુ કરડે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિના પરસેવામાં લેક્ટિક એસિડ, યુરિક એસિડ, એમોનિયા વગેરે હોય છે. જેના લીધે મચ્છર તેને વધારે કરડે છે.

પ્રેગનેટ મહિલાઓને :

Pregnancy & Coronavirus: Get The Facts - Axia Women's Health

પ્રેગનેટ મહિલાઓને પણ વધુ મચ્છર કરડતા હોય છે. કારણ કે પ્રેગનેટ મહિલાઓ અન્ય મહિલાઓ કરતાં ઊંડા શ્વાસ લે છે. આ ઉપરાંત તેમના શરીરનું તાપમાન પણ વધારે હોય છે.

‘O’ બ્લડ ગ્રુપ ધરાવતાં વ્યક્તિઓને :

Researchers Find Way to Convert Type A Blood to Type O

‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં મેટાબોલિક રેટ વધુ હોય છે. તેથી મચ્છર આવા લોકો તરફ વધુ આકર્ષાય છે. જેના કારણે મચ્છર તેમને વધુ કરડે છે.

ત્વચાના બેક્ટેરિયા :

9,900+ Mosquito Biting Stock Photos, Pictures & Royalty-Free Images - iStock | Mosquito biting skin, Mosquito biting animal

ત્વચાના બેક્ટેરિયાને કારણે મચ્છર વધુ કરડે છે. મચ્છર ચોક્કસ બેક્ટેરિયાવાળા માણસોને પસંદ કરે છે. જે લોકોની ત્વચામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે. તેમને મચ્છરો વધુ કરડે છે.

મેટાબોલિક રેટ :

ઘણી વખત એવું પણ બને છે કે માણસનો મેટાબોલિક રેટ પણ મચ્છરને આકર્ષે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. મચ્છરોને ખૂબ આકર્ષે છે.

ડાર્ક કલર તરફ આકર્ષાય છે : 

How can I avoid being bitten by mosquitoes? - Camping Villasol

મચ્છર ડાર્ક કલર્સ તરફ વધુ આકર્ષાય છે. જો તમે સફેદ કપડા પહેર્યા હોય તો તેઓ ઓછા આકર્ષિત થશે. તે જ સમયે, જો તેઓ કાળા, લાલ, વાદળી, પીળા જેવા રંગો પહેરે તો તેઓ વધુ આકર્ષિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.