- કેરળના સંદીપે IPLમાં કુલ 5 મેચ રમી છે: ઇજાગ્રસ્ત શમીની થઈ રહી છે રિકવરી
Cricket News : ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સ્થાનની જાહેરાત કરી છે. શમી ઈજાના કારણે આઇપીએલ 2024માં નહીં રમે. જીટીએ શમીની જગ્યાએ કેરળના સંદીપ વોરિયરનો સમાવેશ કર્યો છે. તેણે આઈપીએલમાં કુલ 5 મેચ રમી છે. તેણે છેલ્લે 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મેદાન માર્યું હતું.
શમીએ IPL 2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સએ ઈજાગ્રસ્ત દિલશાન મદુશંકાના સ્થાને 17 વર્ષીય દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર ક્વેના માફાકાને ટીમમાં સામેલ કરી છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મદુશંકાને બાંગ્લાદેશ શ્રેણીમાં ઈજા થઈ હતી. આઇપીએલ 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
ILP બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ગુજરાત ટાઇટન્સ 32 વર્ષીય ફાસ્ટ બોલર સંદીપ વોરિયરને શમીના સ્થાને સામેલ કર્યો છે. શમીએ તાજેતરમાં જ હીલની સફળ સર્જરી કરાવી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. વોરિયર રૂ. 50 લાખની મૂળ કિંમતે જીટીમાં જોડાયો છે. બીજી તરફ મદુશંકા ઈજાના કારણે આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ડાબોડી ફાસ્ટ બોલર મફાકા 50 લાખ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સનો હિસ્સો બનશે.